વર્ષમાં એક-બે ફિલ્મોમાં દેખાનારા તુષાર, તો પણ છે કરોડોનો માલિક, કેવળ 4.5 કરોડની છે કાર.

બોલીવુડ એક્ટર અને ડ્રામા ક્વીન એકતા કપૂરના ભાઈ તુષાર કપૂર, ૨૦ નવેમ્બરે પોતાનો 42મો જન્મદિવસ મનાવ્યો. જણાવી દઈએ કે તુષારનો જન્મ ૨૦ નવેમ્બર ૧૯૭૬ મુંબઈમાં થયો હતો. તુષારે પોતાના કરિયરની શરૂઆત ૨૦૦૧માં કરી હતી. તેમણે પોતાની પહેલી ફિલ્મ કરીના કપૂરની અપોજિત ફિલ્મ “મુજે કુછ કહના હૈ” થી કરી હતી.

તમને જાણીને નવી લાગશે કે તુષારને આ ફિલ્મ માટે બેસ્ટ મેલ દેબ્યું એક્ટરનો ફિલ્મ ફેયર અવોર્ડ પણ મળ્યો હતો. પણ તેમનું આગળનું ફિલ્મી કરિયર કઈક ખાસ રંગ જમાવી શક્યું નહિ. એક એવો સમય આવ્યો કે જયારે એક-એક કરી તેમની ઘણી ફિલ્મો ટીકીટ ખિડકી પર દમ તોડતી રહી. હવે થોડા સમય પહેલા તુષાર કપૂર વર્ષમાં એક-બે જ ફિલ્મોમાં દેખાય આવે છે. છેલ્લી વાર તુષારને ઓક્ટોમ્બર, ૨૦૧૭માં આવેલ ફિલ્મ “ગોલમાલ અગેન”માં દેખાયા હતા. આ વર્ષમાં હજુ સુધી તેમની કોઈ ફિલ્મ આવી નથી.

તુષાર કપૂરને ભલે ફિલ્મોમાં ખાસ સફળતા મળી નથી પણ આ બધું હોવા છતાં પણ તૃષા એક રોયલ લીફ જીવે છે. તે કરોડોની પ્રોપર્ટીના માલિક છે. એક રીપોર્ટ મુજબ તુષાર પાસે 11 મિલિયન ડોલર (લગભગ 80 કરોડ રૂપિયા)ની સંપત્તિ છે. તુષાલની વાર્ષિક કમાણી 6.4 લાખ ડોલર એટલે લગભગ ૪.૬૭ કરોડ રૂપિયા છે. આના સિવાય તેમની પાસે લગભગ ૩૫ કરોડ રૂપિયાના પર્સનલ ઇન્વેસ્ટમેન્ટ પણ છે.

તુષારને કાર પસંદ આવે છે. તેમના કલેકશનમાં મર્સડીજ બેંજ, રેજ રોવર, બેન્ટલે અને ફોર્ડ જેવી લગ્જરી કંપનીઓની 4 કારો તેમની પાસે છે, જેની કીમત લગભગ 4.5 કરોડ રૂપિયાની આસપાસ છે. તેના સિવાય તુષાર કપૂરની પાસે મુંબઈમાં રીયલ સ્ટેટ પ્રોપર્ટી પણ છે. ૨૦૧૩માં તેમણે એક લગ્જરી ઘર ખરીદ્યું હતું, જેની કીમત 7 કરોડ રૂપિયા છે.

જુન, ૨૦૧૬માં તુષાર લગ્ન વિના પિતા બની ગયા. તેમના દીકરા લક્ષ્યનો જન્મ મુંબઈના જસલોક હોસ્પિટલમાં થયો. સિંગલ પેરેંટ બનવા માટે તુષારે સરોગેસીની મદદ લીધી. તુષારે જણાવ્યું હતું કે બોલીવુડ કમિટમેંટ્સમાં વ્યસ્ત હોવાના કારણે તે પત્નીને સમય આપી શકશે નહિ. એટલા માટે તેમણે લગ્ન વિના પિતા બનવાનો નિર્ણય લીધો.

કરિયરમાં એક પછી એક ફ્લોપ થતી ફિલ્મોના વચ્ચે તુષારે એવા પણ સમયનો સામનો કર્યો, જયારે હોમ પ્રોડક્શન સિવાય તેમની પાસે બીજા પ્રોડક્શનની ફિલ્મો નહોતી. તુષારે પોતાના હોમ પ્રોડક્શનની 7 ફિલ્મોમાં કામ કર્યું છે. આ સ્ટાર દીકરા અને સ્ટાર ભાઈને સફળતા મેળવવાની સાથે પોતાને સાબિત કરવા માટે ઘણી મહેનત કરવી પડી. સોલો ભૂમિકા ન મળી પણ અલગ-અલગ નાની ભૂમિકાઓમાં પણ તુષારનું સંધર્ષ હવે પણ ચાલુ છે. હમણાં તેમની પાસે કોઈ પણ ફિલ્મની ઓફર મળી નથી.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.