વાસ્તુ ટિપ્સ : પૂજા કરતી વખતે કરો આ વાતોનું પાલન, ઘરમાં બની રહેશે ખુશહાલી.

વાસ્તુ શાસ્ત્રમાં પૂજા કરવા સાથે જોડાયેલી ઘણી ટીપ્સ આપવામાં આવી છે, જેનું પાલન દરેકે કરવું જોઈએ. વાસ્તુ શાસ્ત્રમાં જણાવવામાં આવેલી આ ટીપ્સનું પાલન કરવાથી જીવનમાં સુખ-સમૃદ્ધી જળવાઈ રહે છે અને ઘરના સભ્યોનું આરોગ્ય પણ સારું રહે છે. એટલા માટે વાસ્તુ શાસ્ત્રમાં જણાવવામાં આવેલી આ ટીપ્સ તમે જરૂર કરીને જુવો.

વાસ્તુ શાસ્ત્રમાં ફૂલોનું ઘણું મહત્વ જણાવવામાં આવ્યું છે. વાસ્તુ શાસ્ત્ર મુજબ પૂજા દરમિયાન ફૂલોનો ઉપયોગ જરૂર કરવો જોઈએ. કેમ કે તેના વગર કરવામાં આવેલી પૂજા સફળ થતી નથી. એ કારણ છે કે જયારે પણ આપણે મંદિરમાં જઈએ છીએ, તો ભગવાનને ફૂલ જરૂર અર્પણ કરીએ છીએ.

કરો આ નિયમોનું પાલન

રોજ ચડાવો નવા ફૂલ :-

ભગવાનને ફૂલ ઘણા જ પસંદ છે. એટલા માટે પૂજા કરતી વખતે ભગવાનને ફૂલ જરૂર અર્પણ કરવામાં આવે છે. વસ્તુ શાસ્ત્ર મુજબ પૂજા દરમિયાન તમે ફૂલોનો ઉપયોગ કરો અને ભગવાનને તેના મનપસંદ ફૂલ જરૂર ચડાવો. રોજ પૂજા કરતી વખતે ભગવાનને ફૂલ અર્પણ કરવાથી દરેક દુઃખ દુર થઇ જાય છે.

માત્ર સ્વચ્છ ફૂલ કરો અર્પણ :-

જયારે પણ તમે પૂજાની થાળી તૈયાર કરો તો તેમાં માત્ર સ્વચ્છ અને સુંદર ફૂલ જ રાખો. ક્યારે પણ પૂજા કરતી વખતે સુકા કે ખરાબ ફૂલનો ઉપયોગ ન કરો. અને પૂજા કરતી વખતે ફૂલોને જમીન ઉપર ન રાખો.

વધુ સમય સુધી ન રાખો ફૂલ :-

ઘણી વખત લોકો પૂજા કર્યા પછી ફૂલોને મંદિરમાં જ રહેવા દે છે અને તેને દુર કરવાનું ભૂલી જાય છે. જે એકદમ ખોટું છે. પૂજા કર્યા પછી જેવા ફૂલ સુકાઈ જાય અને તેની સુંગંધ દુર થઇ જાય તો તેને મંદિર માંથી દુર કરી લો. વાસ્તુ શાસ્ત્ર મુજબ મંદિરમાં રાખવામાં આવેલા ફૂલ વધુ સમય સુધી રાખવા શુભ નથી માનવામાં આવતું અને એમ કરવાથી ઘરની શાંતિ ભંગ થઇ જાય છે. એટલા માટે જેવા જ ભગવાનને ચડાવવામાં આવેલા ફૂલ સુકાઈ જાય તો તેને મંદિર માંથી દુર કરી લો. અને આ ફૂલને કચરાપેટીમાં ન ફેંકો. તેને હંમેશા કુંડામાં નાખો.

ફરી વખત ન કરો ઉપયોગ :-

જે ફૂલનો ઉપયોગ એક વખત પૂજા દરમિયાન કરવામાં આવે તેને ફરી ઉપયોગ ન કરો. અને પૂજા કરતી વખતે હંમેશા તાજા ખીલેલા ફૂલનો જ ઉપયોગ જ કરો.

ધૂપ જરૂર સળગાવો :-

ઘણા લોકો પૂજા કરતી વખતે અગરબત્તીનો ઉપયોગ કરે છે. જે યોગ્ય ગણવામાં આવતું નથી. વાસ્તુ શાસ્ત્રમાં ધૂપને શુભ અને ઉત્તમ ગણવામાં આવે છે. વાસ્તુ શાસ્ત્ર મુજબ ધૂપ સળગાવવાથી ઘરનું વાતાવરણ શુદ્ધ રહે છે અને ઘરમાં તનાવ નથી ફેલાતો. બજારમાં ઘણા પ્રકારના ધૂપ મળે છે અને તેમાંથી કોઈ એક ધૂપનો ઉપયોગ કરી શકો છો. ભગવાન સામે ધૂપ સળગાવ્યા પછી તેને આખા ઘરમાં ફેરવી દો. એમ કરવાથી ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જા સપૂર્ણ રીતે નાશ થઇ જાય છે.

જરૂર છાંટો ગંગાજળ :-

સવારે સ્નાન કર્યા પછી મંદિરની સફાઈ જરૂર કરો અને મંદિરને સાફ કરતી વખતે ગંગાજળ જરૂર છાંટો. એમ કરવાથી મંદિર પવિત્ર થઇ જાય છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.