વરરાજાએ દહેજમાં માંગી લાંબી કાર, કન્યાએ 5 દિવસ પછી શીખવાડ્યો એવો પાઠ, ભૂલ સમજીને રડવા લાગ્યો

સુરજ પોતાની નવી નવેલી દુલ્હન પ્રિયાને લગ્નના બીજા દિવસે સાંજે, એના પરિવાર તરફથી દહેજમાં મળેલી નવી ચમકતી ગાડીમાં સાંજે સુરજ લોંગ ડ્રાઈવ પર લઈને નીકળ્યો! તે ગાડી ખુબ ઝડપથી ભગાવી રહ્યો હતો. પ્રિયાએ તેને એવું કરવાનીના પાડી તો બોલ્યો – અરે જાનેમન! આનંદ માણવા દે. આજ સુધી મિત્રોની ગાડી ચલાવી છે, આજે પોતાની ગાડી છે વર્ષોની તમન્ના પૂરી થઇ!

હું તો ખરીદવાનું વિચારી પણ નહોતો શકતો, તેથી તારા પપ્પા જોડેથી માંગી હતી! પ્રિયા બોલી : અચ્છા, પણ મ્યુઝીક તો ઓછું રહેવા દો…. અવાજ ઓછો કરતા પ્રિયા બોલી. ત્યારે જ અચાનક ગાડીની આગળ એક ભિખારી આવી ગયો. ખુબ જ મુશ્કેલીથી બ્રેક લગાવતા, આખી ગાડી ફેરવતા સુરજે એને બચાવ્યો, ત્યારબાદ તરત તેને ગાળો દઈને બોલ્યો – ઓય મરવા આવ્યો છે કે શું? ભિખારી સાલા, દેશને ખરાબ કરીને રાખ્યો છે તમે લોકોએ.

ત્યાં સુધી પ્રિયા ગાડીમાંથી નીકળીને અને તે ભિખારી સુધી પહોંચે છે. તો જોયું તો બિચારો અપંગ હતો. તેણે માફી માંગતા કહ્યું અને પર્સમાંથી 100 રૂપિયા કાઢીને તેને આપીને બોલી – માફ કરજો કાકા, અમે વાતોમાં પડી ગયા હતા………. ક્યાંય વાગ્યું તો નથી ને? આ લો અમારા લગ્ન થયા છે મીઠાઈ ખાજો અને આશીર્વાદ આપજો.

આટલું કહીને તેણે એમને સાઈડમાં ફૂટપાથ પર લઇ જઈને બેસાડી દીધા. ભિખારી આશીર્વાદ દેવા લાગ્યો, ગાડીમાં પાછી બેસીને પ્રિયાને સુરજ બોલ્યો : તમારા જેવાના કારણે તેમની હિમ્મત વધે છે. ભિખારીને મોં ન લગાવવું જોઈએ. પ્રિયા હસતા હસતા બોલી : સુરજ, ભિખારી તો મજબુર હતો તેથી ભીખ માંગી રહ્યો હતો. નહી તો બધું સરખું હોવા છતાય લોકો ભીખ માંગે છે દહેજ લઈને. જાણો છો છોકરીના ગરીબ માં-બાપ દ્વારા આપવામાં આવતા દહેજમાં એમનું લોહી અને પરસેવો હોય છે, અને લોકો…. તમે પણ તો પપ્પા પાસેથી ગાડી માંગી હતી. તો કોણ ભિખારી થયું?? તે મજબુર અપંગ કે….??

એક બાપ પોતાના કાળજાના ટુકડાને 20 વર્ષો સુધી સંભાળીને રાખે છે. ત્યારબાદ બીજાને દાન કરે છે જેને કન્યાદાન “મહાદાન” સુધી કહેવાય છે. જેથી બીજાનું પરિવાર ચાલી શકે તેનો વંશ વધે અને કોઈની નવી ગૃહસ્થી શરુ થાય. તેના પર દહેજ માંગવું ભીખ નથી તો શું છે, બોલો..? કોણ થયું ભિખારી તે મજબુર કે તમારા જેવા પુરુષ.. સુરજ એકદમ શાંત નીચી નજરો કરીને શરમપૂર્વક બધું સાંભળી રહ્યો હતો કારણ કે…પ્રિયાની વાતોથી પડેલા તમાચાએ તેને જણાવી દીધું કે કોણ છે સાચો ભિખારી. તો મિત્રો દહેજ લેવા વાળા ભિખારી બરાબર જ હોય છે.