ઘરમાં વંદા નું આવવા જવાનું થશે હવે બંધ ક્લિક કરી ને જાણો આ કેમિકલ વિના ની ખુબ સિમ્પલ રીત

ઘરમાં વંદા એટલે બીમારીઓ ને આમંત્રણ અને જો વંદા એ તમારા રસોડામાં ઘર બનાવી લીધું તો સમજો ખુબ જ વહેલા ઘરના કોઈને કોઈ સભ્ય બીમાર પડવા લાગશે. ખાસ કરીને ઘરમાં વંદા હોવાનો અર્થ તે છે કે ઘરમાં સાફસૂફી ની વ્યવસ્થા બરોબર નથી. કારણ એ છે કે વંદા ને રહેવા માટે ગંદકી જરૂરી છે. આપણે ઘણી વખત ઉપરથી આપણું ઘર સાફ કરી લઈએ છીએ પણ ઘરના નુક એન્ડ કોર્નર એટલે રસોડા અને ઘરના બીજા રૂમ ના ખાનામાં અને સ્ટોર રૂમમાં જરૂરી સફાઈ નથી કરતા. પરિણામ એ આવે છે કે ઘરમાં વંદા ઉત્પન થઇ આવે છે.

વંદા ને જોઇને સુગ અને જુદા જ પ્રકારની ગભરાહટ થવું પણ એક બીજી બાજુ છે જેને કારણે ઘરમાં વંદા મુક્ત રાખવા માટે ઘણા લોકો કોઈ ઉપાય શોધતા રહે છે. ઘરમાં ગંદકી, પાણીના નિકાલની પદ્ધતિ માં ખામી અને તેનાથી ફેલાતી ગંદકી થી ઘરમાં નાના નાના જીવાણું ઉત્પન થાય છે. તેને ભગાડવા માટે સ્પ્રે ઉપરાંત થોડા ઘરગથ્થું ઉપાય પણ કરી શકાય છે.

એક વખત તમારા ઘરમાં વંદા ઉત્પન થઇ ગયા તો સમજો એટલા ખરાબ પરિણામ ભોગવવા પડશે જે સરળ નથી. તમારા ઘરમાં બનતા ખાદ્ય પદાર્થો ઉપરાંત કચરાપેટી માં ફેંકવામાં આવેલા કચરા સુધી પણ વંદા ઉછરે છે. ઘણા એવા ઘરગથ્થું નુસખા છે જે વંદા ની સમસ્યા ને ચપટી વગાડતા જ ઉકેલી નાખશે. આમ તો ઘર ખાસ કરીને રસોડામાં સફાઈ, પાણી નિકાલ ઠીક રાખવી અને કચરાપેટી માં વધુ કચરો ભેગો થવા ન દેવો થોડી આવી સાવચેતી છે જે અપનાવીને આપણે વંદા થી છુટકારો મેળવી શકીએ છીએ.

આજે આ આર્ટીકલ માં અમે તમને COCKROACHES ની સમસ્યા ને મૂળ માંથી દુર કરનારા ઘરગથ્થું નુસખા જણાવીશું. આ નુસખા થી તમારા ઘરમાં રહેતા વંદા મરી જશે અને તમને indirectly બીમારીઓથી છુટકારો મળી જશે.

તો આવો જાણીએ આ નુસખા વિષે.

સામગ્રી :

* 1 ડુંગળી

* 1 ચમચી (tsp) બેકિંગ સોડા

રીત/ ઉપયોગ :

* ડુંગળી ને કાપી લો.

* હવે ડુંગળી ઉપર બેકિંગ સોડા નાખી દો.

* આ મિશ્રણ ને ઘરની તે જગ્યાએ રાખો જે જગ્યાએ વંદા વધુ જોવા મળે છે.

* થોડા દિવસો સતત આ નુસખાનો ઉપયોગ કરો., નવાઈ લાગે તેવા પરિણામ મળશે.

બીજો ઉપાય : ખાલી કોલીન સ્પ્રે ની બોટલમાં ન્હાવાના સાબુનું પાણી ભરી લો. વંદા દેખાય તો તેની ઉપર છાંટી દો. સાબુનું આ સોલ્યુસન વંદાને મારી નાખે છે. રાતના સમયે સુતા પહેલા વોશ બેશન વગેરે પાઈપો પાસે પણ સાબુનું ધોળ નું સારા પ્રમાણમાં સ્પ્રે કરી દેવું જોઈએ આવું કરવાથી વંદા નાલી દ્વારા ઘરમાં અંદર નહી આવી શકે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય,તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી બાબતો તમારા માટે લાવતા રહીશું.


Posted

in

, ,

by