વરીયાળી આખા સંસારમાં ખુબ જ વધુ વપરાતો મસાલો છે .પોતાનો અનેરો સ્વાદ ને મનભાવક સુગંધને લીધે તે ખાસ પ્રસંગો ઉપર બનાવવામાં આવતા વ્યંજનોનો ભાગ જરૂર બને. જમ્યા પછી વરીયાળીનો ઉપયોગ એક ઉત્તમ માઉથફ્રેશનર તરીકે કરવામાં આવે છે. (આ ડીસ્કવરી નાં એક પ્રોગ્રામ માં પણ સાબિત કરી ને દર્શાવાયું છે) રજુ કરવામાં આવેલ લેખમાં રજુ કરેલ આયુર્વેદિક દવાખાનું, મેરઠના સહકારથી અમે તમને જણાવી રહ્યા છીએ કે આ નાનકડી એવી વરીયાળીથી આપણ ને કેટલા મોટા મોટા ફાયદા થાય છે. સારી જાણકારી છે, પાચ મિનીટ નો સમય કાઢીને જરૂર વાંચશો.
વરીયાળી છે કબજિયાત નો સારો ઈલાજ :
કબજીયાતના દર્દીઓ ને મોટી તકલીફ રહે છે કે વારંવાર જવા છતાં પણ પેટ ખુલાસાબંધ સાફ નથી થતું. વધુ બળ કરવામાં આવે તો ગુદામાં બળતરા જેવી તકલીફ થાય છે. આ તકલીફનું સમાધાન રહેલું છે આ નાની એવી વરીયાળીમાં. બજારમાંથી અડધો કિલો ગુલકંદ લાવીને તેમાં ૨૦૦ ગ્રામ વરીયાળીને ખુબ સારી રીતે ભેળવીને રાખી મુકો. રોજ બે વખત ૩૦-૩૦ ગ્રામ ની માત્રામાં સેવન કરવું અને ત્યાર પછી ગરમ પાણી પીવાથી અઠવાડિયામાં જ શોચ ખુલાસા બંધ થવા લાગશે. આ ઘણા દર્દીઓ ઉપર અજમાવેલો પ્રયોગ છે.
વરીયાળીથી મળે છે પેટના અફરા માં રાહત :
થોડો પણ હલકો કે ભારે ખોરાક ખાવાથી જે રોગી ઓને તરત પેટ ફૂલવા અને આફરો આવવાથી તકલીફ થઇ જાય છે તેમણે માટે આ લીલા બીજ કોઈ વરદાન થી ઓછું ન કહેવાય. આવી જાતના દર્દી ૨૦ ગ્રામ વરીયાળી લઈને ૨૦૦ મિલીલીટર પાણી સાથે પકાવો. જયારે પાકતા પાકતા અડધું પાણી વધે તો તેને ઊતરીને ગાળીને પીવું. આ પ્રયોગ રોજ દિવસમાં ત્રણ વખત કરવાથી પેટમાં થતી આફરાની તકલીફ દુર થઇ જાય છે.
વરીયાળી ના પ્રયોગથી મળે છે ઝાડા માં રાહત
૧૦૦ ગ્રામ વરીયાળી લઈને તેને હળવી શેકી લો અને ચૂર્ણ બનાવીને તેને સારી રીતે વાટીને મધ ભેળવીને મૂકી દો. આ સ્વાદિષ્ઠ ચૂર્ણનું સેવન તાજી છાશ સાથે કરવાથી ઝાળા ના રોગીને આરામ મળે છે. ધ્યાન રાખશો કે જો બપોર પછી છાશ પી રહ્યા છો તો ૫૦-૧૦૦ મિલીલીટર જ પીવી જોઈએ. સાંજે ચાર વાગ્યા પછી તો છાસ નું સેવન તો બિલકુલ ન કરવું જોઈએ.
વરીયાળી ના સેવન થી દુર થાય છે માથાનો દુઃખાવો :
વરીયાળીને કરકરી વાટીને ૧૦ ગ્રામ લઈને તેનો અડધો લીટર પાણીમાં ઉકાળો. જયારે પાણી ચોથા ભાગનું બાકી રહે તો તેને ઠંડુ કરીને પી લેશો. આ ઉકાળો માથાના દુખાવામાં રાહત કરી દે છે.
વરીયાળી છે ગુણકારી આંખની તકલીફોમાં :
૧૨૫ ગ્રામ વરીયાળી લઈને ઝીણી વાટી લો અને એક લીટર પાણી સાથે તાંબાના વાસણમાં હલાવીને મૂકી દો. સવારે આ પાણીને ધીમા તાપ ઉપર તાંબાના વાસણમાં જ ઉકાળવા માટે મૂકીને હલાવતા રહો જેથી નીચે ચોટી ન જાય. જયારે પાકતા પાકતા ખુબ જ ઘાટું થઇ જાય તો એક બાટલીમાં ભરી લઈને સંભાળીને મૂકી દેવું. આ આંખો માટે આંજણ નું કામ કરે છે. રોજ રાત્રે સુતી વખતે આંજણની જેમ લગાવીને સુવાથી આંખની તકલીફોમાં ખુબ જ લાભ થાય છે.
વરીયાળી છે લાભદાયક મોઢું આવવામાં :
મોઢું આવવું એટલે કે જીભ ઉપર છાલા થઇ જવા અને આખા મોઢાનો ભાગ પાકી જવો ખુબ જ કષ્ટદાયક રોગ છે. આ સ્થિતિ માં પણ વરીયાળી ફાયદાકારક માનવામાં આવે છે. ૧૦ ગ્રામ વરીયાળી, ૧૦ ગ્રામ ફટકડી ને ૨૦૦ મિલીલીટર પાણી સાથે ઉકાળી ને એ પાણીને ઠંડુ કરી લો અને કોગળા કરો. આ કોગળા રોજ બે કે ત્રણ વખત કરવાથી મોઢું આવવાની તકલીફ માં ઝડપથી આરામ થઇ જાય છે.
વરીયાળી ખુબ જ ગુણકારી છે ગળું બેસી જાય ત્યારે :
ગળું બેસી જવું તેને સ્વર ભંગ થવું પણ કહે છે તે તકલીફમાં વરીયાળી ખુબ જ લાભદાયી છે. ગળું બેસી જવાની સમસ્યા જો થઇ જાય તો વાટેલી વરીયાળી ને મધ સાથે ચૂસવાથી ગળું ખુલી જાય છે અને અવાજ પણ ચોખ્ખો નીકળવા લાગે છે.
વરીયાળીથી મળે છે આરામ મુત્ર ની તકલીફમાં
પેશાબમાં બળતરા થવી કે પછી અટકી અટકી ને પેશાબ આવવો આ બે મુખ્ય રોગો છે જે સામાન્ય રીતે દરેકને થતા જ હોય છે.આ તકલીફ માં વરીયાળી થી ખુબ સારો લાભ થાય છે. ૨૦ ગ્રામ વરીયાળીનો ઉકાળો બનાવો ને તેમાં ૧ ગ્રામ ખાવાના સોડા ભેળવીને રોજ બે કે વધુ ત્રણ વખત સેવન કરવાથી પેશાબની જૂની બળતરામાં પણ આરામ થવા લાગે છે.
વરીયાળીથી ફાયદો મળે છે ખીલ ફોડકીઓ માં પણ :
ઉનાળાની ઋતુ માં થઇ જતા ફોડકી અને ખીલ માં પણ વરીયાળી આરામ આપે છે. વરીયાળીના તેલથી ફોડકા અને ખીલ ઉપર માલીશ કરવાથી તેમાં સારું થઇ જાય છે અને ચામડી ઉપર નિશાન પણ નથી રહેતા. આ તેલ તમને તમારી આજુ બાજુ કોઈ પણ જડ્ડી બુટ્ટીની અથવા આયુર્વેદ દવા ની દુકાને સરળતથી મળી જશે.
વરીયાળી ખાવાથી રહે છે મોઢું સાફ :
તાવડી ઉપર શેકેલી વરીયાળીને બે ચપટી સિંધાલુ મીઠું સાથે ભેળવીને મોઢામાં નાખીને ધીરે ધીરે ચાવવાથી અને તેની લાળને મોઢામાં હલાવીને થુંકી નાખવાથી મોઢાની અંદરની બધો બગાડ નીકળી જાય છે અને મોઢું સાફ થઇ જાય છે. આ પ્રયોગ કરવાથી મોઢામાંથી આવતી દુર્ગંધ પણ દુર થઇ જાય છે અને શ્વાસમાં તાઝગી આવી જાય છે.
વરીયાળીથી થનારા સ્વાસ્થ્ય લાભો ની જાણકારી વાળા આ લેખમાં આપવામાં આવેલ બધા જ પ્રયોગો અમારી સમજણ મુજબ સંપૂર્ણ નુકશાન રહિત છે. છતાં પણ તમારા આયુર્વેદિક ડોક્ટર ની સલાહ પછી જ તેમને પ્રયોગ કરવાની અમે તમને સલાહ આપીએ છીએ. તમારા ડોક્ટર તમારા શરીર અને રોગ વિષે સૌથી વધુ જાણકાર હોય છે.અનેતેની સલાહ યોગ્ય હોય છે તેનો કોઈ વિકલ્પ નથી. ધ્યાન રાખશો કે ઘરેલું નુસ્ખા કોઈ પણ રોગ નો સંપૂર્ણ સારવારનો વિકલ્પ નથી હોતો. તમારા રોગોની સંપૂર્ણ આયુર્વેદિક સારવાર માટે તમારા આયુર્વેદિક ડોક્ટર સાથે જરૂર ચર્ચા કરો.
પ્રકાશિત આયુર્વેદિક કલીનીક, મેરઠ ના સહકારથી વરીયાળી થી મળતા સ્વાસ્થ્ય ના લાભની જાણકારી વાળા આ લેખ સારો અને ફાયદાકારક લાગ્યો હોય તો લાઇક અને શેયર થી કોઈ જરૂરવાળા સુધી સાચી જાણકારી પહોચી શકે છે અને અમને પણ તમારા માટે આથી પણ સારા લેખ લખવાની પ્રરણા મળે છે.