વસંત પંચમીના દિવસે આવી રીતે કરો માં સરસ્વતીની પુજા, વાંચો પૂજા વિધિ અને કથા.

વસંત પંચમીના દિવસે માં સરસ્વતીની પૂજા કરવામાં આવે છે અને આ વર્ષે વસંત પંચમીનું પર્વ ૨૯ જાન્યુઆરીના દિવસે આવી રહ્યું છે. માન્યતા છે કે મહા માસના સુદ પક્ષના દિવસે માં સરસ્વતીનો જન્મ થયો હતો અને આ દિવસને સરસ્વતીના જન્મોત્સવ તરીકે માનવામાં આવે છે. માં સરસ્વતીને વિદ્યા અને જ્ઞાનની દેવી માનવામાં આવે છે અને તેની પૂજા કરવાથી વિદ્યાની પ્રાપ્તિ થાય છે.

વસંત પંચમીના શુભ મુહુર્ત :-

વસંત પંચમીની પૂજાના મુહુર્ત ૨૯ જાન્યુઆરીની સવારે ૧૦.૪૫ થી શરુ થઇ જશે અને ગુરુવારની બપોરે ૧.૨૦ વાગ્યા સુધી રહેશે. આ શુભ મુહુર્ત દરમિયાન તમે માં ની પૂજા કરો.

કેવી રીતે કરવી પૂજા :-

વસંત પંચમીના દિવસે સૌથી પહેલા ઘરની સારી રીતે સફાઈ કરો. સ્નાન કર્યા પછી પીળા રંગના કપડા પહેરો.

મંદિરમાં માં સરસ્વતીની મૂર્તિ સામે દીવડો પ્રગટાવીને પૂજાનો સંકલ્પ લો. સંકલ્પ લીધા પછી માં ને પીળા રંગના ફૂલ અર્પણ કરો અને માં ને પીળા રંગની વસ્તુનો ભોગ ચડાવો.

તમે જે કળા ક્ષેત્ર સાથે જોડાયેલા છો, તે ક્ષેત્ર સાથે જોડાયેલી વસ્તુ માં ના ચરણોમાં રાખો અને માં સામે કામના કરો કે તમારી કળા વધુ સારી થઇ શકે.

માં સરસ્વતીના નામના જાપ કરો અને ‘ॐ श्री सरस्वतयै नम: મંત્ર ૧૦૮ વખત વાચો. મંત્ર વાચ્યા પછી માં ને વંદન કરો.

માં સરસ્વતીની આરતી :-

ॐ जय सरस्वती माता, जय जय सरस्वती माता। सद्गुથण वैभव शालिनी, त्रिभुवन विख्याता॥ जय…..> चंद्रवदनि पद्मासिनी, ध्रुति मंगलकारी।

सोहें शुभ हंस सवारी, अतुल तेजधारी ॥ जय…..

बाएं कर में वीणा, दाएं कर में माला।

शीश मुकुट मणी सोहें, गल मोतियन माला ॥ जय…..

देवी शरण जो आएं, उनका उद्धार किया।

पैठी मंथरा दासी, रावण संहार किया ॥ जय…..

विद्या ज्ञान प्रदायिनी, ज्ञान प्रकाश भरो।

मोह, अज्ञान, तिमिर का जग से नाश करो ॥ जय…..

धूप, दीप, फल, मेवा मां स्वीकार करो।

ज्ञानचक्षु दे माता, जग निस्तार करो ॥ जय…..

मां सरस्वती की आरती जो कोई जन गावें।

हितकारी, सुखकारी, ज्ञान भक्ती पावें ॥ जय…..

जय सरस्वती माता, जय जय सरस्वती माता।

सद्गुसण वैभव शालिनी, त्रिभुवन विख्याता॥ जय…..

ॐ जय सरस्वती माता, जय जय सरस्वती माता ।

सद्गुसण वैभव शालिनी, त्रिभुवन विख्याता॥ जय…..

આવી રીતે કરો વ્રત :-

ઘણા લોકો વસંત પંચમીના દિવસે વ્રત પણ રાખતા હોય છે. માન્યતા એ છે કે જયારે આ સંસાર બન્યો હતો તે સમયે માણસની અંદર બુદ્ધી, કળા અને જ્ઞાનની ખામી હતી. આ ખામી પૂરી કરવા માટે માં સરસ્વતી મહા માસના સુદ પક્ષના દિવસે પ્રગટ થયા હતા અને માં સરસ્વતીના આવવાથી માણસને બુદ્ધી, કળા અને જ્ઞાનની પ્રાપ્તિ થઇ.

એટલા માટે જે લોકો આ દિવસે વ્રત રાખે છે તેને માં બુદ્ધી, કળા અને જ્ઞાનના આશીર્વાદ આપે છે અને પોતાના કાર્યક્ષેત્રમાં તે પ્રગતી પ્રાપ્ત કરે છે. વસંત પંચમીના વ્રત દરમિયાન માત્ર ફળ અને દૂધનું જ સેવન કરવામાં આવે છે અને બીજા દિવસે માં ની પૂજા કરી વ્રત ખોલવામાં આવે છે.

આ માહિતી હિન્દૂ બુલેટિન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.