શું તમે ખરેખર વજન ઘટાડવા માંગો છો? તો જાણો આજ સુધીનો સૌથી અસરકારક ઉપાય.

નમસ્કાર મિત્રો ઓન્લી આયુર્વેદ ડોટ કોમનો આ ડાયટ પ્લાન ફોર વેટ લોસ્ટ જરૂર અપનાવો. આ એક કુદરતી સ્લિમ મંત્ર છે.

પાતળા થવા માટે સાત દિવસનો આ કાર્યક્રમ ન માત્ર તમારા વજનમાં પાંચથી આઠ કિલો ઘટાડો કરશે, પણ તમારા પાચનતંત્રને પણ સુધારશે. આમ તો બધા ડાયટ પ્લાન સાથે આ વૈધાનિક ચેતવણી તો હોય જ છે, કે આ ડોક્ટરને પૂછીને કે ડોક્ટરની દેખરેખમાં જ કરવું. મજાની વાત એ છે કે આ પ્લાનમાં તમે પેટભરીને ખાઈ શકો છો. જેટલી ઈચ્છા હોય એટલું ખાઈ શકો છો, પણ તમારે ખાવા અને પીવાનું છે જે આ પ્લાનમાં જણાવવામાં આવેલ છે. તે એક ટ્રાઈડ, ટેસ્ટેડ અને સરસ ઉપાય છે.

સાવચેતી :

પહેલા સાત દિવસ કોઈપણ જાતના આલ્કોહોલ, દારુ, બીયર અથવા ઠંડાપીણા (ક્લબ સોડા સિવાય) ની મનાઈ છે, અને આ સાત દિવસ રોજના ૩-૪ લીટર પાણી જરૂર પીવો.

પહેલો દિવસ :

કેળા સિવાય કોઈપણ ફળ ખાવ. જેટલી ઈચ્છા હોય એટલા ફળ ખાવ. ખાસ કરીને તરબૂચ ખાવ.

બીજો દિવસ :

સલાડ અને શાકભાજી જે કાચી ખાઈ શકાય છે, તે શાકભાજી કાચી ખાવ અથવા ઉકાળીને કે બાફીને ખાવ.

સવારે નાસ્તામાં થોડા માખણ સાથે શેકેલા બટેટા ખાવ કે બાફેલા બટેટા મસળીને તેમાં ડુંગળી અને મસાલા નાખીને તેવી રીતે તૈયાર કરી લો, જેમ કે પરોઠા બનાવવા માટે ઉકળેલા બટેટાને મસળીને મસાલા બનાવવામાં આવે છે. તેનાથી પેટ પણ ભરેલું રહેશે.

ત્રીજો દિવસ :

શાકભાજી અને ફળ, કોઈ લીમીટ નથી, જેટલું ઈચ્છો એટલું ખાવ. કેળા હજુ પણ ન ખાવા જોઈએ અને આજે બટેટા પણ ન ખાવા જોઈએ.

ચોથો દિવસ :

કેળા અને દુધ. આજના દિવસે 8 કેળા અને ૩ ગ્લાસ દૂધ.

પાંચમો દિવસ :

આ દિવસે કાચા પનીર અને ટમેટા ખાવ, પાણી થોડું વધુ પીવો.

છઠ્ઠો દિવસ :

પનીર અને શાકભાજી, જેટલું ઈચ્છો એટલું ખાવ.

સાતમો દિવસ :

ભૂરા ચોખા (મુશ્કેલીમાં સાદા ઉકાળેલા ચોખા પણ લઇ શકો છો.)

ફળોનો રસ, શાકભાજી અને સૂપ.

ઓછામાં ઓછી છ ડુંગળી, મોટા ટમેટા, શિમલા મરચું અને કોબીનો સૂપ બનાવો, અને સાતે દિવસ જેટલુ ઈચ્છો એટલું પીવો.

જે દિવસે શાકભાજી ખાવાની છૂટ છે તે દિવસે તમે શાકભાજી રાંધીને પણ ખાઈ શકો છો. બ્રાઉનરાઈસ, તેલ, દેશી ઘી, સિંધવ મીઠું સાથે.

આ ડાયટ કરતી વખતે તમને ડાયટીંગ ઉપર હોવાનો વધુ અહેસાસ નથી થતો. જો એવું થાય છે તો સોડા (ક્લબ સોળા) માં લીંબુ અને કાળું મીઠું ભેળવીને લો. આમ તો આ ડાયટ પ્લાનમાં દૂધની ચા પીવાની પણ મનાઈ છે પણ નાં કરી શકો તો એટલી છૂટ તમને છે.

તમારા શરીરમાં ત્રીજા દિવસે જ ફરક જોવા મળશે.

આઠમાં દિવસે પોતાને અરીસામાં જુવો. તમને ફરક લાગશે. જો તમે ધારો તો તમારું વજન ચેક પણ કરી શકો છો.

જે લોકો એ આ ડાયટ પ્રમાણે વજન ઓછું કર્યું છે તેમનું એવું પણ કહેવું છે કે આ કર્યા પછી અઠવાડિયું દસ દિવસ બંદ કરી દેવુ જોઈએ ઘણાનું કહેવું છે કે આ કરવાથી ઉતરે તો છે પણ પાછુ એનાથી વધારે વધી જાય છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.