“વરરાજાનું કારસ્તાન” છોકરીએ કહ્યું – જો આની સાથે લગ્ન કરીશ, તો આ મારુ જીવન નરક બનાવી દેશે.

સામાજિક જાગૃતતા માટે જયારે કામ થાય છે. તો તાત્કાલિક રીતે તેની અસર નથી જોવા મળતી, અસર જોવા માટે રાહ જોવી પડે છે, ઘણી વખત પેઢીઓ સુધી રાહ જોયા પછી ફેરફાર જોવા મળે છે, આપણા સમાજમાં ચોક્કસ રીતે મહિલાઓ અને છોકરીઓ હવે સશક્ત બની છે, ત્યારે ગામમાં શૌચાલય ન હોવાને કારણે ઘણી વખત કોઈ છોકરીઓ લગ્ન કરવા માટે ના કહી દે છે. તો કોઈ શુદ્ધ ગુજરાતી ન લખી શકવાને કારણે કોઈ વહુ વરરાજાનો અસ્વીકાર કરી દે છે.

એક એવી જ ઘટના સામે આવી છે. જેમાં વહુ એ માંડવામાં વરરાજાની એક હરકત ને કારણે જ લગ્ન કરવાનો અસ્વીકાર કરી દીધો. ખાસ કરી ને વરરાજા ગુટકા ખાતો હતો. તેના ગુટકા ખાવાને કારણે વહુ એ લગ્નનો અસ્વીકાર કરી દીધો. આ વાત વહુને જયારે ખબર પડી તો જાન આવવા થી સહેલી ઓ વરરાજા ની આરતી ઉતારવા પહોચી, વહુ ની સહેલીઓ એ જોયું કે જાનના માંડવામાં આવતા પહેલા વરરાજા એ ગુટકા ખાવાનું શરુ કરી દીધું.

એ વાત ઉપર વહુ ની સહેલીઓ એ વરરાજા ને કહ્યું કે ‘જીજુ’ આજના દિવસ માટે તો ગુટકા ખાવાનું છોડી દો, તે વાતથી વરરાજા નારાજ થઇ ગયો અને ખીજાઈ ને વહુ ની સહેલીઓ ને ઘણું બધું સંભળાવવા લાગ્યો. એ વાત જયારે વહુની સહેલીઓ એ વહુ ને જણાવી તો વહુ એ લગ્ન કરવા ની સ્પષ્ટ ના કહી દીધી અને જાનને વિલા મોએ પાછું ફરવું પડ્યું.

પહેલા વહુના પરિવાર વાળા એ તેને સમજાવવાનો પ્રયાસ કર્યો પરંતુ તે જિદ્દ ઉપર આવી ગઈ, વહુ એ કહ્યું કે આ છોકરો મારા જીવનને નરક બનાવી દેશે, જે જાહેર માં આવું વર્તન કરે છે. તો કાલે દારુ પી ને મારું જીવન નરક પણ બનાવી શકે છે, હું આવા ગુટકાબાજ માણસ સાથે લગ્ન નહિ કરું, વહુ એ કહ્યું કે જયારે બધું જ સામે દેખાઈ રહ્યું છે ત્યારે તે પોતાનું જીવન બરબાદ નહિ કરે.

આ ઘટના બલિયા જીલ્લાના લાલગંજ વિસ્તારની છે, લગ્ન તૂટ્યા પછી જાનૈયાઓ એ વરરાજાને બંદી બનાવી લીધો અને લગ્ન ખર્ચ અને આપવામાં આવેલી વસ્તુ ની માંગણી કરવા લાગ્યા, ત્યાર પછી ધીમે ધીમે એક એક કરી બધા જાનૈયા લગ્ન સ્થળ ઉપર થી જતા રહ્યા રાત્રે વરરાજા પણ તક જોઈ ને ત્યાં થી નીકળી ગયા. બીજા દિવસે સવારે એટલે કે રવિવારે બન્ને પક્ષ પોલીસ સ્ટેશન ગયા. જ્યાં તેમણે સમજાવી ને એક બીજાની વસ્તુ પાછી આપવા માટે કહેવામાં આવ્યું. પોલીસ સ્ટેશન અને પંચાયતના પ્રયાસ થી બન્ને પક્ષો વચ્ચે એ વાતનું સમાધાન થયું કે બન્ને પક્ષ એક બીજાની વસ્તુ પાછી આપી દેશે.

છોકરીએ જે નિર્ણય લીધો તે બરાબર છે? કારણ કે પછી પ્રશ્નએ પણ થાય કે એને પહેલા ખબર નહિ હોય કે છોકરો ગુટકા ખાય છે. અથવા તે છોકરી એની સહેલી સાથે જાહેરમાં વરરાજાએ કરેલા વર્તનથી ઘણી દુઃખી હોવી જોઈએ. તમારા મતે આ પગલું કેટલું સારું ગણાય? કોમેન્ટમાં આવશ્ય જણાવશો અને લાઇક કરજો. જય હિન્દ…