આ સ્ટોરી દ્વારા જાણો : જે લોકો સાચા રસ્તા પર ચાલે છે તેમને એકના એક દિવસ સફળતા જરૂર મળે છે

એક રાજાએ પોતાના રાજ્યમાં બાળકો માટે એક હરીફાઈ રાખી અને આ હરીફાઈ હેઠળ રાજ્યના બાળકોને રાજમહેલમાં આવવાનું કહેવામાં આવ્યું. રાજ્યના તમામ બાળકો ઉત્સાહ સાથે રાજમહેલમાં આવ્યા. બાળકોને જોઈ રાજાએ તેમને કહ્યું કે તમારા લોકોના હાથમાં જ આ રાજ્યનું ભવિષ્ય છે. આજની હરીફાઈમાં જે બાળક જીતી જશે તે મોટો થઈને મારો મંત્રી બનશે.

રાજાની આ વાત સાંભળીને દરેક બાળક ઉત્સાહિત થઇ ગયા. આ હરીફાઈ હેઠળ રાજાએ દરેક બાળકને એક એક બીજ આપ્યા અને કહ્યું કે આ બીજને તમે લોકો એક કુંડામાં લગાવી દો. જેના કુંડામાં સૌથી સારો છોડ હશે તે આ હરીફાઈને જીતી જશે. તમે લોકો છ મહિના પછી આ કુંડુ લઈને મારી પાસે લઈને આવજો.

તમામ બાળકો અને તેના માતા પિતા આનંદ સાથે બીજ પોતાના ઘરે લઇ ગયા. અને ઘરે પહોંચટની સાથે જ આ બીજને કુંડામાં ઉગાડી દીધું. બધા બાળકો અને તેના માતા પિતા તે કુંડામાં રોજ પાણી આપવા લાગ્યા અને આ કુંડાની safdtaઘણી કાળજી રાખવા લાગ્યા. એમ કરતા કરતા ત્રણ મહિના પસાર થઇ ગયા અને તમામ છોકરાઓના કુંડામાં છોડ ઉગવા લાગ્યા. પણ આ ગામના એક છોકરા રાજુના કુંડામાં છોડ ન ઉગ્યો. જેને કારણે તે ઘણો દુઃખી રહેવા લાગ્યો.

૬ મહિના પસાર થઇ ગયા પછી ગામમાં તમામ બાળકો પોતાના કુંડા લઈને રાજાને મળવા માટે આવ્યા. રાજુ પણ નિરાશા સાથે પોતાનું કુંડુ લઈને રાજમહેલ ગયો. રાજમહેલ પહોચ્યા પછી રાજુએ જોયું કે દરેક કુડામાં છોડ ઉગેલા છે. બસ તેના કુંડામાં જ છોડ નથી ઉગ્યો. તે જોઇને રાજુને વધારે દુઃખ થયું. થોડી વાર પછી રાજા એક એક કરીને આ બાળકોને મળવા લાગ્યા. બાળકોએ કુંડામાં ઉગાડેલા છોડને જોઈને એ રાજા ઘણા ખુશ થયા. રાજાએ તમામ બાળકોની પ્રસંશા કરી. અને રાજુનું કુંડુ જોઇને રાજાએ તેને કાંઈ જ ન કહ્યું અને આગળ વધી ગયા.

તમામ કુંડા જોયા પછી રાજાએ બાળકો અને તેના માતા પિતાને કહ્યું, મેં બધાના કુંડા જોઈ લીધા છે અને આ હરીફાઈના વિજેતા રાજુ છે. રાજુનું નામ સાંભળીને બધા આશ્ચર્યચકિત રહી ગયા. બાળકોના માતા પિતાએ રાજાને કહ્યું, મહારાજ રાજુના કુંડામાં છોડ નથી ઉગ્યો તો આ હરીફાઈને કેવી રીતે જીતી શકે છે? ત્યારે મહારાજે કહ્યું, મેં જે બીજ બાળકોને આપ્યા હતા તે બીજ ખરાબ હતા અને તે બી માંથી છોડ ઉગી શકતા ન હતા.

પરંતુ તમે લોકોએ આ હરીફાઈ જીતવા માટે છળ-કપટ કર્યું અને બીજને બદલી દીધા. માત્ર રાજુ એક જ છે જેણે બીજને ન બદલ્યા અને જે બીજ તેને આપવામાં આવ્યા હતા તેને જ તે કુંડામાં ઉગાડ્યાં. આ હરીફાઈ દ્વારા હું એ જોવા માંગતો હતો કે કોણ ઈમાનદારી સાથે આ હરીફાઈ પૂરી કરે છે. રાજુએ આ હરીફાઈ જીતી લીધી છે અને મોટો થઈને તે જ મારો મંત્રી બનશે.

વાર્તાનો સારાંશ : જે લોકો સાચા રસ્તા ઉપર ચાલે છે તેને એક ના એક દિવસ સફળતા જરૂર મળે છે.