વાંચો ઘરમાં પિત્તળના વાસણ રાખવાનું ધાર્મિક, જ્યોતિષીય અને વૈજ્ઞાનિક મહત્વ.

ઘરમાં પિત્તળના વાસણ રાખવા હોય છે શુભ, પૂજામાં થાય છે આ ધાતુના વાસણોનો ઉપયોગ. પહેલાના સમયમાં લગભગ દરેક ઘરમાં પિત્તળના વાસણનો ઉપયોગ કરવામાં આવતો હતો. તેની પાછળ ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણ હતા, જેને આપણા પૂર્વજ જાણતા હતા.

પિત્તળના વાસણ ન માત્ર રસોડામાં ખાવાનું બનાવવા અને ખાવામાં ઉપયોગ આવતા હતા પરંતુ પૂજા પાઠમાં પણ તેનું વિશેષ મહત્વ માનવામાં આવતું હતું. તેનું કારણ આપણા પૂર્વજોની વૈજ્ઞાનિક વિચારસરણી હતી, સાથે જ પિત્તળનો સંબંધ જ્યોતિષ અને ધર્મ સાથે પણ માનવામાં આવે છે.

પિત્તળનું ધાર્મિક મહત્વ : બ્રાસ અથવા પિત્તળ એક મિશ્રિત ધાતુ છે. પિત્તળનું નિર્માણ તાંબા કે જસત ધાતુના મિશ્રણથી કરવામાં આવે છે. પિત્તળ શબ્દ પિત્ત માંથી બન્યો છે અને સંસ્કૃતમાં પિતનો અર્થ પીળો થાય છે અને ધાર્મિક દ્રષ્ટિએ પીળો રંગ ભગવાન વિષ્ણુને સંબોધિત કરે છે. સનાતન ધર્મમાં પૂજા-પાઠ અને ધાર્મિક કર્મ માટે પિત્તળના વાસણનો જ ઉપયોગ કરવામાં આવતો હતો.

વેદોંના ખંડ આયુર્વેદમાં પિત્તળના પાત્રોને ભગવાન ધન્વંતરીને વધુ પ્રિય માનવામાં આવ્યા છે. શાસ્ત્ર મહાભારતમાં વર્ણિત એક વૃતાંત મુજબ સૂર્યદેવે દ્રૌપદીને પિત્તળનું અક્ષય પાત્ર વરદાન સ્વરૂપ આપ્યું હતું, જેની વિશેષતા હતી કે જ્યાં સુધી દ્રૌપદી કેટલા પણ લોકોને ભોજન કરાવી દે, ખાવાનું ખૂટતું ન હતું.

પિત્તળનું જ્યોતિષીય મહત્વ : પિત્તળના વાસણોનું મહત્વ જ્યોતિષમાં પણ બતાવવામાં આવ્યું છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ સુવર્ણ અને પિત્તળ જેવો જ પીળો રંગ ગુરુદેવ બૃહસ્પતીને સંબોધિત કરે છે અને જ્યોતિષીય સિદ્ધાંત મુજબ પિત્તળ દેવગુરુ બૃહસ્પતીના આધીપત્ય હોય છે. બૃહસ્પતી ગ્રહની શાંતિ માટે પિત્તળનો ઉપયોગ કરવામાં આવે છે. ગ્રહ શાંતિ અને જ્યોતિષ અનુષ્ઠાનોમાં દાન માટે પણ પિત્તળના વાસણ આપવામાં આવે છે.

પિત્તળનું વૈજ્ઞાનિક મહત્વ : પિત્તળના વાસણ ઘરમાં રાખવા શુભ માનવામાં આવે છે. આરોગ્યની દ્રષ્ટિએ પિત્તળના વાસણમાં બનેલું ભોજન સ્વાદિષ્ટ તૃષ્ટિ-પ્રદાતા હોય છે અને તેનાથી આરોગ્ય અને શરીરને તેજ પ્રાપ્ત થાય છે. પિત્તળના વાસણ જલ્દી ગરમ થાય છે, જેથી ગેસ અને બીજી ઉર્જાની બચત થાય છે.

પિત્તળના વાસણ બીજા વાસણોથી વધુ મજબુત અને જલ્દી ન તુટવા વાળી ધાતુ છે. પિત્તળના કળશમાં રાખવામાં આવેલું જળ વધુ પ્રમાણમાં ઉર્જા પૂરી પાડવામાં સહાયક હોય છે. પિત્તળનો ઉપયોગ થાળી, વાટકા, ગ્લાસ, લોટા, ગાગર, હાંડો, દેવતાઓની મૂર્તિઓ અને સિંહાસન, ઘંટડી, અનેક પ્રકારના વાદ્યયંત્ર, તાળા, પાણીની ટાંકીઓ, મકાનોમાં લગાવેલી વસ્તુ અને ગરીબો માટે ઘરેણા બનાવવામાં થાય છે.

આ માહિતી એશિયનનેટ ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.