વાસ્તુ શાસ્ત્ર મુજબ બધા લોકોને ખબર હોવી જોઈએ પૂજાઘર સાથે જોડાયેલી આ જરૂરી વાતો

આપણા ઘરની અંદર આપણા ઘરનું પૂજા ઘર ઘણું જ મહત્વનો ભાગ માનવામાં આવે છે, પૂજા ઘરની અંદર કુટુંબના સભ્યો સવાર સાંજ પૂજા અર્ચના કરે છે, તેવામાં કહેવામાં આવે છે કે જો ઘરમાં પૂજા ઘર છે તો તેના કારણે જ ઘરની અંદર સકારાત્મક ઉર્જાનો પ્રવાહ હંમેશા જળવાઈ રહે છે, એ કારણે જ ઘરની અંદર ભગવાન માટે મંદિર કે પૂજા ઘર બનાવવું ઘણું જ જરૂરી માનવામાં આવે છે, ઘરમાં પૂજા સ્થળ હોવાને કારણે સૌભાગ્યનું આગમન થાય છે.

વાસ્તુશાસ્ત્રમાં ઘરમાં મંદિર સાથે જોડાયેલા ઘણા બધા નિયમ જણાવવામાં આવ્યા છે, જે નિયમો ઉપર જો વ્યક્તિ અમલ કરશે તો તેનાથી કુટુંબની મુશ્કેલીઓ દુર થશે અને કુટુંબના લોકોનું ભાગ્ય ચમકી શકે છે. આજે અમે તમને વાસ્તુ સાથે જોડાયેલી થોડી જરૂરી વાતો જણાવવાના છીએ, તમારા ઘરનું મંદિર કેવું હોવું જોઈએ? એ તમામ જાણકારી જાણવી તમારા માટે ઘણી જ જરૂરી છે.

આવો જાણીએ પૂજા ઘર સાથે જોડાયેલી વાસ્તુ ટીપ્સ

વાસ્તુ શાસ્ત્ર મુજબ વ્યક્તિએ પોતાનું ઘર 3 મહિનાથી વધુ સમય સુધી ખાલી ન છોડવું જોઈએ, જો તમે કોઈ કારણથી ઘરની બહાર જઈ રહ્યા છો તો તમે ભૂલથી પણ પૂજા ઘરમાં તાળું ન લગાવો.

જો તમે કોઈ એવા મકાનમાં પ્રવેશ કરી રહ્યા છો જે ઘણા વર્ષોથી ખાલી પડ્યું છે તો એવી સ્થિતિમાં તમે વાસ્તુ શાંતિ કરાવ્યા વગર તે ઘરમાં પ્રવેશ ન કરો.

વાસ્તુ શાસ્ત્ર મુજબ વ્યક્તિએ ક્યારેય પણ તમારા ઘરનું મંદિર રસોડામાં ન બનાવવું જોઈએ, તેનાથી કુટુંબના લોકોને નુકશાન પહોચે છે.

તમે તમારા ઘરનું મંદિર ઇશાન ખૂણામાં બનાવડાવો, તેનાથી કુટુંબમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ હંમેશા જળવાઈ રહે છે, તે ઉપરાંત તમે ઘરનું મંદિર ક્યારેય પણ સીડીઓની નીચે ન બનાવો.

તમે તમારા ઘરનું મંદિર બાથરૂમ કે ટોયલેટની બાજુમાં ન બનાવો અને બેડરૂમમાં ઘરનું મંદિર ના બનાવો.

ઘણા બધા લોકો એવા છે જે લાકડાનું મંદિર બનાવે છે, જો તમે પણ ઘર મંદિર લાકડાનું બનાવ્યું છે તો તમે તેને તમારા ઘરની દીવાલ સાથે અડાડીને ન રાખશો.

વાસ્તુ નિયમ મુજબ જો તમે તમારા ઘરના મંદિરમાં ભગવાન ગણેશ અને ઘનની દેવી માતા લક્ષ્મીજીની મૂર્તિ કે ફોટો રાખી રહ્યા છો તો તમારે એ વાતનું ધ્યાન રાખવું પડશે કે તમે શ્રી ગણેશ અને માં લક્ષ્મીની મૂર્તિ ક્યારેય પણ ઉભી ન રાખો અને  પૂજા સ્થળ અંધારામાં ના હોવું જોઈએ.

વસ્તુ શાસ્ત્ર મુજબ તમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવું પડશે કે તમે ઘરના પૂજાઘરમાં ઘુમ્મટ, કળશ ન બનાવો, મંદિરમાં જે પણ ભગવાનની મૂર્તિઓ તમે રાખેલી છે તે મૂર્તિઓનો ચહેરો કોઈપણ વસ્તુથી ઢાંકેલો હોવો જોઈએ કેમ કે તે શુભ નથી માનવામાં આવતું, તે ઉપરાંત એક ઘરની અંદર એક જ મંદિર હોવું જોઈએ, જે સ્થળ ઉપર તમે મંદિર બનાવ્યું છે તે સ્થળ તરફ પગ રાખીને ન સુવો.

પૂજા ઘરની અંદર પૂજા સામગ્રી અને ધાર્મિક પુસ્તકો રાખવામાં આવે છે, તમે આ વસ્તુ મંદિરની નીચે રાખી શકો છો.

આ માહિતી હિન્દૂ બુલેટિન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.