નાના બાળકોના બુદ્ધિ વિકાસ માટે વસંત પંચમીના દિવસે કરો આ ૪ કામ જેનાથી થશે માતા સરસ્વતીની કૃપા

વસંતપંચમીના દિવસે માતા સરસ્વતીની પૂજા અર્ચના કરવામાં આવે છે. માતા સરસ્વતીની પૂજા અર્ચના બુદ્ધિના વિકાસ માટે કરવામાં આવે છે. આ દિવસે માતા સરસ્વતીની પૂજા અર્ચના કરવાથી માત્ર બુદ્ધિનો વિકાસ થતો નથી, પરંતુ તમારા પરિવારમાં સુખ શાંતિનો માહોલ બની રહેશે એટલું જ નહીં પરંતુ તમારા ઘરમાં કોઈ નાના બાળકનો હમણાં જ જન્મ થયો છે, તો વસંત પંચમીનો દિવસ તમારા માટે ખુબ જ શુભ છે. આ દિવસે જો તમેં તમારા નાના મહેમાનને અન્ન ચટાડશો તો તમારું નાનું મહેમાન ખૂબ જ બુધ્ધિશાળી બનશે તો ચાલે જાણીએ આ લેખમાં તમારા માટે શું ખાસ છે?

વસંત પંચમીના દિવસે છ મહિનાના નાના બાળકને પહેલી વખત અન્ન ચટાડવામાં આવે છે, જેને અન્ન પ્રાશન સંસ્કાર એટલે કે નાના બાળકને પહેલી વખત અન્ન ખવડાવવું એમ કહેવાય છે. જો તમે તમારા બાળકને પહેલી વખત અન્ન ખવડાવવાનું વિચારી રહ્યા છો? એને બાળક છ મહિનાનું થઈ ગયું છે, તો વસંત પંચમીનો દિવસ ખૂબ જ શુભ છે. આ વખતે વસંત પંચમી ૧૦ ફેબ્રુઆરીએ છે. આવામાં એવું જાણવું જરૂરી છે કે તમે તમારા નાના બાળકનો બૌદ્ધિક વિકાસ કેવી રીતે કરી શકો છો?

ચાંદીની ચમચીથી ખવડાવો ખીર :-

જો તમારું બાળક હજુ પણ દૂધ જ પીવે છે અને છ મહિનાનું થઈ ગયું છે, તો વસંત પંચમીના દિવસે તેને નવા કપડાં પહેરાવી બાજોઠ પર લાલ કપડું બિછાવીને એને બેસાડો બાદમાં ઘરના અન્ય બાળકો જે પૂજા કરી શકે તેમ હોય તે માતા સરસ્વતીની પૂજા અર્ચના કરે ત્યાર બાદ તમારા નાના બાળકને ચાંદીની ચમચીથી ખીર ખવડાવો આવું કરવાથી બાળકનો બૌદ્ધિક વિકાસ ખૂબ જ ઝડપથી થાય છે અને ભવિષ્યમાં તે બુદ્ધિમાન વ્યક્તિ બનશે. આ સિવાય ખીરથી બાળકની જીભ ઉપર ૐ લખો આવું કરવાથી બાળક ખૂબ બુદ્ધિમાન બનશે.

અન્નપ્રાશન વિષે વધુ જાણવા ક્લિક કરો >>>> હિંદુ ધર્મ વિધિમાં અન્નપ્રાશન વિધિ સપ્તમ વિધિ છે શું તમે જાણો છો કે અન્નપ્રાશન શું છે ?

બાળકની જીભ ઉપર જીભ ઉપર આ લખો :-

સરસ્વતી પૂજાના દિવસે માતા પિતા બાળકને ખોળામાં બેસાડી દાડમની નાની ડાળ કે ચાંદીની કલમને મધમાં ડુબાડી ૐ કે શ્રી લખો. ત્યાર બાદ બાળકને ખોળામાં બેસાડી માતા સરસ્વતીની પૂજા અર્ચના કરો. આવું કરવાથી તમારા બાળકને કયારેય બૌદ્ધિક પ્રશ્નો રહેશે નહીં અને એનું મગજ ભણવામાં વધારે લાગેલું રહેશે અને ભવિષ્યમાં તમારું નામ રોશન કરશે.

ચોકની પૂજા કરવો :-

પોતાના બાળક પાસે ચોક અને સ્લેટની પૂજા કરાવો આના માટે તમે તમારા નાના બાળકને ખોળામાં લઈ લો, પછી એના હાથને ચોક અને સ્લેટનો સ્પર્શ કરવો પછી તેને માતા સરસ્વતીને ચડાવો. આવું કરવાથી તમારું બાળક ભણવામાં સૌથી આગળ રહેશે અને હંમેશા ભણવામાં તમારું નામ રોશન કરશે અને ભવિષ્યમાં મોટી પદવીનો હકદાર થશે

બ્રાહ્મણને વેદ શાસ્ત્ર દાન કરો :-

સરસ્વતી પૂજાના દિવસે કોઈ બ્રાહ્મણને વેદ શાસ્ત્ર દાન કરો આના માટે ગમે ત્યારે તમે દાન કરો એ પહેલાં પોતાના બાળક પાસે સ્પર્શ કરવો આ સિવાય તમે તમારા બાળકને ખોળામાં લઈને સરસ્વતી મંત્ર – “શ્રી સરસ્વત્યૈ સ્વાહા” થી દેવી પૂજન કરો. આવું કરવાથી તમારું બાળક ઉચ્ચ શિક્ષણમાં સફળ થશે એને એ કોઈ મોટો અધિકારી બનશે.