કથા : ખરાબ વાતોને જેટલી જદલી થઈ શકે ભૂલી જવી જોઈએ અને જીવનમાં આગળ વધવું જોઈએ

દરેકના જીવનમાં ક્યારેકને ક્યારેક કોઈ ખરાબ ઘટના જરૂર ઘટે છે. હંમેશા અમારી સાથે જયારે કાંઈ ખરાબ થાય છે તો આપણે તેની યાદો માંથી નથી નીકળી શકતા અને ખરાબ યાદોમાં જ ગૂંચવાયેલા રહીએ છીએ. જે ખોટું છે. કેમ કે ખરાબ યાદો વિષે વિચારવાથી આપણે આપણા વર્તમાન અને ભવિષ્યને ખરાબ કરી દઈએ છીએ. એટલા માટે જીવનમાં જયારે પણ તમારી સાથે ખરાબ થઇ જાય તો તેને તરત ભૂલી જાવ.

તે અંગે જ એક વાર્તા પણ જોડાયેલી છે. વાર્તા આ મુજબ છે કે એક વખત ગૌતમ બુદ્ધ એક ગામમાં જઈને પ્રવચન આપી રહ્યા હોય છે. ગૌતમ બુદ્ધનું પ્રવચન સાંભળવા માટે આખા ગામમાં લોકો હાજર રહે છે. તે ગામ વાળા માંથી એક વ્યક્તિ ગૌતમ બુદ્ધને જરા પણ પસંદ કરતા ન હતા.

ગૌતમ બુદ્ધ ગામ વાળાને કહે છે કે વ્યક્તિએ જીવનમાં ક્યારેય ગુસ્સો ન કરવો જોઈએ. ગુસ્સો કરવાથી જીવન બરબાદ થઇ જાય છે. ગુસ્સો એક પ્રકારનો અગ્નિ હોય છે. જેમાં ગુસ્સો કરવાવાળા વ્યક્તિ તો બળે જ છે. સાથે જ બીજા લોકોને પણ બાળી દે છે. ગૌતમ બુદ્ધના પ્રવચન વચ્ચે જ તેમનાથી ઈર્ષા કરવા વાળો વ્યક્તિ ઉભો થઈને ગૌતમ બુદ્ધને અપશબ્દ કહે છે. ગુસ્સામાં આવીને તે વ્યક્તિ ગૌતમ બુદ્ધ સાથે ઘણું જ ખરાબ વર્તન કરે છે. ગૌતમ બુદ્ધ ઘણું બધું કહ્યા પછી તે વ્યક્તિ પોતાના ઘરે જતો રહે છે.

ઘરે જઈને તે વ્યક્તિને પોતાની ભૂલનો અહેસાસ થાય છે અને તે બીજા દિવસે ગૌતમ બુદ્ધ પાસે માફી માગવા માટે જાય છે. આમ પણ ગૌતમ બુદ્ધ બીજા ગામમાં જતા રહે છે અને ત્યાં જઈને પ્રવચન આપી રહ્યા હોય છે. તે વ્યક્તિ ગૌતમ બુદ્ધને મળવા માટે બીજા ગામ જાય છે અને ગૌતમ બુદ્ધને જોઇને તેના પગ પકડી લે છે.

ગૌતમ બુદ્ધના પગ પકડીને તે વ્યક્તિ તેની માફી માંગે છે. ગૌતમ બુદ્ધ તે વ્યક્તિને જોઇને તેને પૂછે છે. તું કોણ છે? અને કેમ મારી માફી માંગી રહ્યો છે? તે વ્યક્તિ ગૌતમ બુદ્ધને જણાવે છે કે તેણે જ કાલે મારું અપમાન કર્યું હતું અને હવે તેને ઘણો જ પસ્તાવો થઇ રહ્યો છે.

તે વ્યક્તિની વાત સાંભળીને ગૌતમ બુદ્ધ હસતા હસતા કહે છે, મારી સાથે કાલે જે થયું હું તેને કાલે જ છોડી આવ્યો છું. પરંતુ તું હજુ પણ ત્યાં જ અટકેલો છે. તારી ભૂલનો પછતાવો કર્યા પછી તું તારી વાતો યાદ ન કર. કેમ કે એમ કરવાથી તારી આજ બરબાદ થઇ રહી છે.

જીવનમાં ક્યારે પણ ખરાબ યાદોને વધુ સમય સુધી યાદ ન રાખવી જોઈએ અને તેને ભૂલીને આગળ વધવું જોઈએ. ગૌતમ બુદ્ધની આ વાત સાંભળીને વ્યક્તિને સમજાઈ ગયું કે જીવનમાં બનેલી ખરાબ ઘટનાઓને પાછળ છોડી દેવી જોઈએ અને આજમાં જીવવું જોઈએ.

વાર્તા ઉપરથી મળેલો ઉપદેશ – ખરાબ વાતોને યાદ રાખવાથી આપણે આપણું વર્તમાન અને ભવિષ્ય ખરાબ કરી દઈએ છીએ. એટલા માટે ખરાબ વાતો જેટલી જલ્દી બની શકે તો ભૂલી જવી જોઈએ અને જીવનમાં આગળ વધવું જોઈએ. કેમ કે ખરાબ વાતો માત્ર મનને દુઃખી જ કરે છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.