મોટામાં મોટી હિરોઈન પણ પાણી ભરે એવી છે વરુણ ધવનની ગર્લફ્રેન્ડ, જલ્દી જ કરશે બંને લગ્ન

બોલીવુડની દુનિયામાં પ્રેમ મહોબ્બતના સમાચારો આવવા ઘણી સામાન્ય વાત છે. બોલીવુડ કલાકાર જેટલા પ્રોફેશનલ લાઈફને લઈને સમાચારોમાં રહે છે, તેનાથી ઘણા વધુ પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં જળવાયેલા રહે છે. આજે અમે વાત કરી રહ્યા છીએ વરુણ ધવનની. વરુણ ધવન બોલીવુડની દુનિયામાં ઝડપથી ઉપર આવતો કલાકાર છે. વરુણ ધવને ઘણા ઓછા સમયમાં સફળતાની સીડીઓ ચઢી છે, અને દિવસે ને દિવસે ચડતા જ જઈ રહ્યા છે. તે ઝડપથી વિકસી રહેલા કલાકારોની નિશાની આપે છે. તો આવો જાણીએ કે તેમાં શું વિશેષ છે?

વરુણ ધવનની ફિલ્મો હવે થીએથર ઉપર ઘણી જ વધુ કમાલ અને ધમાલ મચાવે છે. વરુણ ધવને ફિલ્મ ‘સ્ટુડેંટ ઓફ ધ યર’ થી પોતાના કેરિયરની શરૂઆત કરી હતી. જેમાં તેના અભિનયને લોકોએ ઘણો વખાણ્યો હતો. વરુણ ધવને ત્યારબાદ પાછા વળીને નથી જોયું. એટલું જ નહિ, લોકો કહે છે કે આવનારા દિવસોમાં વરુણ સલમાન અને શાહરૂખનું સ્થાન લઇ લેશે. કેમ કે હાલમાં બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં સલમાન અને શાહરુખ જેવો બીજો કોઈ અભિનેતા નથી આવી શક્યો. તેવા માં સૌની નજર વરુણ ધવન ઉપર ટકેલી છે.

આ છોકરી સાથે કરે છે ઘણો પ્રેમ :

વરુણ ધવને જ્યારથી બોલીવુડમાં પ્રવેશ કર્યો છે, ત્યારથી તેનું નામ ઘણી મહિલા કલાકારો સાથે જોડાયુ છે. પરંતુ હાલમાં જ તેણે આ છોકરી વિષે ખુલાસો કર્યો, જેને તે ડેટ કરી રહ્યા છે. કોફી વિથ કરણમાં વરુણ ધવને જણાવ્યું, કે ફેશન ડિઝાઈનર નતાશા દલાલને ડેટ કરી રહ્યો છે. વરુણ અને નતાશા બાળપણના મિત્ર છે. તેવામાં હવે તેની આ મિત્રતા પ્રેમમાં ફેરવાઈ ગઈ છે. બન્ને એક સાથે ઘણા વધુ ખુશ જોવા મળે છે અને બન્ને લગ્ન પણ કરવા માંગે છે.

અમે જલ્દી જ લગ્ન કરવાના છીએ – વરુણ ધવન :

કોફી વિથ કરણમાં વરુણ ધવને કહ્યુ, કે હું અને નતાશા એક હેપ્પી કપલ છીએ. તેની સાથે જ વરુણ ધવને એ પણ કહ્યું, કે નતાશા મારી સાથે પ્રેમ એટલા માટે નથી કરતી કે હું ક્લાકારું છું. પરંતુ અમારા સંબંધ દિલથી જોડાયેલા છે અને આ સંબંધને ધ્યેય અને નામ આપવા માટે નતાશા સાથે હું લગ્ન કરવાનો પ્લાન બનાવી રહ્યો છું. તે ઉપરાંત વરુણ ધવને કહ્યું, કે અમારા પ્રયત્ન છે કે અમે જલ્દીથી લગ્ન કરી લઈએ, જેથી અમે એક સાથે રહીએ. વરુણ નવરાશના સમયમાં નતાશા સાથે સમય પસાર કરે છે.

મારો પહેલો પ્રેમ ફિલ્મ છે અને ત્યાર પછી નતાશા :

વરુણ ધવને કહ્યું, કે બધા જાણે છે કે મારો પહેલો પ્રેમ ફિલ્મ છે. હું ફિલ્મો સાથે ઘણો પ્રેમ કરું છું અને ત્યાર પછી નતાશા, ફેમીલી અને બીજા મારા મિત્ર આવે છે. હું એ બધાને ક્યારેય દુ:ખી કરવા માંગતો નથી. સાથે જ વરુણ ધવને આગળ જણાવ્યું કે હું અને નતાશા એક બીજાને ઘણા સમયથી ઓળખીએ છીએ, તેવામાં જયારે તે મારી સાથે હોય છે, તો મને ફેમીલી જેવો અનુભવ થાય છે. કોઈ સાથે રીલેશનમાં રહેવું ઘણું જ નસીબદાર ગણાય છે અને હું ઘણો નસીબદાર છું.