વાયરલ તાવ ક્યાંક તમારો જીવ ન લઇ લે, તે પહેલા કરો તેનો ઈલાજ બસ આ સરળ ઘરેલુ ટીપ્સથી

ઋતુનો વારંવાર ઉતાર ચડાવ કે સંક્રમણ ના સમયમાં લોકો તાવમાં સપડાય છે. આવો જ એક ઋતુના સંક્રમણ વાળો તાવ હોય છે વાયરલ તાવ આ તાવનું રક્ષણ કરવા માટે થોડી એન્ટીબાયોટીક દવાઓ કે કોઈ ઓટીસી નો સહારો લેવામાં આવે છે. તમે ડોક્ટર પાસે જાવ તે પહેલા થોડા ઘરેલું ટીપ્સ અજમાવીને તાવ ઓછો કે એકદમ આરામ મેળવી શકો છો. વાયરલ તાવ માટે કુદરતી ઈલાજ સુરક્ષિત અને સરળ રીતે મળે છે. આવો તમને જણાવીએ વાયરલ તાવના ઈલાજ માટે થોડા સરળ ઘરેલું ઉપચાર.

ધાણાની ચા : ધાણાના બી માં phytonutrients હોય છે જે શરીર ને વિટામીન આપે છે અને આપણી પ્રતિકારક શક્તિ ને વધારે છે. ધાણામાં રહેલા એન્ટીબાયોટીક યોંગીક વાયરલ સંક્રમણ સામે લડવાની શક્તિ આપે છે.
કેવી રીતે તૈયાર કરવો : એક ગ્લાસ પાણીમાં એક મોટી ચમચી ધાણા નાખીને ઉકાળી લો. ત્યાર પછી તેમાં થોડું દૂધ અને ખાંડ ભેળવો. ધાણાની ચા તૈયાર છે, તે પીવાથી વાયરલ તાવમાં ખુબ આરામ મળે છે.

ડીલ બીજ (સુવા દાણા) ની રાબ : પ્રતિકારક પ્રણાલી ને મજબુત કરે અને શરીરને આરામ આપવા ઉપરાંત, ડીલ બીજ શરીરના તાપમાનને ઓછું કરવામાં પણ ઉપયોગી થાય છે. તેનું કારણ તેમાં Flavonoids Osmond રહેલા હોય છે, ડીલ બીજ ની રાબ વાયરલ તાવમાં રાહત આપવા સાથે જ શક્તિશાળી રોગવિરોધી એજન્ટ જેવું કામ કરે છે.

કેવી રીતે તૈયાર કરવું: એક કપ ઉકળતા પાણીમાં ડીલ બીજ નાખો અને ઉકાળવા દો ત્યાર પછી તેમાં એક ચપટી તજ નાખો. ગરમ ચા ની જેમ પીવો.

તુલસીના પાંદડાની રાબ : વાયરલ તાવના લક્ષણો થાય ત્યારે કુદરતી ઉપચાર માટે સૌથી અસરકારક અને બહોળા પ્રમાણમાં ઉપયોગમાં લેવાતી ઔષધી છે તુલસીના પાંદડા. બેક્ટેરીયલ વિરોધી, જંતુનાશક, જંતુ વિરોધી અને ક્વકનાશી ગુણ તુલસીને વાયરલ તાવ માટે સૌથી ઉત્તમ માનવામાં આવે છે.

કેવી રીતે તૈયાર કરવું : અડધાથી એક ચમચી લવિંગ પાવડરને લગભગ ૨૦ તાજા અને ચોખ્ખા તુલસીના પાંદડાને સાથે એક લીટર પાણીમાં નાખીને ઉકાળી લો. પાણીને ત્યાં સુધી ઉકાળો જ્યાં સુધી તે પાણી ધટીને અડધું ન રહે. તે રાબને દર બે કલાકે સેવન કરો.

ચોખાનું પાણી : વાયરલ તાવના ઇલાજ માટે જુના જમાનાથી સામાન્ય ઘરનો ઉપાય છે ચોખાના પાણી. તે પારંપરિક ઉપાય પ્રતિરક્ષા પ્રણાલીને વધારે છે. તે ખાસ કરીને વાયરલ તાવ થી પીડિત બાળકો અને મોટા લોકો માટે, એક કુદરતી પોષ્ટિક પીણા જેવું કામ કરે છે.

કેવી રીતે તૈયાર કરવું : એક ભાગ ચોખા અને અડધા ભાગનું પાણી નાખીને ચોખાને અડધા રહે ત્યાં સુધી પકાવો. ત્યાર પછી પાણીને નિતારીને અલગ કરી લો અને તેમાં સ્વાદ મુજબ મીઠું ભેળવીને ગરમ ગરમ જ પીવો. તેનાથી વાયરલ તાવમાં ખુબ આરામ મળે છે.

સુકું આદુ મિશ્રણ : આદુ સવાસ્થ્ય માટે ખુબ જ લાભદાયક છે. તેમાં એન્ટી ફ્લેમેબલ, એન્ટીઓક્સીડેંટ અને વાયરલ તાવના લક્ષણોને ઓછા કરવા માટે Analgesic ગુણ હોય છે. માટે વાયરલ તાવથી પીડિત લોકોની તકલીફ દુર કરવા માટે મધ સાથે સુકું આદુનો રસનો ઉપયોગ કરવો જોઈએ.

કેવી રીતે કરવું તૈયાર : એક કપ પાણીના બે મધ્યમ આકારના સુકા ટુકડા આદુ કે સુંઠના પાવડરને નાખીને ઉકાળો, બીજી ઉકાળેલ આદુની સાથે થોડી હળદર, કાળા મરી, ખાંડ વગેરેને ઉકાળો. તેને દિવસમાં ચાર વાર થોડું થોડું પીવો. તેનાથી વાયરલ તાવમાં રાહત મળે છે.

મેથીનું પાણી : રસોડામાં સરળતાથી મળતું મેથીના બીજ માં ડાયેસજેનીન, સપોનિન્સ અને એલ્કલોઈડ જેવા ઔષધીય ગુણ રહેલા છે. મેથીના બીજ નો પ્રયોગ બીજી બીમારીઓ માટે ઉત્તમ ઔષધી છે.

કેવી રીતે તૈયાર કરવું : અડધો કપ પાણીમાં એક મોટી ચમચી મેથીના બી પલાળો. સવારે વાયરલ તાવના ઈલાજ માટે નિયમિત સમયે તે પીણા ને પીવો. થોડી વધુ રાહત માટે મેથીના બીજ , લીંબુ અને મધને એક સાથે મિશ્રણ તૈયાર કરીને તેનો પ્રયોગ પણ કરી શકાય છે.