નવા વર્ષમાં વરુણ ધવન પોતાના જીવનની કરશે નવી શરૂઆત, જાણો કોની સાથે કરશે લગ્ન?

બોલીવુડમાં પાછળના અમુક વર્ષોથી લગ્નની લહેર આવી છે. જેમાં અમુક સ્ટાર્સ લગ્ન કરી ચુક્યા છે તો ઘણા એલીજીબલ બેચલર્સ લગ્નના બંધનમાં બંધાવાની તૈયારીમાં છે. હવે બીજો એક સ્ટાર લગ્ન માટે એકદમ તૈયાર છે અને તેમનું નામ વરુણ ધવન છે, જે બોલીવુડના પોપ્યુલર એક્ટર છે. અને આજકાલ બેક-ટુ-બેક હીટ ફિલ્મો આપી રહ્યા છે. પણ હવે ખબર આવી રહી છે કે, નવા વર્ષમાં વરુણ ધવન પોતાના જીવનની કરશે નવી શરૂઆત, વરુણ પોતાની મિત્ર નતાશા સાથે લગ્ન કરવાના છે.

નવા વર્ષમાં વરુણ ધવન પોતાના જીવનની કરશે નવી શરુઆત :

એક્ટર વરુણ ધવન પોતાની આવનારી ફિલ્મ સ્ટ્રીટ ડાંસર ૩ડીની એક મોટી રીલીઝ માટે તૈયાર છે. રેમો ડિસુઝા દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં વરુણ ધવનની સાથે શ્રદ્ધા કપૂર દેખાશે. આ ફિલ્મને લઈને વરુણ સમાચારોમાં છે જ, પણ તેના સિવાય તેમને લઈને ખબર આવી છે કે, તે પોતાની ગર્લફ્રેન્ડ નતાશા દલાલ સાથે લગ્નના બંધનમાં બંધાવાના છે. મીડિયા રીપોર્ટસનું માનીએ તો વરુણ પોતાની લોંગ ટાઇમ ગર્લફ્રેન્ડ નતાશાની સાથે ૨૦૨૦ માં લગ્ન કરશે.
રીપોર્ટસ અનુસાર, વરુણ અને નતાશા આવતા વર્ષે એપ્રિલ અથવા મેં મહિનામાં લગ્ન કરી શકે છે.

જો કે વરુણે આવા કોઈ પણ સમાચારનું ખંડન કર્યું નથી અને આ ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. વરુણ ધવન હાલમાં પોતાની ફિલ્મોમાં વ્યસ્ત છે. તેમની આવનારી ફિલ્મ સ્ટ્રીટ ડાંસર ૨૪ જાન્યુઆરીના દિવસે રીલીઝ થવાની છે. તેની સાથે જ તે પોતાની બીજી ફિલ્મ કુલી નંબર-૧ ની રીમેકમાં વ્યસ્ત છે. આમાં તેમની સાથે સારા અલી ખાન પણ જોવા આવશે. ફિલ્મનું ડાઈરેક્શન એક વાર ફરી ડેવિડ ધવન જ કરી રહ્યા છે અને આ ફિલ્મ પણ આ જ વર્ષે રીલીઝ થશે.

વરુણ ધવન અને નતાશાની મિત્રતા ઘણી જૂની છે અને લાંબા સમયથી તે તેમની સાથે છે. ગયા વર્ષે પણ આવા સમાચારો આવ્યા હતા જયારે આમના લગ્નની અફવાઓ ઉડી હતી, પરંતુ વરુણે કહ્યું હતું સમય આવશે ત્યારે લગ્ન કરશે અને બધાને ખબર પડી જશે. પરંતુ એવા સમાચાર છે કે નતાશાની ફેમીલીએ વરુણને આ વર્ષનો જ સમય આપ્યો છે, અને જો વરુણ આ વર્ષે લગ્ન નહી કરે તો એ લોકો નતાશા માટે બીજો છોકરો શોધી શકે છે. તો જોવાનું એ છે કે આ વર્ષે તે લગ્ન કરે છે કે નહી.

બોલીવુડના પોપ્યુલર એક્ટર છે વરુણ :

વર્ષ ૨૦૧૨ માં કરણ જોહરે પોતાની ફિલ્મ સ્ટુડંટ ઓફ ધ યરથી વરુણ ધવનનો પરિચિત કરાવ્યો હતો. ત્યારબાદ વરુણ ધવન બધાના પ્રિય એક્ટર બની ગયા અને લોકોને તેમની અંદર ગોવિંદાની ઝલક દેખાય છે. વરુણે મે તેરા હીરો, દિલવાલે, હમ્ટી શર્મા કી દુલ્હનિયા, એબીસીડી-૨, જુડવા-૨, બદ્રીનાથ કી દુલ્હનિયા, કલંક, બદલાપુર, ઓક્ટોબર અને સુઈ ધાગા જેવી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે. વરુણની આવનારી ફિલ્મ કુલી નંબર-૧ છે જે ૨૦૨૦માં જ રીલીઝ થશે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.