વાત ISRO ના વૈજ્ઞાનિકની જેને 24 વર્ષ સુધી વિશ્વાસઘાતી માનવામાં આવ્યા પછી પદ્મ ભૂષણ મળ્યું.

કહાનીએ ISRO વૈજ્ઞાનિકની, જેને 24 વર્ષ સુધી ગદ્દાર માનવામાં આવ્યા પછી પદ્મ ભૂષણ મળ્યું

પદ્મ ભૂષણ નંબી નારાયણનની કહાની એવી છે, જેની ઉપર ફિલ્મ બની શકે છે અને બની પણ રહી છે. એક પ્રતિભાશાળી વૈજ્ઞાનિક જેની ઉપર દેશથી ગદ્દારીના આરોપ લાગ્યા, જેલ પણ ગયા અને અંતમાં સરકાર તરફથી સન્માન મળ્યું.

ISRO ના આ વૈજ્ઞાનિકની ઓળખ ‘વિકાસ એન્જિન’ બનાવવાની પણ છે, આ એન્જિનને કારણે જ ભારતએ પ્રથમ PSLV શરૂ કર્યું હતું. આજે પણ ઈસરોનાં ઐતિહાસિક મિશનોમાં આ જ એન્જિનનો ઉપયોગ થાય છે, જેમ કે – ચંદ્રયાન અને મંગલયન.

આજે ભારતીય સ્પેસ ટેકનીકનું નેતૃત્વ કરનારા નંબી નારાયણીને 24 વર્ષ થઇ ગયા પોતાને નિર્દોષ સાબિત કરવામાં.

એક સમય હતો જ્યારે ભારત ચોક્કસ ઇંધણ માટે રોકેટની ઉચ્ચ ટેકનીક માટે વિદેશ આધારિત હતું. નારાયણન પ્રથમ વ્યક્તિ હતા. જેમણે દ્રવ્ય ઇંધણની દિશામાં પરિવર્તનની શરૂઆત કરી.

તેમના આ વિચારથી તેમના સિનિયર જેવા ડોક્ટર એ.પી.જે.અબ્દુલ કલામ, વિક્રમ સરાભાઈ વગેરે સંમત ન હતા પરંતુ તેમને આગળ સંશોધન કરવા માટે પરવાનગી આપવામાં આવી હતી.

તે પ્રિન્સટન યુનિવર્સિટી રોકેટ પ્રોપલ્શન વિષય ઉપર સંશોધન કરવા માટે. ત્યાર પછી તેમણે પાંચ વર્ષ ફ્રેન્ચ વાઇકિંગ એન્જિન અને લિક્વિડ પ્રોપલ્શન ટેકનીક ઉપર સંશોધન કરી. તે ટેકનીક આગળ જતા ‘વિકાસ એન્જિન’ તૈયાર કરવા માટે કાર્યક્ષમ સાબિત થઈ.

વર્ષ 1994 સુધી નંબી નારાયણન ઈસરો એ ક્રાયોજેનિક સ્પેસ એંજિન પ્રોગ્રામના ઇન્ચાર્જ બન્યા હતા. તે દરમિયાન તેમની ઉપર જાસૂસી કરવાના ખોટા આરોપ મૂકવામાં આવ્યા.

નારાયણન સાથે ચાર બીજાને ગુપ્ત સૂચનાઓને માલદીવની ઇન્ટેલિજન્સ અધિકારી મરિયમ રશીદા અને ફૌઝિયા હસનનેને આપવાના આરોપમાં ધરપકડ કરી લેવામાં આવી. મીડિયાના રીપોર્ટ મુજબ તે 50 દિવસ સુધી જેલમાં પણ રહ્યા હતા.

આ કેસ 1996 માં સીબીઆઈને સોંપી દેવામાં આવ્યો, સીબીઆઈએના તપાસનો રિપોર્ટ કેરળ કોર્ટમાં રજૂ કરી અને તમામ આરોપોને આધાર વગરના ગણાવ્યા.

પરંતુ તેનાથી નારાયણનના ચરીત્ય ઉપર ઊંડો ડાઘ લાગી ગયો હતો અને તેમના નામ સાથે દગાબાઝ લાગી ગયું હતું. તેવું કહેવામાં પણ આવતું હતું કે તેના અને તેમના પરિવારને શરમ અનુભવવી પડતી હતી.

લાંબી લડાઈ પછી સુપ્રીમ કોર્ટે તેમની ઉપર લગાવવામાં આવેલા તમામ આરોપોને ખારીજ કરવામાં આવ્યા અને કેરળ સરકારે તેમને નુકસાની ઉપર 50 લાખ આપવાનો આદેશ આપ્યો. પોતાને નિર્દોષ સાબિત કરવામા 24 વર્ષ લાગી ગયા.

જ્યારે જાન્યુઆરીમાં તેમને પદ્મ ભુષણ એવોર્ડ આપવાની જાહેરાત કરવામાં આવી, ત્યારે તેમણે કહ્યું, ‘હું ખૂબ ખુશ છું, મારી ઉપર જાસુસીનો આરોપ હતો, મારી ઓળખના રૂપમાં વધુ ચર્ચામાં હતી, આ સન્માન મારા યોગદાનને ઓળખાણ અપાવશે.’

નારાયણનએ પોતાની કહાની, ને પુસ્તકના સ્વરૂપમાં પણ આપી છે. જેનું નામ છે રેડી ટુ ફાયર, આ પુસ્તક ઉપર રોકેટ્રી: ધ નમ્બિ ઇફેક્ટ નામની ફિલ્મ પણ બની રહી છે.

આવા કેટકેટલા વૈજ્ઞાનિકની કર્મભૂમિ છે ભારત અને કેટલાય આરોપો અને પ્રત્યારોપની પરવા કર્યા સિવાય દેશ માટે સમર્પિત છે આપણા વૈજ્ઞાનિકો. એમને સો સો સલામ, જય હિન્દ…