વરસાદથી કપાસમાં પાણી ભરાતા સુકારો જોવા મળે છે, તો આ ઉપાય કરશે તમારી મદદ, જાણો.

ખેડુત મિત્રો. જો અત્યારે વધારે વરસાદથી કપાસમાં પાણી ભરાતા સુકારો જોવા મળે તો નીચે મુજબના પગલાં ભરવા.

(૧) સૌપ્રથમ ખેતરમાં ભરાયલ વરસાદી પાણી દુર કરી પાલર પાણી (કુવા અથવા બોર નુ પાણી) આપવુ.

(૨) ઉપર થી મલ્ટી કે ખાતર (સાયટોઝ) 25 મીલી પંપ મા નાખી છંટકાવ કરવો.

(૩) જમીન મા કોપર ઓકસીકલોરાઈડ (COC) + હયુમીક એસીડ નુ ડ્રેનચીંગ કરવુ.

બી.ટી. કપાસમાં સુકારાનું નિયંત્રણ : બી.ટી. કપાસમાં સુકારા ન આવે તે માટે એક કિલો બિયારણને 2 થી 3 ગ્રામ પારાયુક્ત દવા (થાયરમ) અથવા ટ્રાઈકોડર્માનો પટ આપીને વાવવા. શક્ય તેટલા સેન્દ્રિય ખાતરોનો ઉપયોગ કરવો. જરૂર જણાય ત્યાં પોટાશ ખાતરની પૂર્તિ કરવી. પાકની ફેરબદલી કરવી.

બી.ટી. કપાસમાં પાન લાલ થવાનું કારણ અને ઉપાય : બી.ટી. કપાસમાં પાન લાલ થવાના અનેક કારણો હોય છે જેવા કે, નાઈટ્રોજન તત્વની ઓછી લભ્યતા, તાપમાન નીચુ જાય, દિવસ રાતના તાપમાનમાં વધુ તફાવત, જમીનમાં મેગ્નેશીયમ,જસત, લોહ, તાંબુ વગેરે તત્વોની ઉણપ તેમજ આનુવંશિક ગુણધર્મો વગેરે.

તેના ઉપાય માટે જમીનમાં સેન્દ્રિય ખાતરો આપવા નાઈટ્રોજનની ઉણપ જોવા મળે તો 1 થી 2 ટકા પ્રમાણે યુરિયાના દ્વાવણનો છંટકાવ કરવો. જમીનના પૃથ્થકરણનો રીપોર્ટ મુજબ સૂક્ષ્મ તત્વોયુક્ત ખાતરો જમીનમાં આપવા કે પાક ઉપર છંટકાવ કરવો.

આર્ગેનિક કપાસની ખેતી માટે જમીનની ફળદ્રુપતા જાળવવાની રીત : જમીનની ફળદ્રુપતા ટકાવી રાખવા માટે કે વખતો વખત જમીન સુધારણા માટે છાણિયા ખાતરનો ઉપયોગ કરવો. સાથે જ અળસિયાનો ઉપયોગ, લીલો પડવાશ, પાકની ફેરબદલી અને જમીનમાં જરૂરી તત્વો ઉમેરે તેવા પાકોનું વાવેતર-પાક ફેરબદલી આર્ગેનિક ખેતી માટે જરૂરી છે.

કપાસના પાકમાં જોખમ ઘટાડવાના ઉપાયો : હાલમાં વરસાદ આધારીત ખેતીમાં આંતરપાક પધ્ધતિ ખૂબ જ પ્રચલિત બની છે. કપાસ સાથે મગફળી, અડદ, સોયાબીન અથવા મગ આંતર પાક તરીકે લેવાથી એકલા કપાસ કરતાં વધુ નફો મળે અને આ રીતે જોખમ ઘટાડી શકાય છે સાથે જમીનની ફળદ્રુપતા પણ વધે છે.

ઉપર મુજબ ની માહિતી જેમ બને તેમ વધારે મા વધારે શેર કરો.