વાસ્તુ ટિપ્સ : ઘરમાં બારીઓ ચોક્કસ હોવી જોઈએ, તેને બનાવતા સમયે આ વાતોનું પણ રાખવું પડે છે ખાસ ધ્યાન

ઘરમાં બારી બનાવતા સમયે ધ્યાનમાં રાખો આ 7 વિશેષ વાતો, વાંચો જરૂરી વાસ્તુ ટિપ્સ વિષે. ઘર બનાવતા સમયે બારીઓ જરૂર રાખવામાં આવે છે, જેથી હવા અને પ્રકાશ ઘરમાં આવી શકે. જે ઘરમાં બારી નથી હોતી, ત્યાં રહેવાવાળા લોકો હંમેશા બીમાર રહે છે. વાસ્તુ શાસ્ત્રમાં બારી સાથે જોડાયેલી ઘણી જરૂરી ટિપ્સ જણાવવામાં આવી છે, જેને ઘર બનાવતા સમયે ધ્યાનમાં રાખવી જોઈએ. આ ટિપ્સ આ પ્રકારે છે.

(1) ઘરની છતમાં કોઈ પણ પ્રકારનું બાકોરું નહિ હોવું જોઈએ, જેમકે આજકાલ ઘરમાં અજવાળું આવે એટલા માટે ઘરની છતમાં 2 X 2 નો એક ભાગ છોડી દેવામાં આવે છે. તેનાથી ઘરમાં હંમેશા હવાનું દબાણ બની રહેશે, જે સ્વાસ્થ્ય અને મન-મગજ પર ખરાબ અસર કરશે. જો બનાવવું હોય તો કોઈ વાસ્તુ શાસ્ત્રીને પૂછીને બનાવો.

(2) ઘરની વાયવ્ય, ઉત્તર, ઈશાન અને પૂર્વ દિશામાં બારી બનાવવી સારી રહે છે.

(3) રસોડામાં બારી જરૂર બનાવવી જોઈએ, જેથી ગરમ હવા અને ધુમાડો બહાર નીકળી શકે.

(4) બાથરૂમ અને ટોયલેટમાં યોગ્ય દિશામાં નાની બારી હોવી જોઈએ.

(5) આગ્નેય, દક્ષિણ અને નૈઋત્ય દિશામાં બારી નહિ બનાવવી જોઈએ. રસોડું આગ્નેય દિશામાં છે તો બારી યોગ્ય યોગ્ય દિશામાં બનાવી શકો છો. તેના માટે કોઈ વાસ્તુવિદ્દની સલાહ લેવી જોઈએ.

(6) ઘરમાં બારીની સંખ્યા બેકી એટલે કે 2, 4, 6 એવી રીતે હોવી જોઈએ, એકી સંખ્યામાં એટલે કે 1, 3, 5 ની સંખ્યામાં બારી નહિ હોવી જોઈએ.

(7) જો બારી ખોલતા અને બંધ કરતા સમયે તેમાંથી અવાજ આવે તો તેનું રીપેરીંગ કરાવવું જોઈએ. બારીઓમાંથી આવતો અવાજ વાસ્તુ દોષનું કારણ બની શકે છે.

(8) ઘરના મુખ્ય દરવાજાની બંને તરફ બારીઓ બનાવવી જોઈએ, જેથી ચુંબકીય ચક્ર વ્યવસ્થિત રહે.

(9) પૂર્વ દિશાને ભગવાન સૂર્ય દેવની દિશા માનવામાં આવે છે. પૂર્વ દિશામાં વધારેમાં વધારે બારીઓ બનાવવી જોઈએ, જેથી ઘરમાં સૂર્યનો પૂરતો પ્રકાશ આવી શકે.

(10) ઉત્તર દિશાને ભગવાન કુબેરની દિશા માનવામાં આવે છે. ઉત્તર દિશામાં વધારેમાં વધારે બારીઓનું નિર્માણ કરવું જોઈએ, તેનાથી ઘરના લોકો પર ભગવાન કુબેરનો આશીર્વાદ બની રહે છે.

(11) ઘરની ઉત્તર દિશાની દીવાલમાં બારી ન બની શકે તો એક ગેલેરી બનાવીને તેમાં બારી બનાવી દેવી જોઈએ. આ ઉપાય કરવાથી ગૃહ સ્વામીને આર્થિક સંકટોથી છુટકારો મળે છે.

(12) ઘરની દીવાલમાં બારીઓ એક જ લાઈનમાં બનાવવામાં આવવી જોઈએ. એટલે કે બારીઓ ઊંચી નીચી નહિ હોવી જોઈએ.

(13) ઘરના મુખ્ય દરવાજા પાસે બનેલી બારીઓ તૂટેલી નહીં હોવી જોઈએ, તેની કળી(કુંડી) કે તેની જાળી તૂટેલી નહિ હોવી જોઈએ. તૂટેલી અથવા જૂની બારીઓને કારણે ઘરના સભ્યોએ બીમારીઓનો સામનો કરવો પડી શકે છે, અને બાળકોના ભણતર પર પણ ખરાબ અસર પડે છે.

આ માહિતી એશિયનનેટ ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.