વેજ્ઞાનિકોએ વાંદરાને બીમાર કરવા માટેના પ્રયોગમાં ૧૫ વર્ષ લગાવી દીધા પણ વાંદરો બીમાર ન પડ્યો

કહેવામાં થોડું વિચિત્ર છે પણ આ સત્ય છે કે કોઈપણ ચકલીને ડાયાબીટીસ નથી થતો, કોઇપણ વાંદરાને હાર્ટએટેક નથી આવતો, આપણે બધા જાણીએ છીએ કે વાંદરા અને માણસના શરીરની રચના એક છે માત્ર પૂંછડીનો ફર્ક છે બાકી બધું એક સરખું છે લીવર, કીડની, હ્રદય બધું થોડું એક સમાન છે. પણ વાંદરો ક્યારેય પણ બીમાર નથી થતો પણ બીજી તરફ મનુષ્ય રોગોથી ઘેરાયેલ રહે છે.

આ વાતનું રહસ્ય જાણવા માટે રાજીવભાઈ ના એક મિત્ર છે જે મેડીકલ સાયન્સના વિભાગ સાથે જોડાયેલ છે અને વેજ્ઞાનિક છે. તેમણે ૧૫-૧૬ વર્ષના વાંદરા ઉપર પ્રયોગ કર્યો છે કેમ કે તેમણે ક્યાંક સાંભળ્યું હતું કે “વાંદરા ક્યારેય પણ બીમાર નથી થતા” અને જો બીમાર થઇ ગયા તો ચોક્કસ મરશે, જીવતો નહી રહે. તેમણે એક પ્રયોગ કર્યો કે વાંદરાને બીમાર પાડો.

વાંદરાને બીમાર પાડવા માટે તેમણે ક્યારેક ઇન્જેક્શન દ્વારા ક્યારેક કોઈ બીજા દ્વારા જાત જાતના વાયરસ અને બેક્ટેરિયા વાંદરાને આપવાના શરુ કર્યા. હવે તો તેઓ કહે છે કે હું ૧૫ વર્ષના આ પ્રયોગમાં નિષ્ફળ રહ્યો પણ વાંદરો બીમાર ન પડ્યો. વાંદરાને કાઈ જ નથી થઇ શકતું. તેમણે ખુબ પ્રયત્ન કર્યા કે વાંદરાનું કોલેસ્ટ્રોલ વધારી દેવામાં આવે પણ વધતું જ નથી. કેમ કે વાંદરાનું લોહી RH ફેક્ટર ખુબ ઉત્તમ હોય છે. તમને એક મહત્વની જાણકારી આપું છું કે જયારે તમે ડોક્ટર પાસે લોહીનો ટેસ્ટ કરાવો છો તો ડોક્ટર તમારા લોહીના RH ફેક્ટર ને વાંદરાના લોહીના RH ફેક્ટર સાથે સરખાવે છે. તેઓ એ વાત જણાવતા નથી, તે એક વાત જુદી છે. અને તેના RH ફેક્ટર ઉત્તમ હોવાનું કારણ એ છે કે તે સવારે પેટ ભરીને ખાય છે. એ કારણ છે કે બ્લડપ્રેશર ક્યારેય વધતું નથી, મોટાપો આવતો નથી, કોલેસ્ટ્રોલ વધતું નથી, ડાયાબીટીસ નથી હોતું.

માણસ સવાર સવારમાં ભરપેટ નથી ખાઈ શકતો. પછી તે વેજ્ઞાનિકે પોતાના થોડા દર્દીઓને સવારે ભરપેટ ખાવાનું કહ્યું જેઓએ સવારે પેટ ભરીને ખાવાનું શરુ કર્યું. કોઈનું બ્લડપ્રેશર ઓછું થઇ ગયું, કોઈનું કોલેસ્ટ્રોલ ઓછું થઇ ગયું, કોઈના ગોઠણનો દુખાવો ઓછો થઇ ગયો, કોઈનો કમરનો દુખાવો ઓછો થઇ ગયો, કોઈના પેટની બળતરા થવાનું બંધ થઇ ગયું, ઊંઘ સારી આવવાની શરુ થઇ ગઈ. ત્યારથી તે પોતાના તમામ રોગીઓ અને બીજા લોકો ને ભારપૂર્વક આ વાત કહે છે કે સવારનું ભોજન ભરપેટ ખાવ.

આ વાત વગભટ્ટજી સાડા ત્રણ હજાર વર્ષ પહેલા જણાવીને જતા રહ્યા કે સવારે ખાવાનું પેટ ભરીને ખાવ તો ખુબ સારું આ વાત આજે વેજ્ઞાનિક પોતાના દર્દીઓને કહી રહયા છે. સવારનું ભોજન કરવાનો યોગ્ય સમય સુરજ નીકળવાના અડધો કલાકની અંદર હોય છે. જેમ કે ૬ વાગ્યે સુરજ નીકળે તો ૮ વાગીને ૩૦ મિનીટ સુધીમાં ખાવાનું ખાઈ લો. કેમ કે તે સમય પેટની જઠરાગ્નિ સળગે છે. આપના શરીરના દરેક અંગનો એક ચોક્કસ સમય હોય છે જયારે તે સૌથી વધુ કામ કરે છે. જેમ કે આપનું હ્રદય રાત્રે ૨ થી ૫ વાગ્યાની વચ્ચે સૌથી વધુ કામ કરે છે. તેથી જેટલા પણ હાર્ટએટેક આવે છે, તેમાંથી ૯૦-૯૫% તે સમયની વચ્ચે આવે છે.

પણ યુરોપના લોકો માટે સવારે ભરપેટ ખાવું સારું નથી કેમ કે ત્યાં ની આબોહવા એવી જ છે અને ક્યારેક ક્યારેક સૂર્ય નીકળે છે મોટાભાગે ઠંડી રહે છે અને આપણે તેની નકલ કરી રહ્યા છીએ અને બીમાર થઇ રહ્યા છીએ. તેની નકલ છોડીએ અને ભારત મુજબ સવારે ભોજન ભારે લઈએ જેનાથી તે આખો દિવસ પચાવી શકે. બપોરે સવાર કરતા થોડું ઓછું અને રાત્રે સવારના ભોજન નો ત્રીજો ભાગ લો. જેમ કે સવારે ૬ રોટલી, બપોરે ૪ અને રાત્રે ૨.