વાસ્તુ અનુસાર ઘરમાં મૂકો હનુમાનજીની આવી મૂર્તિ, થશે ધનલાભ, મુશ્કેલીઓથી મળશે મુક્તિ.

દરેક વ્યક્તિ પોતાના ઘરની સુખ શાંતિ અને સુખી જીવન માટે સવાર સાંજ પોતાનું ઘરના મંદિરમાં પૂજા અર્ચના કરે છે, એવું કહેવામાં આવે છે કે જો ભગવાનની સાચા મનથી પૂજા અર્ચના કરવામાં આવે તો તેનાથી પૂજાનું ફળ શુભ મળે છે અને જીવનની ઘણી મુશ્કેલીઓ દૂર થાય છે, જો પૂજા કરવાની રીત સારી હોય તો તેનાથી તમારા જીવન ઉપર ઘણી બધી સકારાત્મક અસર થાય છે.

જો આપણે વાસ્તુ મુજબ વાત કરીએ તો વસ્તુના હિસાબે હનુમાનજીની મૂર્તિ આપણા ઘરમાં સ્થાપિત કરવી ઘણી જ શુભકારી અને લાભદાયી માનવામાં આવે છે, હનુમાનજીનાં જુદા જુદા પ્રકારની મૂર્તિ હોય છે. જો વાસ્તુ અનુસાર, આ મૂર્તિ આપણા ઘરમાં સ્થાપિત કરવામાં આવે તો એનાથી ધન પ્રાપ્તિના યોગ ઉભા થાય છે. એવું કહેવામાં આવે છે કે જો કોઈ ભક્ત હનુમાનજીના શરણમાં જાય છે. તો તેની બધી મુશ્કેલીઓ દૂર થાય છે.

જો તમે વસ્તુ મુજબ તમારા ઘર, ઑફિસમાં હનુમાનજીની મૂર્તિઓ સ્થાપિત કરો છો, તો તેનાથી તમારી ઉપર હનુમાનજીની કૃપાદ્રષ્ટિ જળવાઈ રહેશે, જો તમે હનુમાનજીના થોડા રૂપ વાળી મૂર્તિઓ તમારા ઘરમાં સ્થાપિત કરો છો, તો તેનાથી તમારા જીવનની ઘણી બધી સમસ્યાઓનું સમાધાન થશે, આજે અમે તમને વાસ્તુ મુજબ મુજબ હનુમાનજીની આવી કેટલીક મૂર્તિઓ વિશે માહિતી આપવાના છીએ. જેણે ઘરમાં સ્થાપિત કરવાથી તમારી ઘણી બધી સમસ્યાઓ દુર થશે.

આવો જાણીએ વાસ્તુ મુજબ હનુમાનજીની કઇ મૂર્તિ ઘરમાં સ્થાપિત કરવી :-

જો તમે તમારી ઓફિસમાં મહાબલિ હનુમાનજીની એવી મૂર્તિઓ મુકો છો? જેમાં હનુમાનજી યુવાસ્થામાં હોય અને તેમણે પીળા રંગના પોશાક ધારણ કર્યા હોય તો તેનાથી તમારા કામકાજમાં સતત વૃદ્ધિ થાય છે અને તમે તમારા કામ ધંધામાં સતત વિકાસ કરો છો.

જો તમે તમારા ઘરમાં મહાબલિ હનુમાનજીની એવી મૂર્તિઓ મુકો છો, જેમાં તેમની મુદ્રા આશીર્વાદ આપતા રહેલા હોય તો તેના કારણે તમારા ઘરમાં સુખ શાંતિ જળવાઈ રહે છે.

તમે તમારા ઘરના બેઠક રૂમમાં રામ દરબારનું ચિત્ર લગાવો, જેની અંદર મહાબલિ હનુમાનજી હાથ જોડીને ભગવાન રામજીના ચરણોમાં બેઠા હોય, તેનાથી તમારા ઘર પરિવારના લોકો વચ્ચે પ્રેમ એકતા જળવાઈ રહે છે.

તમે તમારા બાળકોના અભ્યાસના રૂમમાં હનુમાનજીની લાલ લંગોટ પહેરીને અને હાથમાં ગદા લઇને આશીર્વાદ મુદ્રા વાળી, મૂર્તિ સ્થાપિત કરો, તેનાથી તમારા બાળકોનું મગજ શાંત રહે છે અને તેમનું મન પણ અભ્યાસમાં લાગશે.

જો તમે તમારા ઘરના મુખ્ય દ્વાર ઉપર પંચમુખી હનુમાનજીની મૂર્તિ મુકો છો, તો તેનાથી તમારા ઘરમાં કોઈપણ નકારાત્મક ઉર્જા પ્રવેશ નહિ કરે અને તમારા ઘર પરિવારના લોકોને ખરાબ નજર પણ નહિ લાગે.

તમે તમારા ઘરની અંદર મહાબલિ હનુમાનજીની એવી મૂર્તિ મુકો, જેની અંદર હનુમાનજી ભગવાન શ્રી રામજીની સેવામાં લીન હોય અને ભગવાન રામજી તેમને આશીર્વાદ આપી રહ્યા હોય, એવી મૂર્તિને સ્થાપિત કરવાથી તમારા ઘર પરિવારમાં પૈસાનો વધારો થશે અને તમને ભારે નફો મળશે.