મનુષ્ય જીવનની દરેક સુખ-સુવિધાઓ માટે બધી બાજુ હાથ-પગ મારતા ફરે છે, પરંતુ તમામ પ્રયત્નો કરવા છતાં પણ જયારે કામ નથી બનતું તો જ્યોતિષના શરણમાં જાય છે.
જ્યોતિષ જે દશા જણાવવાની સાથે દિશા પણ જણાવવાનું કામ પણ કરે છે. કુંડળી સાથે જોડાયેલા તમામ ગ્રહોના દોષને દૂર કરવા અને એમના શુભ ફળ મેળવવા માટે આપણે ત્યાં અન્ન અને ભોજનના દાનની પરંપરા ચાલી આવી રહી છે. તો આવો જાણીએ રોટલી સાથે જોડાયેલા એ જ્યોતિષ ઉપાય જે કોઈ પણ મનુષ્યનું ભાગ્ય બદલવા માટે જવાબદાર હોય છે.
દિવસની પહેલી રોટલી : ઘરના રસોડામાં પહેલી રોટલી સેકયા પછી એમાં શુદ્ધ ઘી લગાવી ચાર ટુકડા કરો, અને ચારેય ટુકડા પર ખીર અથવા ખાંડ અથવા ગોળ મૂકી દો. એમાંથી એક ટુકડો ગાયને, બીજો કૂતરાને, ત્રીજો કાગડાને અને ચોથો કોઈ ભિખારીને આપી દો. આ ઉપાય અનુસાર ગાયને રોટલી ખવડાવવાથી પિતૃદોષ દૂર થશે, કૂતરાને રોટલી ખવડાવવાથી શત્રુભય દૂર થશે, કાગડાને રોટલી ખવડાવવાથી પિતૃદોષ અને કાલસર્પ દોષ દૂર થશે અને રોટલીનો છેલ્લો ટુકડો કોઈ ગરીબ અથવા ભુખ્યાને ભોજન સાથે ખવડાવવાથી આર્થિક કષ્ટ દૂર થશે, અને બગડેલા કામ બનવા લાગશે.
રાતની છેલ્લી રોટલી : જો તમારા જીવનમાં શનિએ સનસની ફેલાવી રાખી છે, અથવા તમારા કામમાં રાહુ-કેતુ અડચણ ઉભી કરી રહ્યા છે, તો રોટલીનો આ ઉપાય તમારા માટે રામબાણ સાબિત થઈ શકે છે. આ બધા ગ્રહોની અશુભતા દૂર કરવા માટે રાતના સમયે બનાવેલી છેલ્લી રોટલી પર સરસવનું તેલ લગાવી કાળા કૂતરાને ખવડાવી દો. જો કાળા કુતરા ન ખાય અથવા મળે નહિ, તો કોઈ બીજા કૂતરાને ખવડાવી આ ઉપાય કરી શકો છો.
આમને પણ ખવડાવો રોટલી : આપણે ત્યાં અતિથિને દેવતા સમાન માનવામાં આવે છે, પછી તે પૈસા વાળા હોય કે સામાન્ય માણસ. જો કોઈ નિર્ધન અથવા ભિખારી તમારા ઘરે આવે તો શક્ય હોય ત્યાં સુધી તમે એને ભોજન કરાવવાનો પ્રયત્ન કરો. આ રીતે ભોજન સમયે કોઈ તમારે ત્યાં આવે કે પછી તમારે ત્યાંથી જવા લાગે, તો એને રોટલી જરૂર ખવડાવો.
આ રીતે દૂર થશે રાહુ : જો તમામ પ્રયત્નો છતાં પણ સફળતા નથી મળી રહી, તો તમારા માટે રોટલીનો આ ઉપાય વરદાન સાબિત થઈ શકે છે. કામમાં આવી રહેલી અડચણોને દૂર કરવા માટે રોટલી અને ખાંડ ભેગી કરી એના નાના-નાના ટુકડા કીડીઓને ખાવા માટે એમના દર પાસે મુકો. આ ઉપાયથી તમારી અડચણો ધીરે-ધીરે દૂર થવા લાગશે.
સુખ-શાંતિ માટે : જો તમારા ઘરના સમન્વય અને પ્રેમને કોઈની નજર લાગી ગઈ છે, અને થોડા-થોડા દિવસે પરિવારના સભ્યોમાં ઝગડા થતા રહે છે, તો તમે રોટલી સાથે જોડાયેલ આ ચમત્કારિક ઉપાયને જરૂર અપનાવી જુઓ. બપોરના સમયે જયારે પણ તમે પોતાના રસોડામાં પહેલી રોટલી સેકો છો, તો એને ગાય માટે અને છેલ્લી રોટલી કુતરા માટે જરૂર કાઢો. અને એને જમવા પહેલા ગાય અને કૂતરાને ખવડાવવાનો પ્રયત્ન કરો. જો એવું સંભવ ન થાય તો પછીથી એમને ખવડાવી દો.