વંદે ભારત ટ્રેને રેલવેને એક વર્ષમાં આટલા કરોડ રૂપિયાની કમાણી કરાવી, જાણો વધુ વિગત

વંદે ભારતના સફળ સંચાલનનું એક વર્ષ પૂરું થવા ઉપર અલ્હાબાદ જંકશન ઉપર કાર્યક્રમ થયો. તેમાં એનસીઆરના જીએમે પ્રવાસીઓનું સ્વાગત કર્યું. આ ટ્રેને રેલ્વેને નફો કરાવ્યો.

તમને એ વાત તો ખબર હશે કે, વંદે ભારત એક્સપ્રેસ નવી દિલ્હીથી વારાણસી વચ્ચે ચાલવા વાળી દેશની પહેલી સેમી હાઈ સ્પીડ ટ્રેન છે. પણ કદાચ એ વાત વિષે તમે નહિ જાણતા હો, કે આ વંદે ભારત એક્સપ્રેસના સંચાલનનું એક વર્ષ પુરૂ થઇ ગયું છે. વંદે ભારત એક્સપ્રેસમાં પ્રવાસીઓએ જ્યાં આધુનિક સુવિધાઓનો લાભ લીધો, ત્યાં રેલ્વેએ ૯૨ કરોડ ૩૦ લાખ રૂપિયાની કમાણી કરી લીધી છે.

ઇલાહાબાદ જંકશન ઉપર પ્રવાસીનુંઓ થયું સ્વાગત :

ટ્રેનના સફળ સંચાલન માટે ઉત્તર-મધ્ય રેલ્વે (એનસીઆર) અને ઉત્તર રેલ્વે (એનઆર) ના મહાપ્રબંધકે (જનરલ મેનેજર) રેલ્વેના અધિકારીઓ અને કર્મચારીઓને અભીનંદન આપ્યા. સાથે જ તેની પહેલી વર્ષગાંઠ થવા ઉપર ઇલાહાબાદ જંકશન ઉપર પ્લેટફોર્મ નંબર ૬ ઉપર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. તે દરમિયાન આ ટ્રેનમાં પ્રવાસ કરવાવાળા પ્રવાસીઓનું સ્વાગત પણ કરવામાં આવ્યું.

નવી દિલ્હીથી વારાણસી પહોંચવામાં આઠ કલાક જ લાગે છે :

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ૧૫ ફેબ્રુઆરી ૨૦૧૯ ના રોજ નવી દિલ્હીમાં વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી દેખાડીને રવાના કરી હતી. બીજી ગાડીઓ નવી દિલ્હીથી વારાણસી પહોચવામાં લગભગ ૧૨ કલાકનો સમય લે છે, જયારે વંદે ભારત એક્સપ્રેસ ૮ કલાકમાં પહોંચી જાય છે. વંદે ભારત એક માત્ર એવી ટ્રેન છે, જેની ઝડપ ૧૦૪ કી.મી. પ્રતિ કલાક છે.

એક વર્ષમાં વંદે ભારત એકપ્રેસમાં ૬ લાખ ૭૨ હજાર પ્રવાસીઓએ મુસાફરી કરી. અને આ ટ્રેનથી રેલ્વેને ૯૨ કરોડ ૩૦ લાખ રૂપિયાની આવક થઇ. ઇલાહાબાદ જંકશન ઉપર પ્લેટફોર્મ નંબર ૬ ઉપર થયેલા કાર્યક્રમમાં ડીઆરએમ અમિતાભે ટ્રેનની ખાસિયતથી એક વખત ફરી બધાને માહિતગાર કર્યા અને ટ્રેનની કમાણીની માહિતી આપી. તે દરમિયાન મંડળના અધિકારીઓએ ચોકલેટ અને ગુલાબ આપીને પ્રવાસીઓનું સ્વાગત પણ કર્યું.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.