વસંત પંચમી 2020 : જાણો માં સરસ્વતીના જન્મની કથા, ગળા અને જીભમાં વાસ કરે છે માતા.

વસંત પંચમીના તહેવારને આખા ભારતમાં ઉજવવામાં આવે છે, અને આ તહેવારના દિવસે લોકો પીળા રંગના વસ્ત્ર જરુર પહેરે છે. વસંત પંચમીના આ પર્વ માં સરસ્વતી સાથે જોડાયેલો છે. અને આ તહેવારના દિવસે દરેક આ માતાજીની પૂજા જરૂર કરે છે. દરેક વર્ષે આ પર્વ માધ શુક્લ પંચમીના રોજ આવે છે, અને આ પર્વને માં સરસ્વતીના જન્મ દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. કોણ છે સરસ્વતી માં, તેમનો જન્મ કેમ થયો અને આ પર્વ સાથે જોડાયેલી મહત્વની જાણકારી આ પ્રકારે છે.

સરસ્વતી માં ના જન્મની કથા :

સરસ્વતી માં ના જન્મ સાથે જોડાયેલી એક કથા મુજબ, એક વખત બ્રહ્માજી આ સંસારને બનાવ્યા પછી સંસારમાં ફરવા માટે આવ્યા હતા. અને આ સંસારમાં ફરતા સમયે એમને અહી રહેલા લોકોમાં કંઈક ખોટ હોવાનો અનુભવ થયો. કારણ કે આ સંસારમાં રહેલા લોકો પાસે ન તો જ્ઞાન હતું, અને ન તો બોલવા માટે શબ્દ હતા, અને આ સંસાર ઘણો ઉદાસી ભરેલો હતો. આવા પ્રકારનો સંસાર જોયા પછી બ્રહ્માજીએ પોતાના કમંડળ માંથી જળ લઇને પાણીના થોડા ટીપા છાંટ્યા. એ ટીપાં છાંટ્યા પછી એક માતા રાણી પ્રગટ થયા. જો કે સફેદ રંગના વસ્ત્રમાં હતા અને તેના હાથમાં એક વીણા પણ હતી. અને એ માતાનું નામ સરસ્વતી હતું.

સરસ્વતીના પ્રગટ થયા પછી બ્રહ્માજીએ તેમને સંસારમાં ફેલાયેલી આ ઉદાસી વિષે જણાવ્યું. ત્યારે બ્રહ્માજીની આ ચિંતાને સાંભળ્યા પછી માં સરસ્વતીએ પોતાની વીણા વગાડવાનું શરુ કરી દીધું, અને વીણાના સુર લોકોના કાને પડતા જ ઉદાસીનું વાતાવરણ દુર થઇ ગયું, અને આખા સંસારમાં એક ઉમંગ જેવું ઉભું થઇ ગયું. સાથે જ લોકોને જ્ઞાન પણ પ્રાપ્ત થવા લાગ્યું.

આવી રીતે ધરતી પર માં સરસ્વતીજીનો જન્મ થયો. અને એવું કહેવામાં આવે છે, કે આ ધરતી પર આવતા જ માં એ સંસારમાં જ્ઞાનનો પ્રકાશ લોકો વચ્ચે વહેંચ્યો હતો, અને એટલા માટે તેને જ્ઞાનની દેવી પણ માનવામાં આવે છે.

જ્ઞાનનો છે પર્વ :

આ પર્વને જ્ઞાનના પર્વનો દરજ્જો પણ પ્રાપ્ત થયેલો છે. જેને લઇને ઘણા લોકો દ્વારા આ શુભ દિવસથી જ પોતાના બાળકોને શિક્ષણ આપવાનું શરુ કરવામાં આવે છે. આ પર્વને દિવસે જ ઘણા માતા પિતા પોતાના બાળકોને પહેલો અક્ષર લખતા પણ શીખવે છે.

વસંત પંચમી ૨૦૧૯ : જાણો માં સરસ્વતીના જન્મની કથા, કંઠ અને જીભમાં વાસ કરે છે સરસ્વતી માં. મિત્રો એવું કહેવામાં આવે છે કે સરસ્વતી માં નો વાસ દરેક માણસના કંઠ અને જીભમાં છે. એટલા માટે આ પર્વને દિવસે લોકોના મોઢા માંથી સાચા અને સારા શબ્દ જ નીકળવા જોઈએ. કારણ કે આ દિવસે બોલવામાં આવેલી વાત સાચી પણ થઇ જાય છે.

થાય છે વિશેષ પૂજા :

આ દિવસે વિદ્યાર્થીઓ ઉપરાંત સંગીતકારો, સાહિત્યકારો અને બીજી કળાઓ સાથે સંબંધ રાખવા વાળા લોકો માં ની વિશેષ પૂજા કરે છે. કેમ કે માં દ્વારા જ તેમને પોતાની કળામાં જ્ઞાન પ્રાપ્ત થાય છે. અને તે પોતાની કળામાં નિપુણ બની જાય છે.