વાંકડિયા વાળ હોય તો આ નુસખો કરી દેશે બિલકુલ સીધા અને સુંવાળા (Straight Silky and Strong) !!

વાળ સીધા કરવાના ઉપાય અને ઘરગથ્થું રીત : ચમકદાર, સુંવાળા અને સીધા વાળ સૌને ગમે છે. વાળ સીધા કરવા માટે લોકો બ્યુટી પાર્લર જઈને ઘણા બધા પૈસા ખર્ચે છે તો અમુક લોકો વાળ સીધા કરવાની ક્રીમ નો ઉપયોગ કરે છે. થોડા સમય માટે તો આ બધાથી વાળ સીધા અને સુંદર લાગે છે પણ થોડા સમય પછી ફરી વખત પહેલા જેવા જોવા મળે છે. આજે અમે વાળને સીધા કરવાના ઘરગથ્થું નુસખા અને કુદરતી રીતો જણાવી રહ્યા છીએ, જેનાથી વાળ સુંવાળા અને લાંબા થાય છે અને વાળ ઉપર આડ અસર પણ થતી નથી. આવો જાણીએ.

અમુક છોકરા અને છોકરીઓ એવા પણ હોય છે જે પોતાના ઘૂઘરાલા વાળ (Curly Hairs) થી ખુબ જ ચિંતિત છે, કર્લી હેયર્સ ને સ્ટ્રેટ કરવા માટે આ નુસખો ઘણો ઉપયોગી છે.

વાળ સીધા કરવાની ટીપ્સ

(૧) ભીના વાળ સૂકવવા માટે હેયર ડ્રાયરનો ઉપયોગ ન કરવો, જેટલું બની શકે એટલું કુદરતી રીતે જ વાળને સુકાવા દો.

(૨) વાળને સીધા કરવાના ઉપાયમાં હેયર જેલ, cream કે કોઈ બીજા કેમિકલ વાળા બ્યુટી પ્રોડક્ટનો ઉપયોગ ન કરવો, તેના ઉપયોગથી વાળને નુકશાન થાય છે.

(૩) આઈરન કે કોઈ બીજા મશીનથી વાળ સીધા કરવાથી તે સુકા અને નિર્જીવ થવા લાગે છે અને વાળ ખરવા જેવી તકલીફ પણ થઇ શકે છે. તેથી જેટલું બની શકે એટલા સાધનોના ઉપયોગથી દુર રહો.

(૪) લીલી કોથમીર મિક્સરમાં વાટી લો અને નીચોવીને તેનો રસ જુદો કરીને રાખી દો. કોથમીરના રસને વાળ ઉપર લગાવવાથી વાળ સીધા થવા લાગશે. આ ઘરે જ બનાવવા થી સફેદ વાળ કાળા કરવામાં મદદ મળે છે.

(૫) મુલતાની માટી, ચોખાનો લોટ, અને દહીં બધું ભેળવીને પેસ્ટ બનાવીને વાળ ઉપર લગાવો. આ પેસ્ટ લગાવવાના એક કલાક પછી વાળ માથું ધોઈ લો. આ ઉપાયને અઠવાડિયામાં એક વખત કરો.

(૬) વાળ સીધા કેવી રીતે કરવામાં કુવારપાઠું જેલ પણ ફાયદાકારક છે. કોઈપણ હેર ઓઈલ લો અને તેમાં સરખા ભાગે કુવારપાઠું જેલ ભેળવીને તેને હળવું ગરમ કરીને પછી વાળ ઉપર લગાવો. આ નુસખો વાળ ઉપર એક કન્ડિશનર જેવું કામ કરે છે.

(૭) બે ચમચી મધ, ઓલીવ ઓઈલ, ૨ પાક્કા કેળા અને દહીં લો અને તેને સારી રીતે ભેળવીને પેસ્ટ તૈયાર કરો અને વાળ ઉપર લગાવો પછી ૧/૨ કલાક પછી વાળ ધોઈ લો. આ નુસખા થી વાળ સીધા કરવા સાથે સુંવાળા અને સિલ્કી પણ થાય છે.

(૮) રોજ રાત્રે સુતા પહેલા વાળ થોડા ભીના કરો અને ૨ ચોટી બનાવો. સતત થોડા દિવસ આમ કરવાથી વાળ સીધા થવા લાગશે.

(૯) વાળને સીધા કરવા માટે પાણી સ્પ્રે કરવાની બોટલ લો અને તેમાં દૂધ અને પાણી સરખા ભાગે નાખો અને વાળ ઉપર સ્પ્રે કરો અને ઉપર દાંતિયો ફેરવી દો. એક વાર વાળ સુકાયા પછી તમે ફરી વખત આ ક્રિયા કરો અને ૧/૨ કલાક પછી વાળ ધોઈ લો.

(૧૦) નારીયેલનું દૂધ લો અને તેમાં થોડો લીંબુનો રસ ભેળવીને પોતાના વાળ ઉપર લગાવો પછી ૧૦ થી ૧૫ મિનીટ પછી વાળ ધોઈ લો. આ ઉપાય કરવાથી વાળ કુદરતી રીતે જ મજબુત થાય છે.

ઘુઘરાલા વાળને સીધા કેવી રીતે કરવા –

* વાળને હળવા ગરમ તેલથી મસાજ કરવાથી વાળને પોષણ મળે છે અને વાળ સુંવાળા થાય છે. તેલની ગરમીથી curly straight કરવામાં મદદ મળે છે.

* તમારા વાળ જો ઘુઘરાલા છે તો તેને સીધા કરવા માટે તમે ચા નું પાણીથી વાળને કન્ડિશનર કરો.

વાળ સીધા કરનારા સાધનો

જો તમે લગ્ન કે કોઈ પ્રોગ્રામ માં જાવ છો અને વાળને જલ્દી સીધા કરવા માગો છો તો ઘર ઉપર જ વાળ સીધા કરવાનું મશીન (હેયર સ્ટ્રાઇટેનેર) નો ઉપયોગ કરી શકો છો. તેના માટે તમે નીચે લખેલ ટીપ્સ વાચો.

* વાળ સીધા કરવાની ટીપ્સ : પહેલા વાળ ધોઈને સુકવી લો અને પ્રયત્ન કરો કે તમે વાળને કુદરતી રીતે જ સુકાવા દો. તમે જો ઉતાવળમાં છો તો હેયર ડ્રાયર નો ઉપયોગ કરી શકો છો.

* વાળ સીધા કરવા માટે હવે તમારા વાળને ૩ ભાગમાં વહેચો અને અંગુઠાથી ત્રણે ભાગને કલીપ થી બાંધી લો. જો વાળ વધુ ઘાટા હોય તો ૩ થી વધુ ભાગ પણ કરી શકો છો.

* ઘરે જ વાળ સીધા કરવા માટે એવું હેયર સ્ટ્રાઇટેનેર લો જેમાં ટ્રેમ્પરેચર સેટ કરવાના વિકલ્પ રહેલ હોય જેથી તમે તમારા વાળ મુજબ ટ્રેમ્પરેચર કન્ટ્રોલ કરી શકો. વાળને વધુ હિટ થી દુર રાખવા માટે તમે હિટ પ્રોટેક્શન સ્પ્રેનો પણ ઉપયોગ કરી શકો છો.

વાળ સીધા કરવા માટે તમે વાળના મૂળથી એક ઇંચ દુરથી શરુ કરો. તેનાથી તમને વાળ ઘાટા દેખાવા લાગશે. હવે વાળની સ્ટ્રાઈટેનિંગ કરવા માટે તેને હાથથી પકડો અને sraightening મશીન થી વાળને ઉપથી નીચે તરફ લાવો.

વાળ સીધા થયા પછી છેલ્લે ફીનીશીંગ પણ આપો, તેના માટે હેયર સ્પ્રે ઉપયોગ કરો. આમ કરવાથી વાળ સુંદર અને ચમકદાર લાગશે.