જાણો કયા વાસ્તુ દોષે તમારા ઘરને બીમારી અથવા ગરીબીથી ઘેરાયેલું રાખ્યું છે

દરેક માણસનું એક સપનું હોય છે કે તેનું એક મોટું… સુંદર ઘર હોય અને તે ઘરમાં પરિવારના દરેક સદસ્ય માટે અલગ અલગ બેડરૂમ હોય અને દરેક બેડરૂમની સાથે ડ્રેસિંગરૂમ અને અટેચ ટોઇલેટ પણ હોવું જ જોઈએ. બેડરૂમ સિવાય એક પૂજા રૂમ, સ્ટડી રૂમ, ડાઈનીંગ રૂમ, લીવીંગ રૂમ, સ્ટોર, કિચન, સિડિયો, ઘરની બહાર ગાર્ડન, કાર પાર્કિંગ શેડ, નોકરનો રૂમ, લીફ્ટ અને સ્વીમીંગ પુલ પણ હોય ત્યારે તો વાત જ શું છે.

અને આ ઘરના સપનાને પૂરું કરવા માટે વ્યક્તિએ શું શું નથી કરવું પડતું પરંતુ આજ સુધી જેટલા પણ લોકોએ આવા ઘર બનાવ્યા છે તે બધાએ પછી એક વાત સામાન્ય રીતે જરૂર કીધી છે…”જયારે આપણે નાના ઘરમાં હતા ત્યારે વધારે સુખી હતા.”

ઘર નાનું ભલે………..દિલ મોટું હતું મોટા મકાનોમાં રહે છે હંમેશા તંગદીલ લોકો.

ઘર ના વાયવ્ય કોણમાં વાસ્તુ દોષથી થાય છે….સ્વાઈન ફ્લુ:

વાસ્તુશાસ્ત્રના સિદ્ધાંતો ના પાલનથી ભવનમાં રહેતા લોકોને ધન સંપતિ, માન સમ્માન અને સંતાન સુખ તો મળે જ છે સાથે જ સ્વાસ્થ્ય પણ સારું રહે છે અને તમને કોઈ ગંભીર રોગ પણ નથી થતો.

ઘરમાં વાસ્તુ દોષ હોય તો તેમાં રહેતા લોકોને અસાધ્ય રોગ થાય છે અને જો આ દોષોને દુર કરવામાં આવે તો બીમાર વ્યક્તિના સ્વાસ્થ્યમાં તરત આશ્ચર્ય જનક રૂપથી સુધારો થવા લાગે છે આમાં પણ કોઈ શંકા નથી.

ભવનના ઈશાન કોણમાં શૌચાલય, ભારે નિર્માણ, ઈશાન કોણ કપાયેલ હોય અથવા ઊંચા વૃક્ષ હોય તો ગૃહસ્વામીના જ્યેષ્ઠ પુત્રને ટીબી અથવા કેન્સર જેવા રોગ થવાની સંભાવના વધી જાય છે.

ઈશાન કોણની સાથે સાથે જો અગ્નિકોણમાં પણ દોષ હોય તો ગૃહસ્વામીની સ્ત્રી સદૈવ રોગ ગ્રસ્ત રહે છે, કીડની સંબંધિત બીમારીઓ થાય છે અને બીજા નંબરના પુત્રનું સ્વાસ્થ્ય બગડી જાય છે.

અગ્નિકોણની સાથે ઉત્તર દિશામાં વાસ્તુ દોષ થાય ત્યારે ચામડીના રોગો થાય છે અને વ્યક્તિના ચહેરાનું તેજ નષ્ટ થઇ જાય છે.

ભવન ની દક્ષીણ દિશામાં મુખ્ય દ્વાર, બેસમેંટ અથવા પાણીનું ટેંક સ્ત્રીઓના રોગોને વધારે છે.
સીડીઓ ની નીચે અથવા ખોટી દિશામાં બનેલા ટોઇલેટ નો ઉપયોગ કરવાથી પાચનતંત્ર બગડી જાય છે અને પેટ સંબંધિત રોગ થાય છે.

નૈઋત્ય કોણમાં દોષ હોય તો ગૃહસ્વામીને હૃદયના હુમલા થવાની સંભાવના વધી જાય છે અને ગર્ભપાત વધારે થાય છે.

નૈઋત્ય કોણની સાથ સાથે ઈશાન કોણ માં પણ દોષ હોય તો ગૃહસ્વામીને લકવો અથવા બ્રેન હેમરેજ થઇ શકે છે.
ભવનની વાયવ્ય દિશામાં રોગ નામના દેવતાનો નિવાસ માનવામાં આવે છે. આ દિશામાં મુખ્ય દ્વાર હોય તો બીમારીઓ ક્યારેય પીછો છોડતી નથી સ્ત્રીઓને માનસિક રોગ અને ડીપ્રેશન જેવી બીમારીઓ વાયવ્ય કોણ માં દોષ થવાના કારણે જ થાય છે અને આનાથી વ્યક્તિની રોગ પ્રતિકારક ક્ષમતા ઓછી થઇ જાય છે જેનાથી સંક્રમણ ઇન્ફેકશન અને ઋતુના બદલાવવાથી થતા રોગો જલ્દી પોતાની જ પેટમાં લઇ લે છે. ખાસ કરીને જીવલેણ બીમારીઓ સ્વાઈન ફ્લુ…ભવનની વાયવ્ય દિશામાં વાસ્તુ દોષ થવાનું જ પરિણામ છે.