મહાઋષિ વાગ્ભટ્ટ કહે છે કે જીવનમાં 85 ટકા બીમારીઓને દરેક વ્યક્તિ પોતે જ દુર કરી શકે છે. આજે અમે તમને બાકીની 15 ટકા વાળી બીમારીઓ વિષે જણાવીશું. જે બચેલ 15 ટકા ભાગ છે જેમાં કોઈ વિશેષજ્ઞની જરૂરત છે તેના વિષે અમે તમને જણાવીશું. પણ આ વાંચીને તમને એવું લાગશે કે બાકીની 15 ટકા પણ આપણે જાતે સારી કરી શકીએ છીએ. વાગ્ભટ્ટજીની આ જ કહે છે કે દરેક વ્યક્તિ પોતાના માટે વિશેષજ્ઞ જ હોય છે.
વાગ્ભટ્ટજી જણાવે છે કે જે વ્યક્તિ પોતાના શરીરનું શુક્ષ્મ અવલોકન કરી શકે, તે બધા વિશેષજ્ઞ હોય છે. તેઓ જણાવે છે કે જયારે વિશેષજ્ઞ ચિકિત્સાની વાત આવે, જેમાં ગંભીર રોગ જેમ કે કેન્સર, ડાયાબિટીસ, આર્થરાઇટિસ. તો આમાં ભગવાને પ્રકૃતિમાં એવી વ્યવસ્થા બનાવી છે, કે જેમાં ગંભીર રોગોની ચિકિત્સા તમે ખુબ સરળતાથી કરી શકો છો. તેમાંથી તેમણે એક જગ્યાએ લખ્યું છે કે આ આખા બ્રહ્માંડમાં, આખી પ્રકૃતિમાં એવી ઘણી વસ્તુઓ છે જે એકસાથે વાત, પિત્ત અને કફને એકસાથે સારું કરવાની શક્તિ રાખે છે.
ખુબ ઓછી વસ્તુ છે આ પ્રકૃતિમાં જે વાત,પિત્ત અને કફને એકસાથે સારું કરી શકે. કેટલીક વસ્તુઓ એવી છે જે વાતને સારું રાખે છે તો કેટલીક વસ્તુઓ એવી છે જે પિત્તને સારું રાખે અને કેલિક કફને સારું કરે છે. વાતને સારું રાખવા વાળી સૌથી સારી વસ્તુ જે તમારા ઘરમાં સરળતાથી મળી જાય છે તે છે તેલ. તેલ તે જેમાં આપણે શાકભાજી બનાવીએ છીએ.
સૌથી સારી વસ્તુ તેલ છે જે વાતને હંમેશા સમાનતામાં રાખે છે, અને તે વાતને વધવા દેતું નથી. પરંતુ તમે એક વસ્તુ પર જોર આપજો કે તેલ એટલે કે શુદ્ધ તેલ. તેમણે આ શુદ્ધ તેલ વિષે લખ્યું હતું 3.5 હજાર વર્ષ પહેલા. આજના વિશ્લેષણમાં જો આપણે ધ્યાન આપીએ તો શુદ્ધ તેલ એટલે કે તેલની ઘાનીથી નીકળે સીધે સીધું તેલ, ભેળસેળ વિનાનું તેલ. કોઈ પણ મશીનથી નીકળેલ ભેળસેળ વિનાનું તેલ, નોન રીફાઇન્ડ તેલ.
જો તમે તેલ ખાઈ રહ્યા છો તો વાગ્ભટ્ટજીનું નિવેદન છે કે તમે તેલ શુદ્ધ ખાઓ એટલે રીફાઇન્ડ તેલ ન ખાવું, ડબલ રીફાઇન્ડ તેલ ન ખાવો. તમે કહેશો કે આવું કેમ? કારણ કે ડોક્ટર તો કહે છે રીફાઇન્ડ ખાવો, ડબલ રીફાઇન્ડ ખાઓ તમને હાર્ટ એટેક નહિ આવશે વગેરે વગેરે. આ જે રીફાઇન્ડ તેલ છે તેને કેવી રીતે રીફાઇન્ડ કરવામાં આવે છે? કોઈ પણ તેલને રીફાઇન્ડ કરવા માટે 6 થી 7 કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે અને ડબલ રીફાઇન્ડ કરવા માટે 12 થી 13 કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે.
આ બધા કેમિકલ મનુષ્યે પ્રયોગ શાળામાં બનાવ્યા છે. ભગવાનનું બનાવેલ કોઈ પણ કેમિકલ તેલને રીફાઇન્ડ કરી શકે નહિ. સીધી ભાષામાં કહીએ તો એક પણ ઓર્ગેનિક કેમકલ નથી જે તેલને સાફ કરી શકે. જેટલા પણ કેમિકલ દુનિયામાં તેલને સાફ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે તે ઈનઓર્ગેનિક છે. ઈનઓર્ગેનિક કેમિકલ જ દુનિયામાં ઝેર ફેલાવે છે.
આજની દુનિયામાં આધુનિકતાના નામ પર જેટલા ઈનઓર્ગેનિક કેમિકલનો જગ્યાએ-જગ્યાએ ઉપયોગ થઇ રહ્યો છે, તે બધું તમને ધીરે ધીરે તે જ તરફ લઇ જાય છે જેનાથી તમારા શરીરમાં ઝેર ફેલાય છે. એટલા માટે રીફાઇન્ડ તેલ અને ડબલ રીફાઇન્ડ તેલ ભૂલથી પણ ખાવો નહિ. વાગ્ભટ્ટ જણાવે છે કે જીવન ભર વાતને સારું રાખવું છે તો સૌથી સરળ ચિકિત્સા જણાવે છે તે છે શુદ્ધ તેલ.
તમારા મનમાં બે વિચાર આવશે જેમાં પહેલો વિચાર આવશે કે શુદ્ધ તેલમાં દુર્ગધ ખુબ આવે છે. અને બીજો વિચાર શુદ્ધ તેલ ઘટ અને ચીકણું હોય છે. ભારત દેશના વૈજ્ઞાનીકોએ જયારે શુદ્ધ તેલ પર કામ કર્યુ, તો ખબર પડી કે તેલનું જે ચીકણાપણું છે તે તેનો સૌથી મહત્વ પૂર્ણ ઘટક છે. તેલમાં ઘણું બધું હોય છે તેમાંથી સૌથી મહત્વપૂર્ણ ભાગ છે તે તેનું ચીકણાપણું જ છે.
તેલમાંથી જો આ ચીકણાપણું કાઢીએ તો જાણવામાં આવ્યું કે તેલ રહ્યું જ નથી. તેલ જેના માટે ખાવામાં આવે છે તે વસ્તુ બચીજ નથી, તે ભાગ જ ગાયબ થઇ ગયો. પછી જાણવામાં આવ્યું કે તેલમાંથી દુર્ગધ આવી રહી છે તે તેનું પ્રોટીન છે. તેલમાં પ્રોટીન વધુ હોય છે. જેમ તમે સાંભયું હશે કે દાળમાં પ્રોટીન હોય છે. દાળમાં પ્રોટીન સૌથી વધારે છે અને દાળ પછી જો સૌથી વધારે પ્રોટીન જોવામાં આવે તો તે તેલમાં હોય છે.
તમે જે તેલમાં દુર્ગધ કહી રહ્યા છે તે તેનું પ્રોટીન છે. 4-5 પ્રકારના પ્રોટીન હોય છે બધા તેલમાં. જેવું જ તમે તેલમાંથી દુર્ગધ કાઢશો તો તેમાંથી તેનું પ્રોટીન નીકળી જશે. દુર્ગધ કાઢીએ તો તેનું પ્રોટીન નીકળી ગયું અને ચીકણાપણું કાઢીએ તો તેનું ફેટીએસીડ છે તે ગાયબ. હવે આ બંને વસ્તુ ગાયબ થઇ ગઈ તો હવે તેલ તેલ ન રહ્યું ફક્ત પાણી છે.
વાગ્ભટ્ટજીએ એક સૂત્ર લખ્યું છે કે જીવન ભર તમને વાતની ચિકિત્સા કરવી પડે તો તમે શુદ્ધ તેલ ખાઓ તો તમને વાતની ચિકિત્સા પણ કરવી પડે નહિ. તમને જણાવીએ કે દુનિયામાં સૌથી વધારે રોગ વાતને કારણે જ થાય છે. ઘૂંટણથી લઈને કમર દુ:ખવું આ વાતના જ રોગ છે. સૌથી ખતરનાક વાતનો રોગ છે હાર્ટ એટેક, પેરાલીસીસ, બ્રેન ડેમેજ વગેરે. આ ખરાબથી ખરાબ રોગ તમારા જીવનમાં છે તે વાતના પૂર્ણ થઇ જવાથી કે પછી વાત સંપૂર્ણ રીતે બગડી જવાથી થાય છે.