મિત્રો આ લેખમાં તમને ડૉ. શિવ દર્શન મલિક દ્વારા આપવામાં આવેલો મેસેજ છે. આ મેસેજ દેશી વસ્તુઓ અને હાઈબ્રીડ વસ્તુઓ વિષે છે. આપણે શું વાપરવું અને શું ન વાપરવું તેના વિષે ડૉ. શિવ દર્શન મલિક તમને જણાવવાં માંગે છે. આ લેખને વાંચી, સમજી અને પછી શેયર જરૂર કરજો, બીજાને પણ આ ઘણો કામ લાગશે.
આ ફોટો મને ઇંગ્લેન્ડ માંથી પ્રાપ્ત થયો હતો, તેની ઉપર લખ્યું છે…
a2 milk
easy to digest
fresh whole cows milk (એ 2 દૂધ, પચવામાં સરળ, તાજું અને સંપૂર્ણ ગાયનું દૂધ.)
આ સંપૂર્ણ ગાયનું દૂધ (whole cows milk) લખ્યું એમાં કાંઈ સમજાયું નહી. ગાય સંપૂર્ણ ન હોત તો દૂધ કેવી રીતે આપત? કોઈ સમજાવો મને મિત્રો. થાન વગરની ગાય દૂધ આપી શકે છે શું? શું છે આ સંપૂર્ણ ગાય?
પહેલા વિજ્ઞાને હાઈબ્રીડ બીજ અને હાઈબ્રીડ જાનવર તૈયાર કર્યા અને ઘણી પ્રશંસા મેળવી. હવે જયારે તેની ખરાબ અસર સામે આવવા લાગી છે, તો પાછા ભાગી રહ્યા છે ભગવાનની બનાવેલી દેશી વસ્તુ અને જાતી તરફ. આ સંપૂર્ણ ગાય એ ગૌમાતા છે જે ઈશ્વરે બનાવી નહિ કે હાઈબ્રીડ.
અન્ન અને દૂધમાં બે વસ્તુ હોય છે. એક એમની માત્રા હોય છે બીજું તેના ગુણ. આ હાઈબ્રીડ બીજો અને જાનવરોથી અન્ન અને દૂધની બનાવટોમાં ઉત્તરોતર વધારો થયો તેમાં કોઈ શંકા નથી. પરંતુ ગુણાત્મક રૂપે તે ખલાસ થઇ ગયા. આપણા માટે ખાવા પીવામાં ગુણવત્તા મહત્વ ધરાવે છે નહિ કે માત્રા, અને ભોજન તરીકે જયારે આપણે આ હાઈબ્રીડ વસ્તુનું સેવન કરવા લાગ્યા તો તે ધીમા ઝેરનું કામ કરવા લાગ્યું.
આ અન્ન અને દૂધથી ડાયાબીટીસ, કેન્સર, હ્રદયના હુમલા, અસ્થમા થવા લાગ્યા છે. જે વિશ્વને ઘણી ઝડપથી પોતાની ઝપેટમાં લઇ રહ્યા છે.
એટલું થઇ જવા છતાંપણ કેવી રીતે આપણે આપણા પરિવારને આપણા હાથોથી જ ઝેર આપી શકીએ છીએ.
એટલે મિત્રો તમે પોતાને અને પોતાના પરિવારને અને આ સૃષ્ટિ (at large) ને બચાવવા માટે હાઈબ્રીડથી દુર જ રહીએ. કંપનીઓનું શું છે તેને તો પોતાની બેલેન્સ શીટ દેખાય છે. પરંતુ અન્ન અને દૂધ ઉત્પાદકો તો તમે અને અમે છીએ ને. દેશી બીજોનો, દેશી વસ્તુનો જ ઉપયોગ કરીએ કેમ કે તે સદીઓથી ચકાસેલી અને વપરાયેલી છે.
છાણનું ખાતર આપે છે સ્વાદ જ સ્વાદ, તે તમને પણ, ખાવા વાળાને પણ અને સાથે ધરતી માતાનાં આરોગ્યને પણ બચાવે છે. લીમડો, ધતુરો, ગૌમૂત્ર અને વાસી લસ્સી વગેરેમાં હજુ પણ એ ગુણ છે. આપણે રીત ભૂલી ગયા છીએ. ભૂલ્યા નથી ભાઈ કંપનીઓ ભૂલવાડી રહી છે, સરકાર પાસે કાયદા બનાવરાવીને.
જાગો ઉગાડવા વાળા, જૈવિક ઉત્પાદન ઉગાડો અને સ્વયં સોશિયલ મીડિયા ઉપર મોઢે માગી કિંમતે વેચો. કેમ કે અમૃત અમુલ્ય હોય છે.
જાગો ખાવા વાળા લોકો, ખેડૂતને જૈવિક ઉત્પાદનના મોઢે માગ્યા પૈસા આપી દો, તેમનો આત્મવિશ્વાસ વધારો અને તમારું આરોગ્ય સારું રાખો. કેમ કે સરકાર વિશ્વમાં ક્યાયની પણ હોય તેને GDP વધારવી છે, પછી ભલે તમે અને ખેડૂત જાવ ઊંડી ખાણમાં.
તમારા બધા માટે ચિંતાતુર, વૈદિક ગૌ પ્લાસ્ટર બનાવનાર તમારા માંથી જ એક.
ડૉ. શિવ દર્શન મલિક.
વૈદિક ભવન, રોહતક (હરિયાણા).
૯૮૧૨૦ ૫૪૯૮૨ (98120 54982)
www.vedicplaster ડોટ com