વાસ્તુ શાસ્ત્ર : ઓશિકા નીચે રાખો આ વસ્તુ, જીવનની દરેક સમસ્યા થઇ જશે દૂર, બનશે બગડેલા કામ.

તમે બધા લોકોએ ધ્યાનથી જોયું હશે કે તમારું જીવન સારી રીતે ચાલે છે પરંતુ અચાનક જ જીવનમાં તકલીફો ઉભી થવા લાગે છે, જયારે કોઈ વ્યક્તિના જીવનમાં અચાનક જ તકલીફો આવવા લાગે છે, તો તે થોડો સમય સમજાતું નથી કે છેવટે તેમના જીવનમાં એવું કેમ થઇ રહ્યું છે? છેવટે આવું થવા પાછળનું કારણ શું હોય છે?

દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેમના જીવનમાં ક્યારે પણ લોઈ તકલીફ ઉભી ન થાય, પરંતુ ન ઇચ્છવા છતાં પણ તકલીફો વ્યક્તિના જીવનમાં આવવા લાગે છે, જેનાથી છુટકારો મેળવવા માટે વ્યક્તિ ચિંતામાં પડી જાય છે અને વહેલામાં વહેલી તકે પોતાની તકલીફોને દુર કરવા જાત જાતની ટ્રીકો અપનાવે છે.

જો તમારા જીવનમાં પણ અચાનક જ તકલીફો આવવાનું શરુ થઇ ગયું છે, તો તમે આ સ્થિતિમાં વાસ્તુ શાસ્ત્રનો સહારો લઇ શકો છો, વાસ્તુ શાસ્ત્રમાં એવા ઘણા બધા નિયમ બતાવવામાં આવ્યા છે. જેને જો તમે તમારા જીવનમાં અપનાવી લો છો, તો તેનાથી તમારા જીવનની તકલીફો દુર થશે અને તમારા બધા બગડેલા કામ ફરી સારા થઇ શકે છે.

આજે અમે તમને આ પોસ્ટ દ્વારા વાસ્તુ શાસ્ત્રના થોડા વિશેષ નિયમ જણાવવા જઈ રહ્યા છીએ, જો તમે આ નિયમો અપનાવો છો, તો તેનાથી તમારા જીવનની તકલીફો દુર થશે અને તમે તમારા કામકાજમાં સફળતા પ્રાપ્ત કરશો, ખાસ કરીને વાસ્તુ શાસ્ત્ર મુજબ જો વ્યક્તિ રાત્રે સુતી વખતે પોતાના ઓશિકા નીચે થોડી એવી વસ્તુ રાખે છે. તો તેનાથી તેની તકલીફો દુર થાય છે અને તે પોતાના જીવનમાં સફળતા પ્રાપ્ત કરે છે, છેવટે આ વસ્તુ કઈ છે? આવો જાણીએ તેના વિષે.

ઓશિકા નીચે મુકો આ વસ્તુ, જીવનની દરેક તકલીફો થઇ જશે દુર

વાસ્તુ શાસ્ત્રમાં તે વાતનું વર્ણન કરવામાં આવ્યું છે કે જો વ્યક્તિ રાત્રે સુતી વખતે પોતાના ઓશિકા નીચે ગીતા કે સુંદરકાંડનું પુસ્તક મૂકીને સુવે છે. તો તેનાથી તેની ઊંઘમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી ઉભી થતી નથી, તે સારી ઊંઘ લે છે. તે ઉપરાંત તેને પોતાના કામકાજમાં પ્રગતી પ્રાપ્ત થાય છે અને કાર્યક્ષેત્રમાં આવનારી અડચણો માંથી છુટકારો મળે છે.

વાસ્તુ શાસ્ત્રમાં એવા ઘણા સરળ ઉપાય જણાવવામાં આવ્યા છે. જે કરવા ઘણા જ સરળ છે અને આ સરળ ઉપાય તમારા જીવનની ઘણી તકલીફો દુર કરી શકે છે. જો કોઈ વ્યક્તિ રાત્રે સુતી વખતે પોતાના ઓશિકા નીચે મુળી મૂકીને સુવે છે અને સવારે ઉઠીને મુળીને શિવલિંગ ઉપર અર્પણ કરી દે છે, તો તેનાથી રાહુ દોષ દુર થાય છે.

જો લગ્ન જીવનમાં પતિ પત્ની વચ્ચે સંબંધ ઠીક નથી ચાલી રહ્યા? તો તેવામાં તમે મંગળવારની રાત્રે મગની દાળ કોઈ લીલા રંગના કપડામાં બાંધીને તમે તમારા ઓશિકા નીચે મૂકીને સુઈ જાવ, ત્યાર પછી તમે બીજા દિવસે તે કપડાને કોઈ કન્યાને દાન કરી દો કે પછી તમે ઘર પાસે કોઈ દુર્ગા મંદિરમાં મૂકી શકો છો, આ ઉપાય કરવાથી પતિ પત્ની વચ્ચે અંતરીક પ્રેમ વધવા લાગે છે, તે ઉપરાંત તમારી આવકમાં પણ વધારો થવા લાગે છે.

જો તમે રાત્રે સુતી વખતે તાંબાના વાસણમાં જળ ભરીને તમારા માથા તરફ રાખો છો અને સવારે ઉઠીને જળથી તમારો ચહેરો સાફ કરો છો, તો તેનાથી તમારા ચહેરા ઉપર ચમક વધે છે, બીજું વધેલું જળ તમે કોઈ કુંડામાં નાખી શકો છો.

આ માહિતી લાઈવ હિન્દુસ્તાન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.