આજે છે વસંત પંચમી આ દિવસે માં સરસ્વતીની પૂજાનું ખાસ મહત્વ હોય છે. આવો જાણીએ…

વસંત પંચમીના દિવસે માં સરસ્વતીની પૂજાનું ખાસ મહત્વ હોય છે. આવો જાણીએ આ વખતે વસંત પંચમી પર કયું છે પૂજનનું શુભ મુહૂર્ત

વસંત પંચમી 2019 શુભ મુહૂર્ત અને વિધિ :

માહ મહિનાની શુલ્ક પક્ષની પંચમીની તિથિને સરસ્વતીની પૂજાના દિવસના રૂપમાં ઉજવવામાં આવે છે. ધાર્મિક ગ્રંથોમાં એવી માન્યતા છે કે આ જ ત્રણ શબ્દોની શક્તિએ મનુષ્ય જીવનમાં પ્રવેશ કર્યો હતો. પુરાણોમાં લખ્યું છે કે સૃષ્ટિને વાણી આપવા વાળા બ્રહ્માજીએ કમંડળ માંથી પાણી લઈને ચારેય દિશામાં છાંટ્યું હતું. આ જળમાંથી હાથમાં વીણા લઈને જે શક્તિ પ્રગટ થઈ તે સરસ્વતી દેવી કહેવાઈ. એમના દ્વારા વીણાના તાર છેડતા જ ત્રણેય લોકોમાં ઉર્જાનું સંચાર થયું અને દરેકને શબ્દોમાં વાણી મળી ગઈ. એ દિવસ વસંત પંચમીનો દિવસ હતો, એટલા માટે વસંત પંચમીને સરસ્વતી દેવીનો દિવસ પણ માનવામાં આવે છે.

શાસ્ત્રોમાં વસંત પંચમીના દિવસ માટે ઘણા નિયમ પણ બનાવવામાં આવ્યા છે, જેનું પાલન કરવાથી સરસ્વતી માં પ્રસન્ન થાય છે. વસંત પંચમીના દિવસે પીળા વસ્ત્ર પહેરવા જોઈએ, અને સરસ્વતી માં ની પીળા અને સફેદ રંગના ફૂલોથી જ પૂજા કરવી જોઈએ.

વસંત પંચમી પર પૂજાના શુભ મુહૂર્ત :

વસંત પંચમી પૂજા મુહૂર્ત : સવારે 7:15 થી બપોરે 12:52 વાગ્યા સુધી.

પંચમી તિથિ પ્રારંભ : માહ મહિનાની શુક્લ પંચમી શનિવાર 9 ફેબ્રુઆરીના રોજ બપોરે 12:25 થી શરુ.

પંચમી તિથિ સમાપ્ત : રવિવાર 10 ફેબ્રુઆરીના રોજ બપોરે 2:08 વાગ્યા સુધી.

માં સરસ્વતીની પૂજા વિધિ :

સવારે સ્નાન કર્યા પછી પીળા અથવા સફેદ વસ્ત્ર ધારણ કરો.

માં સરસ્વતીની મૂર્તિ અથવા ચિત્ર ઉત્તર-પૂર્વ દિશામાં સ્થાપિત કરો.

માં સરસ્વતીને સફેદ ચંદન, પીળા અને સફેદ ફૂલ અર્પિત કરો.

એમનું ધ્યાન ધરી ”ૐ એં સરસ્વત્યૈ નમઃ” મંત્રનો 108 વાર જાપ કરો.

માં સરસ્વતીની આરતી કરો અને દૂધ, દહીં, તુલસી, મધ ભેગું કરી પંચામૃતનો પ્રસાદ બનાવી માં ને ભોગ લગાવો.

માં સરસ્વતીને કેવી રીતે કરવા પ્રસન્ન ?

સરસ્વતી માતા પીળા ફળ, માલપુઆ અને ખીરનો ભોગ ચડાવવાથી જલ્દી જ પ્રસન્ન થાય છે.

વસંત પંચમીના દિવસે માં સરસ્વતીને બેસનના લાડુ અથવા બેસનની બરફી, બૂંદીના લાડુ અથવા બૂંદીઓ પ્રસાદ ચઢાવો.

શ્રેષ્ઠ સફળતા પ્રાપ્તિ માટે દેવી સરસ્વતી પર હળદળ ચડાવો અને એ હળદળથી પોતાના પુસ્તક પર ‘એં’ લખો.

વસંત પંચમીના દિવસે કટુ વાણીથી મુક્તિ મેળવવા માટે, વાણીમાં મધુરતા લાવવા માટે દેવી સરસ્વતીને ચડાવેલા મધને રોજ સવારે સૌથી પહેલા થોડું જરૂરથી ચાખવું જોઈએ.

વસંત પંચમીના દિવસે ઘરેણાં, કપડાં, વાહન વગેરેની ખરીદી વગેરે કામ પણ અત્યંત શુભ માનવામાં આવે છે.

શું કરવું જો એકગ્રતાની સમસ્યા છે?

જે લોકોને એકાગ્રતાની સમસ્યા હોય, તેઓ આજથી રોજ સવારે સરસ્વતી વંદનાનો પાથ કરો.

બુધવારના દિવસે માં સરસ્વતીને સફેદ ફૂલ અર્પિત કરો.

જો સાંભળવા અથવા બોલવાની સમસ્યા છે?

સોના અથવા પિત્તળના ચોરસ ટુકડા પર માં સરસ્વતીના બીજ મંત્રને લખીને એને ધારણ કરી શકો છો.

બીજ મંત્ર છે : “એં”

આને ધારણ કરવા પર માંસ-મદિરાનો પ્રયોગ ન કરવો.

જો સંગીત અથવા કલાના ક્ષેત્રમાં સફળતા મેળવવી છે?

આજે કેસર અભિમંત્રિત કરીને જીભ પર “એં” લખાવડાવો.

કોઈ ધાર્મિક વ્યક્તિ અથવા માતા પાસે લખાવડાવવું સારું રહેશે.

આજના દિવસે સામાન્ય રૂપથી શું-શું કરવું ઘણું સારું રહેશે?

આજના દિવસે માં સરસ્વતીને કલમ અવશ્ય અર્પિત કરો અને આખું વર્ષ એ જ કમલનો પ્રયોગ કરો.

પીળા અથવા સફેદ વસ્ત્ર જરૂર ધારણ કરો અને કાળા રંગથી બચીને રહો.

ફક્ત સાત્વિક રૂપથી ભોજન કરો તથા પ્રસન્ન રહો અને સ્વસ્થ રહો.

આજના દિવસે પુખરાજ અને મોતી ધારણ કરવું ઘણું લાભકારી હોય છે.

આજના દિવસે સ્ફટિકની માળાને અભિમંત્રિત કરીને ધારણ કરવું પણ શ્રેષ્ઠ પરિણામ આપે છે.