વાસ્તુશાસ્ત્ર ના આ નિયમ ઘરમાં ધનની અછતને કરશે દૂર, માં લક્ષ્મી દરેક ક્ષેત્રમાં આપશે સાથ

હંમેશા જોવામાં આવે છે કે વ્યક્તિના જીવનમાં ધન સાથે જોડાયેલી ઘણી સમસ્યાઓ સાથે સાથે ઘણી બધી સમસ્યાઓ ઉભી થવા લાગે છે, પરંતુ તમે તમારી આ તમામ સમસ્યાઓનું સમાધાન સરળતાથી કરી શકો છો, વાસ્તુશાસ્ત્ર ના નિયમોનું પાલન કરીને વ્યક્તિ પોતાના જીવનની ધન સાથે જોડાયેલી સમસ્યાઓ તરત જ દુર કરી શકે છે, જો તમે વાસ્તુના થોડા નિયમોનું પાલન કરો છો તો તેનાથી તમારા કુટુંબમાં સુખ અને શાંતિ જળવાઈ રહેશે અને તમે તમારા વેપારમાં સતત સફળતા પ્રાપ્ત કરશો.

વાસ્તુ શાસ્ત્ર મુજબ આપણા જીવનમાં જે પણ મુશ્કેલીઓ ઉભી થાય છે તે તમામ વાસ્તુ દોષને કારણે જ થઇ શકે છે, વાસ્તુ દોષ થવાને કારણે જ તમારે ધન સાથે જોડાયેલી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે, તે ઉપરાંત પણ કુટુંબ અને વેપારમાં ઘણા પ્રકારની અડચણો ઉભી થવા લાગે છે, આજે અમે તમને વાસ્તુના થોડા નિયમ બતાવવાના છીએ જે કરીને ધનની દેવી માતા લક્ષ્મીજીની કૃપા દ્રષ્ટિ તમારી સાથે હંમેશા જળવાયેલી રહેશે અને આર્થિક પ્રગતી સાથે સાથે તમને તમારી કારકિર્દીમાં પણ લાભ જોવા મળશે.

આવો જાણીએ વાસ્તુના આ નિયમો વિષે

વાસ્તુશાસ્ત્ર મુજબ તમે તમારા ઘરમાં એક એવો અરીસો લગાવો જેનું પ્રતિબિંબ તિજોરી અને ધન રાખવાના સ્થાન ઉપર હોય, જો તમે વાસ્તુનો આ નિયમ અપનાવો છો તો તેનાથી તમારા ખોટા ખર્ચા ઓછા થશે અને તમે ધનની બચત કરી શકો છો, તેનાથી તમારી ઉપર માતા લક્ષ્મીજીના આશીર્વાદ જળવાઈ રહેશે.

વાસ્તુ શાસ્ત્ર મુજબ તમે તમારા ઘરના ધાબા ઉપર એક વાસણમાં પાણી અને અનાજ રાખો, જેથી તમારા ઘરના ધાબા ઉપર આવતા પક્ષીઓને ભોજન અને પાણી મળી શકે, જો તમે વસ્તુનો આ નિયમ અપનાવો છો તો તમારા કુટુંબમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. તે ઉપરાંત ધન સાથે જોડાયેલી સમસ્યાઓ માંથી પણ છુટકારો મળે છે.

જો કોઈ વ્યક્તિની આવકમાં વારંવાર અડચણો ઉભી થઇ રહી છે, તમારે વધુ મહેનત કરવા છતાં પણ ધન લાભની પ્રાપ્તિ નથી થઇ શકતી તો એવી સ્થિતિમાં તમે તમારા સુવાના રૂમમાં કોઈ જગ્યાએ ભારે વસ્તુ કે કોઈ નક્કર વસ્તુ રાખી દો. તેનાથી તમને લાભ પ્રાપ્ત થશે.

જો તમે તમારા ઘરની અંદર માછલી ઘર રાખો છો અને તેની અંદર કાળી અને સોનેરી રંગની માછલી રાખો છો તો તેનાથી ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જા દુર થાય છે અને ધીમે ધીમે તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાની અસર વધવા લાગે છે.

જો તમારા ઘરની આજુબાજુ કોઈના દ્વારા ત્રાસ છે તો તમે ઘરની ઉત્તર પૂર્વી દીવાલ ઉપર ભગવાન ગણેશજીની તસ્વીર લગાવો, તેનાથી તમને ફાયદો મળશે.

તમે રોજ નિયમિત રીતે સ્ફટીકના શિવલિંગની પૂજા કરો, જો સ્ફટિક અસલી હોય તો તેની અસરમાં વધારો થાય છે.

જો તમારા ઘરના મંદિરમાં ભગવાન ગણેશજીની એકથી વધુ મૂર્તિ કે ફોટા છે તો તેનાથી તેને તમે તરત દુર કરી દો કેમ કે વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરના મંદિરમાં ભગવાન ગણેશજીની એક જ મૂર્તિ હોવી જોઈએ.

તમે તમારા ઘરની બહાર અને અંદર આશીર્વાદ મુદ્રામાં દેવી દેવતાની મૂર્તિ કે ચિત્ર લગાવી શકો છો, પરંતુ તમે એ વાતનું ધ્યાન રાખો કે દેવી દેવતાઓનું મોઢું ઘરની બહાર તરફ હોવું જોઈએ, માત્ર ગણેશજીનું મોઢું ઘરની અંદર રાખો.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.