કાઠીયાવાડી સ્વાદ નાં રસિયાઓ ની પ્રિય વણેલા ગાંઠીયા જોતા જ મોમાં પાણી આવી જાય

સમગ્ર કાઠીયાવાડમાં સ્વાદ અને અવનવી વેરાયટીઓ બનાવવામાં અને ઝાટપવા માટે જાણીતું છે. સવાર પડે એટલે ચા – નાસ્તા સાથે ગાઠીયા વગર ન ચાલે.

માત્ર રાજકોટ શહેરની જ વાત કરીએ તો દર રવિવારે સવારે ફરસાણની દુકાનોમાં ગરમા ગરમ ગાઠીયા લેવા માટે ભીડ જોવા મળતી હોય છે

અહીં દરેક શહેરમાં, પ્રાંતમાં, પેટા પ્રાંતમાં ગાંઠિયાનો અલગ તૌર છે ! રાજકોટમાં વણલખ્યો રિવાજ છે કે ફાફડા સવારે ખવાય અને રાત્રે વણેલા ગાંઠિયા જ મળે.

રાત્રે સાડા બાર કે દોઢ વાગ્યે લારી પર ઊભા રહી કહો કે 200 ફાફડા…. એટલે કપાળેથી પરસેવો લૂછતાં અને બીજા હાથે તળેલાં મરચાં પર મીઠું છાંટતાં છાંટતાં ભાઈ કહે : ‘પંદર મિનિટ થાહે બોસ, વણેલા જોઈએ તો તૈયાર છે !’ રાત્રે સાડા બારે ? હા, સૌરાષ્ટ્રમાં અને રાજકોટમાં રાત્રે 12.30, 2.30 કે સવારે 4.00 વાગે પણ વણેલા ગાંઠિયા મળી શકે !

સામગ્રી :

૧ વાટકો ચણા નો લોટ (એપ્પલ અથવા ગુલાબ બ્રાન્ડ)

૧ ટી સ્પૂન અજમા

૧/૨ ટી સ્પૂન નમક

૧ ટી સ્પૂન મરી નો પાવડર

૧/૨ ટી સ્પૂન ટાટા ના સોડા

૧/૨ ટી સ્પૂન હિંગ

લોટ તૈયાર કરવા માટે અને તળવા માટે કોઈ પણ ખાદ્ય તેલ જરૂરિયાત મુજબ

બનાવવાની રીત :

રીત: સૌપ્રથમ ચણાનો લોટ લઇ તેમાં એક ચમચો તેલ નાખી બરાબર મિક્સ કરવું. ત્યારબાદ અજમો, મીઠું, ખાવાનો સોડા, હિંગ ને ચપટી મરી પાઉડર નાખી બરાબર ફરી મિક્સ કરવું.

થોડું પાણી નાખી લોટ બાંધી લેવો. લોટ બહુ નરમ કે કઠણ ન બની જાય તેની કાળજી રાખવી.

પછી લોટને ૧૫ મિનિટ માટે ઢાંકીને રાખવો. નરમ થઈ ગયેલા આ લોટને સપાટ પાટલા પર હળવા હાથે આંકા પડે એ રીતે ગાંઠિયા વણી લેવા. ત્યારબાદ ધીમા તાપે ગેસ પર તળી લેવા.

ગાંઠિયા લાલ ન થઈ જાય તેની ખાસ કાળજી રાખવી. હિંગ તેમજ મરી પાઉડર છાંટી ગરમાગરમ સર્વ કરવા.

નીચે ગુજરાતી વિડીયો માં શીખો વણેલા ગાંઠિયા બનાવવા ની રીત

વિડીયો  – ૧ 

 

વિડીયો – ૨ 

વિડીયો – ૩