વર્લ્ડ કપ 2019 જ્યોતિષે જણાવ્યું કે વિશ્વ કપમાં ભારતીય ટિમનું શું થશે?

જ્યોતિષી ગ્રીનસ્ટોન લોબોએ ભવિષ્યવાણી કરતા જણાવ્યું છે કે વિરાટ કોહલીના નેતૃત્વ વાળી ટીમ ઇન્ડિયા ૨૦૧૯ આઈસીસી વિશ્વ કપમાં ક્યા સુધી પહોચશે.

ઇંગ્લેન્ડની યજમાનીમાં ૩૦ મેં થી વિશ્વ કપ શરુ થશે. જેના વિષે ભવિષ્યવાણી ઘણી ઝડપથી આવી રહી છે. ઘણા લોકો ઇંગ્લેન્ડને આ વખતે ચેમ્પિયન બનવાના દાવેદાર માની રહ્યા છે, તો ઘણા લોકોને વિશ્વાસ છે કે ટીમ ઇન્ડિયા ત્રીજી વખત વિશ્વ કપની ટ્રોફી જીતશે. આમ તો ઘણા લોકો પાકિસ્તાન, ન્યુઝીલેન્ડ અને ગયા વખતે થયેલ ચેમ્પિયન ઓસ્ટ્રેલીયાને પણ માની રહ્યા છે. મુંબઈ આધારિત જ્યોતિષી ગ્રીનસ્ટોન લોબોએ જણાવ્યું છે કે આગામી વિશ્વ કપમાં ભારત નું શું થશે?

લોબોના હવાલેથી બીડી ક્રિકટાઈમ ડોટ કોમએ કહ્યું, ‘આ વખતે ટીમ ઇન્ડિયા વિશ્વ કપનો એવોર્ડ નહિ જીતે. તેમણે તે ખેલાડીનું પણ નામ જણાવ્યું, જેને કારણે જ ટીમ ઇન્ડિયાના ચેમ્પિયન બનવું મુશ્કેલ છે.

લોબોએ કહ્યું, વિરાટ કોહલીના જન્મ નો સમય ૧૯૮૬ કે ૧૯૮૭ હોવો જોઈએ તો જીતે, નહિ કે ૧૯૮૮ માં, જેને કારણે જ ટીમ ઇન્ડિયા એવોર્ડની દોડ માંથી બહાર થશે. મેં વિરાટ કોહલીના કોચ રાજેશકુમાર શર્માને ફોન કરીને જણાવ્યું છે જો વિરાટનો જન્મ ૧૯૮૮ માં થયો છે. તો ટીમ ઇન્ડિયા વિશ્વ કપ નહી જીતી શકે. મેં મારો વિશ્વાસ જણાવ્યો છે કે જો ભારતીય કેપ્ટનનો જન્મ ૧૯૮૬ કે ૧૯૮૭ માં હોત તો સારું થાત. વિરાટના કોચ થોડી વાર ચુપ રહ્યા અને પછી ધીમા અવાજમાં કહ્યું.’

કોચનો જવાબ આવ્યો, ‘તેવા માં શું તમે કહી રહ્યા છો કે વિશ્વ કપ જીતવા માટે ભારતીય ટીમના કેપ્ટન બદલી દેવા જોઈએ.’ લોબોએ ફરી જણાવ્યું કે કોહલીના જન્મનું વર્ષ એકમાત્ર કારણ નથી. તેમણે પોતાનો દ્રષ્ટિકોણ સમજાવતા કહ્યું, ‘૨૦૧૯ ભારતીય ટીમમાં ધોનીના ગુણ પણ ટીમ ઇન્ડિયા માટે મુશ્કેલીનું કારણ બની શકે છે.

તેમણે કહ્યું, ‘હું બેટ્સમેન તરીકે ધોનીનું ઘણું સન્માન કરું છું. કોઈ પણ બાબતમાં એ જણાવવું મને પણ બિલકુલ પસંદ નથી, મારે તેના વિષે મારી સલાહ એક ભારતીય જ્યોતિષી તરીકે આપવી પડી રહી છે. હું જોઈ શકું છું કે ૨૦૧૯ વિશ્વ કપમાં ધોનીના ગુણ પણ ભારતીય ટીમને વિશ્વ કપ જીતવાની તકને નુકશાન પહોચશે. ધોની પાસે નસીબ હતું, પરંતુ હાલમાં સમય તેનો નથી.

છેવટે તમે ગ્રીનસ્ટોન લોબો ઉપર વિશ્વાસ કેમ કરશો? તે એટલા માટે કરી શકે છે કેમ કે લોબોએ ૨૦૧૧ અને ૨૦૧૫ વિશ્વ કપની સાચી ભવિષ્યવાણી કરી હતી. ભારતીય ટીમ પોતાના અભિયાનની શરુઆત ૫ જુનથી દક્ષીણ આફ્રિકા વિરુદ્ધ કરશે.

તમારું શું માનવું છે કે ભારત વિકાસની નવી કેડી કંડારી રહ્યું છે ત્યાં ભારતીય ક્રિકેટ ટીમ ભારતીય નાગરીકો માટે શું સાબિત થાય છે? એ પણ વિકાસમાં પોતાની ભાગીદારી નોંધાવતું ક્રિકેટ વિશ્વ કપ જીતી લાવશે કે પછી એમાં પોતાની નાદારી નોંધાવશે, કોમેન્ટમાં જણાવો. અત્યારે કેપ્ટન તરીકે કોહલી યોગ્ય છે? કે બીજું કોઈ

આ માહિતી ટાઈમ્સ નાઉ ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.