માત્ર ૨૪૯૦ રૂપિયામાં જઈ આવો માં વૈષ્ણોદેવીના મંદિરે. જાણો આવવા-જવા-રેવાનું માત્ર ૨૪૯૦ રૂપિયામાં

આજના સમયમાં ફરવાનું કોને ન ગમે? કોઈને પણ તમે ફરવાનું કહો એટલે તરત જ કોઈપણ તૈયાર થઇ જાય છે અને આમ તો દરેક વ્યક્તિએ વર્ષમાં એક વખત તો કોઈપણ ધાર્મિક કે અન્ય ફરવાના સ્થળ ઉપર જવું જ જોઈએ, જેથી જીવનમાં થોડુ પરિવર્તન અનુભવી શકાય અને તેનાથી મન અને શરીર પ્રફુલ્લિત થઇ જાય. અને આજની મોંઘવારીના યુગમાં લોકોને ફરવા જવાનું તો ઘણું મન થાય છે, પણ આર્થીક રીતે લોકો ઘણી તકલીફો ભોગવતા હોય છે. માટે તેઓ જવા માટે તૈયાર થઇ શકતા નથી.

આપણો ભારત દેશ ધાર્મિક સ્થળો અને કુદરતી ફરવા લાયક સ્થળો માટે વિશ્વ આખામાં પ્રસિદ્ધ છે. અને આ બધા સ્થળો ઉપર દેશ અને વિદેશ માંથી ઘણા પ્રવાસીઓ આવતા રહે છે. આવા ફરવા લાયક સ્થળો ઉપર ફરવા માટે અનેક ટુર પેકેજ બહાર પડતા રહે છે. તેમાં ખાનગી કંપનીઓથી લઈને સરકાર સુધી આવા ટુર પેકેજ બહાર પાડતા હોય છે. આવો જ એક ટુર પેકેજ હમણાં જ રેલ્વે દ્વારાવૈષ્ણોદેવી જવા આવવા માટે બહાર પાડવામાં આવ્યો છે. જે ઘણો જ સારો પેકેજ છે, જે દરેક વર્ગના લોકોને પોસાય એટલી ઓછી કિંમતમાં છે. તો આવો જાણીએ તેના વિષે વિગતવાર માહિતી.

જો તમે વૈષ્ણોદેવી જવા માંગો છો, તો તો તમારા માટે સારા સમાચાર છે. IRCTC વૈષ્ણોદેવીનો પ્રવાસ કરનારા પ્રવાસીઓ માટે ખાસ પેકેજ લઈને આવ્યા છે. આ પેકેજને લઈને પ્રવાસીઓને મુસાફરીથી લઇને ખાવા પીવા અને રોકાવા સુધીની સુવિધા મળશે.

જાણો પેકેજ વિષે વિગતવાર : આ ઈકોનોમી પેકેજમાં સ્લીપર ક્લાસની રેલ્વે મુસાફરી સાથે નાસ્તો અને રોકાવાનું પણ આવી જાય છે. ભારતીય રેલ્વે દ્વારા આ ટ્રેન દરરોજ વૈષ્ણોદેવી માટે ચલાવવામાં આવી રહી છે. આ પેકેજને ક્યારે પણ બુક કરાવી શકાય છે. કેમ કે ટ્રેન દરરોજ રાત્રે ૨૦.૫૦ વાગ્યે દિલ્હીથી પસાર થઇને ચાલે છે. પ્રવાસ નવી દિલ્હીથી કટારા સુધી જ રહેશે. ત્યાર પછી કટારાથી નવી દિલ્હીની ટ્રેનથી પાછા આવવાનું પણ હોય છે. ટ્રેનમાં પ્રવાસીઓને બે વખત નાસ્તો પણ મળશે. આઈઆરસીટીસીના ગેસ્ટ હાઉસમાં રોકાવાની વ્યવસ્થા પણ રહેલી છે.

પેકેજની કિંમત દર વ્યક્તિ દીઠ ૨૪૯૦ રૂપિયા છે. ૫-૧૧ વર્ષના બાળકો માટે પણ પેકેજની આખી કિંમત ચુકવવાની રહેશે, કેમ કે બાળકને પણ આખી સીટ મળશે. વધુ જાણકારી માટે અહિયાં જાવ. આ પેકેજ વિષે વધુ જાણકારી માટે તમે IRCTC ની વેબસાઈટ,

https://wwwડોટirctctourism.com/pacakage_description?packageCode=NDRO35 ઉપર જઈ શકો છો.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.