વજન ઓછું કરવું છે તો આ ચા નું સેવન કરો – Burning Process ને ઝડપી કરી દેશે !!

જો તમે પેટની ચરબી કે વધેલા વજનથી પરેશાન છો તો પોતાની ડાયેટમાં થોડા આવા પીણા ઉમેરો જેનાથી ચરબી ઓગળવાની પ્રક્રિયા ઝડપી બને છે. મહર્ષિ આયુર્વેદિક હોસ્પિટલના ડૉ. ભાનુ શર્મા જણાવી રહ્યા છે આવી જ 10 ચા વિષે તેમના જણાવ્યા મુજબ પેટની ચરબી ઓછી કરવા માટે ખાંડ વગર ની ચા પીવો. ધારો તો ખાંડ ને બદલે 1 ચમચી મધ ઉપયોગ લઇ શકો છો.

આવી જ 10 ચા જે ચરબીને ઓગાળે છે.

(1) જીરાની ચા : તેમાં કેલેરીનું પ્રમાણ ઓછું હોય છે જે વજન ઓછું કરીને વેટ લોસ માં મદદ કરે છે.

કેવી રીતે બનાવવું – ગરમ પાણીમાં જીરું નાખીને ઉકાળી લો. હવે મધ કે લીંબુનો રસ નાખીને પીવો.

(2) કાળા મરી ની ચા : તેમાં રહેલા પોઈપેરીન ચરબી ઓગાળવામાં ફાયદાકારક છે.

કેવી રીતે બનાવવું – કાળા મરી, આદુને ગરમ પાણીમાં નાખીને પાચ મિનીટ ઉકાળો. હવે તેને ગાળી લો. તેમાં મધ કે લીંબુનો રસ ભેળવીને ઉપયોગ કરો.

(3) તજ ની ચા : તેમાં રહેલા પોલીફેનૌલ્સબર્ન કરીને વજન ઘટાડે છે.

કેવી રીતે બનાવવું – ઉકળતા પાણીમાં ચા ની પત્તી, તજ પાવડર અને દૂધ નાખો. તેને પાચ મિનીટ સુધી ઉકાળો અને ગાળીને પીવો.

(4) લેમન ટી : તેમાં ડી લેમોનેન હોય છે જે બૈલી ચરબીને ઓછી કરવા માટે ફાયદાકારક છે.

કેવી રીતે બનાવવું – પાણીમાં ચા ની પત્તી, લીંબુનો રસ અને તજ નાખીને ઉકાળો. હવે ચા ને ગાળીને પીવો.

(5) બ્લેક ટી : તેમાં રહેલા પોલીફેનૌલ્સ ચરબી ઓછી કરીને ઘટાડવામાં મદદ કરે છે.

કેવી રીતે બનાવવી – પાણીને ઉકાળીને તેમાં ચા ની પત્તી નાખો. તેને થોડી વાર સુધી ઉકાળીને ગાળી લો અને પીવો.

(6) ફુદીનાની ચા : તેમાં મેંથૌલ હોય છે જે ચરબીના સેલ્સને ઓછા કરવામાં ફાયદાકારક છે.

કેવી રીતે બનાવવી – ગરમ પાણીમાં ફુદીનાના પાંદડા નાખીને દસ મિનીટ સુધી ઉકાળો. હવે તેને ગાળીને પીવો.

(7) અજમાની ચા : તેમાં રાઈબોક્લોવીન હોય છે જે ચરબી ઓગાળવામાં કાર્યશીલ છે.

કેવી રીતે બનાવવી – ગરમ પાણીમાં અજમો, વરીયાળી, ઈલાયચી અને આદુ નાખીને પાચ મિનીટ સુધી ઉકાળો. તેને ગાળીને પીવો.

(8) ગ્રીન ટી : તેમાં કૈટચીન હોય છે જે ચરબીના સેલ્સને ઓછા કરીને પેટની ચરબી ઘટાડે છે.

કેવી રીતે બનાવવી – એક કપ ગરમ પાણીમાં ગ્રીન ટી બૈગ નાખો. તેને બે મિનીટ પછી કાઢી લો અને પીવો.

(9) જીંજર ટી : તેમાં એન્ટી ઈમ્ફ્લેમેટરી ગુણ હોય છે જે વજન ઓછું કરવામાં ફાયદાકારક છે.

કેવી રીતે બનાવવું : ગરમ પાણીમાં આદુના ટુકડા અને તુલસીના પાંદડા નાખીને પાચ મિનીટ સુધી ઉકાળો. તેને ગાળીને મધ ભેળવીને પીવો.

(10) તુલસીની ચા : તેમાં ફાઈટોન્યુટ્રીટસ હોય છે જે ચરબીના સેલ્સને દુર કરવાના મદદ કરે છે.

કેવી રીતે બનાવવું – ગરમ પાણીમાં ચા ની પત્તિ, દૂધ, આદુના ટુકડા અને તુલસીના પાંદડા ભેળવીને ઉકાળી લો. તેને ગાળીને પીવો.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.