વાળ ખરવાની સમસ્યા ઘણી સામાન્ય સમસ્યા છે. ઘણા બધા લોકો આ સમસ્યાથી દુ:ખી રહે છે. તેને દરરોજ ઓશિકા ઉપર, જમીન ઉપર, કાંસકામાં કે પછી ખંભા ઉપર સેંકડો તૂટેલા વાળ જોવા મળે છે. સ્નાન કરતી વખતે પણ લોકોના ઘણા બધા વાળ તૂટી જાય છે. આ સમસ્યા માંથી છુટકારો મેળવવા માટે તે મોંઘામાં મોંઘા અનેક એન્ટી હેયર ફોલ શેમ્પુ કે ટ્રીટમેન્ટનો ઉપયોગ કરે છે, પરંતુ ફરક કાંઈ જ નથી પડતો. છેવટે તે નિરાશ થઇને આ સમસ્યા સાથે સમાધાન કરી લે છે.
તમને જાણવાનું કે કેટલાય લોકો હજારો રૂપિયાના ખર્ચ કરવા છતાં એમને આ નુશખા જેવું પરિણામ મળતું નથી. આ નુશખા પ્રમાણે સતત અને ધીરજ પૂર્વક મહિનામાં ઘણા સારા પરિણામ મળ્યા છે. જે આ પ્રયોગ કરતા હોય અને પરિણામ મળ્યા હોય તે આવશ્ય કોમેન્ટમાં પોતાનો રીવ્યુ લખે જેથી બીજાને તે રીતે પ્રેરણા મળે.
વાળ તુટવા તો સામાન્ય સમસ્યા છે, પરંતુ જયારે ખરેલા વાળની જગ્યાએ નવા વાળ નથી આવતા તેને અમે હેયર ફોલ કહીએ છીએ. ગભરાશો નહિ જો તમે પણ આ સમસ્યા સાથે ઝઝૂમી રહ્યા છો? તો અમારી પાસે એક એવો ચમત્કારિક ઉપાય છે. જે અજમાવ્યા પછી તમે અમારો આભાર જરૂર માનશો. આ ઉપાય માટે જે વસ્તુની જરૂરીયાત હોય છે. તે ઘણી જ સરળ અને લગભગ તમામ ઘરોમાં મળી રહે છે. અમે જે વસ્તુની વાત કરી રહ્યા છીએ તે કોઈ બીજી નહિ પરંતુ આપણા બધાના રસોડામાં મળી આવતી ડુંગળી જેને દક્ષીણ ગુજરાતમાં કાંદો પણ કહે છે. તમારી પાસે ડુંગળી છે તો તમે વાળ ખરવાની આ સમસ્યા માંથી છુટકારો મેળવી શકો છો.
વેજ્ઞાનિકોના જણાવ્યા મુજબ ડુંગળીના જ્યુસમાં ડાયેટ્રી સલ્ફર મળી આવે છે અને આ સલ્ફરમાં એમીનો એસીડ રહેલું હોય છે. જે એક મહત્વનું દ્રવ્ય છે. સલ્ફર માંથી ભરપુર પ્રોટીન ખાસ કરીને કેરેટીનની વાળમાં ગ્રોથમાં મહત્વની ભૂમિકા હોય છે. એટલું જ નહિ ડુંગળી પોટેશિયમ, વિટામીન C, A અને E નો સારો સ્ત્રોત માનવામાં આવે છે. તેનાથી વાળ પાતળા થતા નથી અને વાળમાં સુકાપણાની સમસ્યાઓ થતી નથી. એટલા માટે મોટાભાગના લોકો ડુંગળીના જ્યુસને પોતાના સ્કેલ્પ અને વાળમાં લગાવે છે. તેમાં રહેલા સલ્ફરથી વાળ ઘાંટા અને મજબુત થાય છે અને વાળ ખરવા કે તુટવાના ઘણા ઓછા થઇ જાય છે. પરંતુ તેને એમ જ નથી લગાવી લેવામાં આવતું. તેને લગાવવાની એક રીત હોય છે. શું છે એ રીત આવો તમને જણાવીએ.
ફોલો કરો આ સ્ટેપ :-
સૌથી પહેલા ડુંગળીના ફોતરા કાઢી નાના નાના ટુકડા કરીને કાપીને તેને મીક્ષરમાં પીસી લો.
પછી પીસેલી ડુંગળીને એક કોટનના કપડામાં નાખીને તેનો બધો રસ એક વાટકીમાં નીચોવી લો.
ડુંગળીના આ રસને તમારા રોજના ઉપયોગમાં લેવાતા તેલ સાથે ભેળવી દો.
ડુંગળીના રસને તમે નારીયેલ, બદામ કે કોઈ પણ તેલ સાથે મિક્ષ કરી શકો છો. ત્યારે પછી આ મિશ્રણને વાળના મૂળ ઉપર સારી રીતે લગાવી લો અને પછી હળવા હાથથી મસાજ કરો.
તેને માથા ઉપર એક કલાક રહેવા દો અને પછી શેમ્પુથી ધોઈ લો. આ પ્રક્રિયા અઠવાડિયામાં ૨-૩ વખત કરો. પરિણામ જોઈને દંગ રહી જશો.
પોતાના ઓળખીતા જે આ સમસ્યાથી હેરાન પરેશાન થઇ ગયા છે તેમનું નામ કોમેન્ટમાં લખશો. જેથી તે લોકો સુધી આ પહોચી શકે તથા લાઇક અને શેયર અવશ્ય કરશો. જય હિન્દ…