ઉનાળામાં શરીરને ઠંડક પહોંચાડશે ઘરે બનાવેલી ‘વેનીલા લસ્સી’, જાણો કેવી રીતે બનાવવી.

ગરમીને દૂર ભગાડવા અને મોં નો સ્વાદ વધારવા ઘરે જ બનાવો ક્રીમી વેનીલા લસ્સી, શીખો તેની સરળ રેસિપી.

જો તમે કોઈ એવું સમર ડ્રીંક શોધી રહ્યા છો, જે આ ગરમીની ઋતુને વધારે રિફ્રેશિંગ બનાવી દે, તો તમારે એકવાર વેનીલા લસ્સી જરૂર ટ્રાય કરવી જોઈએ. બજારમાં કોઈ સારા ફૂડ આઉટલેટમાં તમને આ લસ્સી સરળતાથી મળી જશે. પણ તમે ઈચ્છો તો તેને ઘરે જ સરળતાથી બનાવી શકો છો.

તમને જણાવી દઈએ કે, આ લસ્સી સાધારણ લસ્સી કરતા ઘણા અલગ સ્વાદની હોય છે અને તમારા ઘરના સભ્યોને પણ તે પસંદ આવશે. મજાની વાત તો એ છે કે આ લસ્સી બનાવવી ખુબ સરળ છે.

જો તમે આ સમર સીઝનમાં કઈંક નવું ટ્રાય કરવા માંગો છો, તો એકવાર વેનીલા લસ્સી જરૂર ટ્રાય કરો. આજે અમે તમને આ લસ્સી બનાવવાના સરળ સ્ટેપ્સ જણાવીશું.

વેનીલા લસ્સી રેસિપી કાર્ડ :

કુલ સમય : 15 min

તૈયારી માટે સમય : 5 min

બનાવવા માટે સમય : 10 min

સર્વિંગ : 2

કુકીંગ લેવલ : મીડીયમ

કોર્સ : બેવરેજીસ

કેલરી : 250

પ્રકાર : ભારતીય

જરૂરી સામગ્રી :

1 કપ દહીં

1/2 કપ ઠંડુ પાણી

1/2 નાની ચમચી આદુનો પાવડર

3/4 નાની ચમચી વેનીલા એક્સટ્રેક્ટ

1/4 કપ ખાંડ

1 મોટી ચમચી ગુલાબના પાંદડા

બનાવવાની રીત :

વેનીલા લસ્સી બનાવવા માટે સૌથી પહેલા દહીંને બ્લેન્ડરની મદદથી બ્લેન્ડ કરી લો. દહીં તાજું હોય તો લસ્સીનો સ્વાદ વધારે સારો લાગશે.

હવે બ્લેન્ડ કરેલા દહીંમાં ખાંડ, ઠંડુ પાણી અને વેનીલા એક્સટ્રેક્ટ નાખો. આ મિશ્રણને 30 સેકન્ડ સુધી સારી રીતે બ્લેન્ડ કરો.

હવે આ મિશ્રણમાં આદુનો પાવડર નાખો અને ફરીથી તેને 30 સેકન્ડ માટે બ્લેન્ડ કરો. તમને જણાવી દઈએ કે, આ લસ્સીને જેટલી સારી રીતે બ્લેન્ડ કરશો લસ્સી એટલી જ સારી બનશે.

હવે તમે લસ્સીને ગ્લાસમાં કાઢો. તેમાં બરફ અને ગુલાબના પાંદડા નાખો.

આ રીતે કરો લસ્સીને ગાર્નિશ :

જો તમારે લસ્સીને વધારે ટેસ્ટી બનાવવી છે તો તમે તેમાં ઝીણા સમારેલા સૂકા મેવા નાખી શકો છો.

તેના સિવાય તમે ઈચ્છો તો વેનીલા આઈસ્ક્રીમનું એક સ્કૂપ પણ લસ્સીમાં નાખી શકો છો, તેનાથી લસ્સીનો સ્વાદ વધારે સારો થઈ જશે.

આ માહિતી હરજિંદગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.