ગેસને કારણે જ વાસણ થઇ રહ્યા છે કાળા તો અજમાવો આ નુસખા.

ગેસના ચુલાને કારણે વાસણ કાળા થઇ રહ્યા છે, તો આ ઘરેલું નુસખા અજમાવો, તે વાસણને કાળા થવાથી બચાવશે.

ચુલાના બર્નરમાં જયારે કચરો જામી જાય તો ફ્લેમ વાદળીને બદલે પીળી આવવા લાગે છે. જેથી વાસણ કાળા થવા લાગે છે. ઘણી વખત આ સમસ્યા બર્નરને સાફ કરવાથી દુર થઇ જાય છે. ઘણી વખત તેની સફાઈ કર્યા પછી સમસ્યા ઓછી જરૂર થઇ જાય છે, પણ દુર નથી થતી. તેના લીધે કડાઈ હોય કે પછી અન્ય કોઈ વાસણ હોય તે નીચેથી હંમેશા કાળા થઇ જાય છે. તેને કલાકો બેસીને ઘસીને ધોવા પડે છે, પણ તેમ છતાં પણ કાળાશ દુર થતી નથી. એટલું જ નહિ તેના લીધે નવા વાસણ જલ્દી જુના જેવા દેખાવા લાગે છે.

આ વાતોને ધ્યાનમાં રાખીને આજે અમે તમારા માટે થોડા ઘરેલું નુસખા લઈને આવ્યા છીએ જેને તમે અજમાવી શકો છો. આ ઘરેલું નુસખા ઘણા જુના છે જે આજે પણ ઘણા લોકો અજમાવે છે.

બર્નરમાં કચરો જામેલો હોઈ શકે છે :

ગેસની ફ્લેમ પીળી આવે તો સૌથી પહેલા બર્નરને ચેક કરો. બની શકે છે કે તેમાં કચરો ભરાયેલો હોય, તેને સાફ કરવા માટે એક સોય લો અને બર્નરના છિદ્રોને સારી રીતે સાફ કરો. ઘણી વખત તે જુના થઇ જવાને કારણે જ લોખંડના ટુકડા થઇને બર્નરમાં ભરાઈ જાય છે. તેના લીધે ગેસની ફ્લેમ વાદળીને બદલે પીળી આવવા લાગે છે. પ્રયત્ન કરો કે અઠવાડિયામાં એક વખત સુતરાઉ કપડાથી કાટ કે પછી અંદર જામી ગયેલા ધૂળ માટીને સાફ કરી દો.

ચૂલો થઇ ગયો છે જુનો તો ગેસની ફ્લેમ રાખો મીડીયમ : બર્નરમાં જામેલી ગંદકી જ નહિ પણ ચૂલો જયારે જુનો થઇ જાય છે ત્યારે પણ ફ્લેમ પીળી આવવા લાગે છે. એટલા માટે જો ચૂલો જુનો હોય તો હંમેશા તેને મીડીયમ ફ્લેમ ઉપર જ રાખો. જો આંચ હંમેશા તેજ રાખશો તો તેનાથી વાસણ બહારથી કાળા થઇ જશે.

ભીની માટીનો લેપ વાસણ ઉપર લગાવો : બધા નુસખા અપનાવવા છતાં પણ વાસણ કાળા જ રહે છે, તો તમે ભીની માટીનો ઉપયોગ કરો. જો તમે ભીની માટીનો લેપ વાસણની નીચે લગાવશો તો તે કાળા નહી થાય, અને તે સરળતાથી ધોવાઈ પણ જશે. માટી વાસણને બળવા નથી દેતી અને તેને ધોતી વખતે તે સ્ક્રબ જેવું કામ કરે છે, તે વાસણ ઉપર રહેલી ચિકાસને પણ દુર કરી દેશે.

કાળા વાસણ ધોવા માટે સ્ક્રબરનો ઉપયોગ કરો : બર્નર કે પછી નવા ચુલાનો ઉપયોગ કરવા છતાં પણ વાસણ કાળા થાય છે. તો તેણે રોજ સ્ક્રબરનો ઉપયોગ કરીને ધુવો. ઘણી વખત આપણે વાસણને સતત કાળા થવા દઈએ છીએ, અને જયારે તે વધુ કાળા થઇ જાય છે તો સ્ક્રબરથી ધોઈએ છીએ. એટલા માટે પ્રેશર કુકર, કડાઈ કે પછી બીજા વાસણોના નીચેના ભાગને ધોવા માટે હંમેશા સ્ક્રબરનો ઉપયોગ કરો.

પાણી અને મીઠાનો ઉપયોગ કરો : જો તમે માટીનો ઉપયોગ નથી કરવા માંગતા તો કડાઈ કે પછી તવાની નીચેના ભાગ ઉપર થોડું પાણી લગાવો અને તેની ઉપર મીઠું ચોંટાડી દો. હવે તેને ગેસ ઉપર મૂકી દો, એમ કરવાથી વાસણ નહિ બળે. ખાવાનું બનાવ્યા પછી વાસણ માંથી બધું મીઠું સરળતાથી દુર થઇ જશે, તે વાસણને બળવાથી બચાવવા માટે સૌથી સરળ રીત છે.

આ માહિતી હર જિંદગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.