જાણો ઉત્તર ભારત નાં વૈષ્ણો દેવી માતાના મંદિરના ત્રણ પીંડનું અલૌકિક રહસ્ય

વૈષ્ણો દેવી માતાનું મંદિર ઉત્તર ભારતના સૌથી પૂજનીય અને પવિત્ર સ્થાનોમાંનું એક છે જે ભારતના સુંદર વિસ્તાર જમ્મુ અને કશ્મીરના પહાડોમાં ઉધમપુર જીલ્લામાં કટરાથી ૧૨ કિલોમીટર દુર આવેલું છે. માન્યતા છે કે આ મંદિરમાં વૈષ્ણો દેવી માતા જાગૃત રૂપમાં નિવાસ કરે છે અને તેથી માતાના દર્શન કરવા અને તેમના આશીર્વાદ પ્રાપ્ત કરવા લાખો ભક્તો અહી આવે છે… એવું કહેવાય છે કે જે કોઈ પણ સાચા મનથી માતાના દર્શન કરવા આવે છે તેમની બધી ઈચ્છાઓ પૂર્ણ થાય છે. સાથે જ આ મંદિરના નિર્માણની કથા અને અહી રાખેલા ત્રણ પીંડનું રહસ્ય ખુબ જ અદ્ભુત છે. આજે અમે તમને વૈષ્ણો માતાના મદિરના આ રહસ્ય વિષે જણાવી રહ્યા છીએ.

વૈષ્ણો દેવી માતા સાથે સંકળાયેલી પૌરાણિક કથા :

વૈષ્ણો દેવી માતા સાથે સંકળાયેલી એક પૌરાણિક કથા છે આ કથા મુજબ હાલના કટરા ગામથી ૨ કિલોમીટર દુર આવેલા હંસાલી ગામમાં વૈષ્ણવી માતાના પરમ ભક્ત શ્રીધર રહેતા હતા.. શ્રીધર સ્વભાવથી ધાર્મિક વૃતિના હતા પરંતુ તેમનું જીવન કષ્ટપૂર્ણ હતું કારણ કે તેઓ નિઃસંતાન હતા. તે દેવી માંની પોતાના કષ્ટોના નિવારણ માટે પૂજા અર્ચના કરતા રહેતા હતા અને એમ જ એક દિવસ જયારે તેમણે નવરાત્રી ના પૂજન માટે કુવારી કન્યાઓને બોલાવડાવી ત્યારે પોતાના ભક્તને આશીર્વાદ આપવા માટે વૈષ્ણવ માં પણ કન્યાના રૂપમાં તેમની જ વચ્ચે આવીને બેઠાં….

પૂજા પછી બધી કન્યાઓ તો જતી રહી પરંતુ માં વૈષ્ણો દેવી ત્યાં જ રહી અને શ્રીધર ને કહ્યું, “બધાને તમારા ઘરે ભંડારા માટે નીમંત્રણ આપી આવો”.. આ સાંભળીને શ્રીધર પહેલા તો થોડી અસમંજસ માં પડી ગયા કે એક ગરીબ વ્યક્તિ આખા ગામ ને ભોજન કેવી રીતે કરાવી શકશે પરંતુ તે કન્યા ના આશ્વાસન ના કારણે શ્રીધરે ગામ માં ભંડારા નો સંદેશ પહોચાડી દીધો. આખા ગામને નીમંત્રણ આપવાની સાથે જ પાછા આવતી વખતે શ્રીધરે ગુરુ ગોરખનાથ અને તેમના શિષ્ય બાબા ભૈરવનાથ ને પણ ભોજન નું નીમંત્રણ આપ્યું.

બીજી તરફ નીમંત્રણ પછી બધા ગામનાં લોકો એક-એક કરીને શ્રીધર ના ઘરમાં ભેગા થયા. ત્યારે કન્યાના સ્વરૂપમાં ત્યાં ઉપસ્થિત માં વૈષ્ણો દેવી એ એક વિચિત્ર પાત્રથી બધાને ભોજન પીરસવાનું શરુ કર્યું. ભોજન પીરસતી વખતે જયારે માતા બાબા ભૈરવનાથ ની પાસે ગઈ તો તેમણે કન્યા પાસેથી માંસ અને દારુ માંગ્યાં..તે સાંભળીને માતાએ તેમને સમજાવ્યું કે આ બ્રાહ્મણ ને ત્યાનું ભોજન છે, આમાં માંસાહાર કરવામાં આવતું નથી. પરંતુ ભૈરવનાથ તો જીદ કરીને બેઠા અને ઘણું મનાવવા છતાં પણ તે ના માન્યા. પછી જ્યારે ભૈરવનાથે તે કન્યાને પકડવા ઈચ્છી, ત્યારે માં એ તેના કપટને જાણી લીધું અને તરત જ તે વાયુ રૂપમાં બદલીને ત્રિકુટા પર્વત બાજુ ઉડી ગઈ.

ભૈરવનાથ પણ તેમની પાછળ આવી ગયા….કહેવાય છે કે જ્યારે માં પહાડ ની એક ગુફા ની પાસે પહોચ્યા ત્યારે તેમણે હનુમાનજી નું આહ્વાહન કર્યું અને તેમને કહ્યું કે હું આ ગુફામાં નવ મહિના સુધી તપ કરીશ ત્યાં સુધી તમે ભૈરવનાથને અંદર ના આવવા દેશો…માતા ની આજ્ઞા માનીને હનુમાનજી એ ભૈરવનાથને તે ગુફાની બહાર જ રોકી રાખ્યા અને આજે તે જ પવિત્ર ગુફાને ‘અર્ધક્વારી’ ના નામથી જાણવામાં આવે છે.

પહેરા દરમિયાન જયારે હનુમાનજી ને તરસ લાગી ત્યારે માતા એ ધનુષ થી પહાડ પર બાણ ચલાવીને એક જલધારા કાઢી અને તે પાણી થી પોતાના વાળ ધોયા જે આજે આ જલધારા ‘બાણગંગા’ ના નામથી પ્રસિદ્ધ છે અને જયારે પણ ભક્ત માતા ના દર્શન માટે આવે છે ત્યારે આ જલધારા માં અવશ્ય સ્નાન કરે છે. કથા અનુસાર નવ મહિના પછી માતા વૈષ્ણવી એ મહાકાલી નું રૂપ લઈને ભૈરવનાથનો સંહાર કર્યો અને ભૈરવનાથ નું માથું કપાઈને ભવન થી ૮ કિમી દુર ત્રીકૂટ પર્વત ની ભૈરવ ઘાટી માં પડ્યું જે સ્થાન ને આજના સમયમાં ભૈરોનાથ ના મંદિર ના નામથી ઓળખવામાં આવે છે.

કહેવાય છે કે વધ ના સમયે ભૈરવ એ માફી માગી ત્યારે માતા એ કહ્યું કે ‘જે કોઈ પણ મારા દર્શન કરવા આવશે, તે ત્યારબાદ તારા દર્શન પણ જરૂરથી કરશે નહિતર તેની યાત્રા પૂરી માનવામાં આવશે નહી.’ આ જ કારણ છે કે આજે પણ લોકો માતા ના દર્શન પછી બાબા ભૈરવનાથ ના મંદિરે જાય છે. ભૈરવનાથને મોક્ષ દાન કર્યા પછી વૈષ્ણોદેવી એ ત્રણ પીંડ (માથું) સહીત એક ચટ્ટાન નો આકાર ગ્રહણ કર્યો અને કાયમ માટે ધ્યાનમગ્ન થઇ ગઈ. આ દરમિયાન પંડિત શ્રીધર પણ અધીર થઇ ગયા..તેમને સપનામાં ત્રિકુટા પર્વત દેખાયો અને સાથે જ માતાની ત્રણ પીંડ પણ. જેની શોધમાં તે પહાડી પર જઈ પહોચ્યા.

પિંડો મળ્યા પછી શ્રીધરે આખી જિંદગી તે ‘પિંડો’ ની પૂજા કરી જેનાથી પ્રસન્ન થઈને દેવી તેમની સામે પ્રગટ થઇ અને તેમને આશીર્વાદ આપ્યા. ત્યારથી શ્રીધર અને તેમના વંશજો જ દેવી માં વૈષ્ણો દેવીની પૂજા કરતા આવ્યા છે. માતા ના આ ત્રણ પિંડો નો ચમત્કારી પ્રભાવ પણ અદભૂત છે. તે આદિશક્તિ ના ત્રણ રૂપ મનાય છે- પહેલું પીંડ માં મહાસરસ્વતી જે જ્ઞાન ની દેવી છે, બીજું પીંડ માં મહાલક્ષ્મી જે ધન-વૈભવ ની દેવી છે અને ત્રીજું પીંડ માં મહાકાલી જે શક્તિનું રૂપ મનાય છે.

આ ત્રણ પિંડો નો મનુષ્ય ના જીવન સાથે ઊંડો સંબંધ છે. તેથી તેમને મેળવવા માટે ભક્ત કઠોર પરિશ્રમ કરીને, પહાડોની યાત્રા પૂર્ણ કરીને માતાના દરબાર માં પહોચે છે. જે જેટલા ઉત્સાહ થી આ યાત્રાને પૂરી કરે છે, માતા નો આશીર્વાદ તેટલો જ તેમના પર વધતો જાય છે.


Posted

in

, ,

by