જાન્હવી-સારાથી પણ વધારે સુંદર છે વરુણ ધવનના ઘરની આ સભ્ય, જાણો કોણ છે આ છોકરી

બોલીવુડમાં સુપરસ્ટાર બે પ્રકારના લોકો બને છે. પહેલા એ જેનું કોઈ ફિલ્મી બેકગ્રાઉંડ નથી હોતું અને તેને સેંકડો ઓડીશન આપીને પોતાનું નામ આગળ લાવવા માટે સંઘર્ષ કરવો પડે છે. પછી બીજા એ આવે છે જેના કુટુંબમાં કોઈને કોઈ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મોટું નામ હોય છે. તેને આપણે સ્ટાર કિડ્સના નામથી પણ ઓળખીએ છીએ.

આ સ્ટાર કિડ્સ બોલીવુડમાં સરળતાથી ડેબ્યુ કરી લે છે. તેને બીજા લોકો જેટલું સ્ટ્રગલ નથી કરવું પડતું. આમ તો એક ફિલ્મ કલાકારના ઘરે જન્મ લેવામાં તેમની કોઈ ભૂલ નથી. જો દર્શકોને તેનું કામ પસંદ ન આવે તો તે જલ્દી ફ્લોપ પણ થઇ જાય છે. એટલા માટે એક સ્ટાર કીડ હોવા છતાં પણ તેની અંદર હીટ થવા માટે ટેલેન્ટ હોવું ઘણું જરૂરી છે. બોલીવુડમાં એવા જ એક સ્ટાર કીડ છે વરુણ ધવન.

બોલીવુડના જાણીતા ડાયરેક્ટર ડેવિડ ધવનના દીકરા વરુણ ધવને ‘સ્ટુડેંટ ઓફ ધ યર’ ફિલ્મથી બોલીવુડ ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મ પછી વરુણ ધવને પોતાનામાં ઘણો બધો ફેરફાર કર્યો. તેના અભિનયમાં પણ સુધારો થયો. હવે વર્તમાનમાં વરુણ બોલીવુડમાં જાણીતું નામ છે. તેની ગણતરી પણ બોલીવુડના A લીસ્ટના કલાકારોમાં થાય છે. આજે અમે તમને વરુણ વિષે નહિ પરંતુ તેના જ કુટુંબની એક સુંદર સભ્ય વિષે જણાવવા જઈ રહ્યા છીએ.

અંજીની ધવન વરુણ ધવનની ભત્રીજી છે. અંજીની દેખાવમાં ઘણી સુંદર છે. તે કારણ છે કે સોશિયલ મીડિયા ઉપર તેના ફોટા વાયરલ થતા રહે છે. ઈંસ્ટાગ્રામ ઉપર પણ તેના ફેંસની સંખ્યા લાખોમાં છે. અંજીનીનો જન્મ ૯ ફેબ્રુઆરી ૨૦૦૦ માં થયો હતો. એટલે વહેલી તકે જ તે ૨૦ વર્ષની થવાની છે.

અંજીનીને એક ભાઈ પણ છે જેનું નામ કરણ ધવન છે. અંજીની સિદ્ધાર્થ ધવનની દીકરી છે. સિદ્ધાર્થ સંબધમાં વરુણના કાકાના દીકરા છે. વરુણના પિતા ડેવિડ ધવન અને અંજીનીના દાદા અનીલ ધવન સગા ભાઈ છે.

માત્ર લુક જ નહિ પરંતુ ફેશનની બાબતમાં પણ અંજીની ધવનની કોઈ સરખામણી નથી. તેનું ડ્રેસિંગ સેંસ ગજબનું છે. આમ તો અંજીનીનું કુટુંબ એક ગ્લેમર ઇન્ડસ્ટ્રી સાથે સંબંધ ધરાવે છે. પરંતુ તેમ છતાં પણ અંજીનીને મીડિયાની લાઈમ લાઈટથી દુર જ રહેવું ગમે છે. તે કારણ છે કે ઘણા લોકો હાલમાં અંજીની વિષે વધુ કાંઈ નથી જણતા. સુત્રોના જણાવ્યા મુજબ અંજીની વહેલી તકે જ બોલીવુડમાં પોતાનું ડેબ્યુ પણ કરી શકે છે. આમ તો તેના વિષે હજુ કોઈ ચોક્કસ માહિતી નથી. તે વાતનો ખુલાસો સમય આવ્યે જ થશે.

જે લોકો અંજીનીને સોશિયલ મીડિયા ઉપર ફોલો કરે છે, તે તેના બોલીવુડ ડેબ્યુની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છે. તેની સાથે જ વરુણ ધવનના ફેન પણ અંજીનીમાં રસ ધરાવે છે. અમને પૂરો વિશ્વાસ છે કે જયારે અંજીની બોલીવુડમાં પ્રવેશ કરશે, તો તેના કાકા વરુણ ધવન તેને કાંઈક એવી ટીપ્સ જરૂર આપશે. સાથે જ તે તેની ફિલ્મનું પ્રમોશન પણ કરી શકે છે. આમ તો વરુણના વર્ક ફ્રંટની વાત કરીએ તો વહેલી તકે જ ‘કુલી નંબર ૧’ ની સિકવલમાં જોવા મળશે.

જુઓ તેના બીજા ફોટા :

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.