આપણી વાતો જે આપણા થી અજાણી છે શું તમે જાણો છો ભારતનાં ઐતિહાસિક શાસ્ત્રો શું કહે છે વિમાન વિષે?

પક્ષીઓ ની જેમ આકાશમાં ઉડવાનું સપનું રાઈટ બ્રધર્સે ૧૭ ડીસેમ્બર, ૧૯૦૩ માં વિમાન બનાવીને પૂરું કર્યું. અને વિમાન વિદ્યા વિશ્વને પશ્ચિમની ભેટ છે. તેમાં શંકા નથી કે આજે વિમાન વિદ્યા ખુબ જ વિકાસશીલ સ્થિતિમાં પહોચી છે. પણ મહાભારત કાળ અને તેના પહેલા ભારત વર્ષમાં પણ વિમાન વિદ્યાનો વિકાસ થયો હતો.

રામાયણમાં પુષ્પક વિમાનનું વર્ણન આવે છે. મહાભારતમાં શ્રીકૃષ્ણ, જરાસંઘ વગેરેનું વિમાનનું વર્ણન આવે છે.

વ્યક્તિ સાંભળે કે વાંચે તો તેના મનમાં સ્વભાવિક વિચાર આવે છે કે આ બધું સહજ અને સ્વભાવિક છે. કેમ કે આજે દેશમાં ન તો કોઈ પ્રાચીન અવશેષ મળે છે જે તે સાબિત કરે છે કે પ્રાચીન કાળમાં વિમાન હતા, એવા ગ્રંથ મળે છે કે જેના દ્વારા એ ખબર પડે છે કે પ્રાચીન કાળમાં વિમાન બનાવવાની ટેકનીક લોકો જાણતા હતા.

માત્ર સોભાગ્ય થી એક ગ્રંથ છે, જે જણાવે છે કે ભારતમાં પ્રાચીન કાળમાં માત્ર વિમાન વિદ્યા ન હતી, પણ તે ખુબ વિકસિત અવસ્થા માં પણ હતી. આ ગ્રંથ, તેની ખાસ સૂચી અને તેમાં કરવામાં આવેલ વર્ણન ની વિગત અનેક વર્ષોથી દેશ વિદેશમાં અધ્યેતાઓનું ધ્યાન ખેંચી રહ્યા છે.

ગયા વર્ષે દિલ્હીમાં એક ઉદ્યોગપતી શ્રી સુબોધ સાથે પ્રાચીન ભારતમાં વિજ્ઞાનની સ્થિતિ ના સંદર્ભમાં વાત થઇ રહી હતી. વાતચીતમાં તેમણે પોતાનો એક અનુભવ જણાવ્યો. સુબોધજી ના નાના ભાઈ અમેરિકાના નાસામાં કામ કરે છે. ૧૯૭૩ માં એક દિવસ તેમનો નાસામાંથી ફોન આવ્યો કે ભારતમાં મહર્ષિ ભારદ્વાજનું વિમાનશાસ્ત્ર ઉપર કોઈ ગ્રંથ છે, તે નાસામાં કામ કરતા અનેક અમેરિકી મિત્ર વેજ્ઞાનિકો ને જોઈએ. આ સાંભળીને સુબોધજી ને આશ્ચર્ય થયું. કેમ કે તેમણે પણ પહેલી વખત જ આ ગ્રંથ વિષે સાંભળ્યું હતું. પછી તેમણે પ્રયત્ન કરીને મૈસુર થી તે ગ્રંથ મેળવ્યો તેને અમેરિકા મોકલ્યો. ઈ.સ.૧૯૫૦ માં ગોરખપુર થી પ્રકાશિત “કલ્યાણ” ના “હિંદુ સંસ્કૃતિ” અંકમાં શ્રી દામોદરજી સાહિત્યચાર્ય એ “હમારી પ્રાચીન વેજ્ઞાનિક કળા” નામના લેખમાં આ ગ્રંથ વિષે વિસ્તારથી ઉલ્લેખ કર્યો હતો.

હમણાં બે ત્રણ વર્ષ પહેલા બેંગ્લોરના વાયુસેનામાંથી ફરજ ઉપરથી નિવૃત્ત અભિયંતા શ્રી પ્રહલાદ રાવ ની આ વિષયમાં જીજ્ઞાસા જાગી અને તેમણે પોતાના સાથીઓ સાથે એરોનોટીકલ સોસાયટી ઓફ ઇન્ડિયા ના સહયોગથી એક પ્રકલ્પ “વૈમાનિક શાસ્ત્ર રિડીક્સવર્ડ” લીધું અને પોતાના ઊંડા અદ્યયન અને અનુભવ ને આધારે તે સાબિત કર્યું કે આ ગ્રંથમાં અત્યંત વિકસિત વિમાન વિદ્યાનું વર્ણન મળે છે. નાગપુરના શ્રી એમ.કે. કાવડકરે પણ આ ગ્રંથ ઉપર ઘણું કામ કર્યું છે.

મહર્ષિ ભારદ્વાજે “યંત્ર સર્વસ્વ” નામનો ગ્રંથ લખ્યો હતો, તેનો એક ભાગ વૈમાનિક શાસ્ત્ર છે. તેની ઉપર બોઘાનંદે ટીકા લખી હતી. આજે “યંત્ર સર્વસ્વ” તો મળતું નથી અને વૈમાનિક શાસ્ત્ર પણ પૂરું મળતું નથી. પણ જેટલું મળે છે, તેનાથી વિશ્વાસ આવે છે કે પહેલા વિમાન એક સત્ય હતું. વૈમાનિક શાસ્ત્ર પહેલા પ્રકરણમાં પ્રાચીન વિજ્ઞાન વિષય ના પચ્ચીસ ગ્રંથોની એક સૂચી છે, જેમાં મુખ્ય છે અગસત્ય કૃત શક્તિસૂત્ર, ઈશ્વર કૃત સોઉંદામની કળા, ભરદ્વાજ કૃત અંશુબોધીની, યંત્ર સર્વસ્વ અને આકાશ શાસ્ત્ર, શાકટાયન કૃત વાયુતત્વ પ્રકરણ, નારદ કૃત વૈશ્વાનરતંત્ર, ધૂમ પ્રકરણ વગેરે. વિમાન શાસ્ત્ર ની ટીકા લખવા વાળા બોધાનંદ લખે છે.

નીર્મથ્ય તદ્દેદામ્બુધી ભ્ર્દ્વાજો મ્હામુની:. નવનીત સમુદ્ધત્ય

યંત્રસર્વસ્વરૂપકમ. પ્રાયચ્છત સર્વકોકાનામીપીસ્તાર્થફલપ્રદમ.

નનાવિમાનવૈતીત્ર્યરચનાક્રમબોધકમ. અષ્ટાધ્યાયૈર્વી ભજીત.

શતાધીકરણેયુતર્મ. સુત્રે: પ્રશ્નશતૈર્યુક વ્યોમયાનપ્રધાનકમ.

વૈમાંનીકાધીકરણમુક્ત ભગવતા સ્વયમ.

એટલેકે ભરદ્વાજ મહામુની એ વૈદરૂપી સમુદ્રમાં મંથન કરીને યંત્ર સર્વસ્વ નામનું એક માખણ કાઢેલ છે,જે મનુષ્ય માત્ર માટે ઈચ્છિત ફળ આપનારૂ છે. તેના ચાલીસમાં અધિકરણ માં વૈમાનિક પ્રકરણ છે જેમાં વિમાન વિષયક રચના ના ક્રમમાં કહેવામાં આવેલ છે. આ ગ્રંથ આઠ અધ્યાય માં વિભાજીત છે અને તેમાં એક સો અધિકરણ અને પાંચ સો સૂત્ર છે અને તેમાં વિમાનનો વિષય જ મુખ્ય છે.

ગ્રંથ વિષે જણાવ્યા પછી ભરદ્વાજ મુની વિમાન શાસ્ત્રના તેના પહેલા થયેલા આચાર્ય અને તેમના ગ્રંથો વિષે લખે છે. તે આચાર્ય અને તેમના ગ્રંથો નીમ્નાનુસાર હતા.

(૧) નારાયણ કૃત વિમાન ચન્દ્રિકા (૨) શોનક કૃત વ્યોમયાન તંત્ર (૩) ગર્ગ કૃત યંત્રકલ્પ (૪) વાચસ્પતી કૃત યાન બિંદુ (૫) ચાક્રાયણીકૃત ખેટયાન પ્રદીપિકા (૬) ધુન્ડીનાથ વિયોમયાનાર્ક પ્રકાશ

આ ગ્રંથમાં ભરદ્વાજ મુનીએ વિમાનના પાયલોટ, જેને રહસ્યજ્ઞ અધિકારી કહેવામાં આવ્યા, આકાશ માર્ગ, વૈમાનિક ના કપડા, વિમાનના સાધનો, યંત્ર અને તેને બનાવવાનો હેતુ જુદા જુદા ધાતુઓ નું વર્ણન કરેલ છે.

ભારદ્વાજે ‘વિમાન’ ની પરિભાષા આવી રીતે કરી છે

વેગ-સંયત વિમાનો અન્ડજાનામ

(પક્ષીઓ ના સમાન વેગ હોવાને લીધે તેને ‘વિમાન’ કહે છે.) વૈમાનિક શાસ્ત્ર માં કુલ ૮ આદ્યાય છે.

(૧) મંડલાચરણમ

(૨) વિમાનશબ્દાર્થાધીકરનમ

(૩) યન્તુત્વાધીકરનમ

(૪) માર્ગાધીકરનમ

(૫) આવર્તાકરનમ

(૬) અડકાકરનમ

(૭) વસ્ત્રાકરનમ

(૮) આહારાકરનમ

(૯) ક્રમાંધિકારાધિકરનમ

(૧૦) વીમાનાધીકરનમ

(૧૧) જાત્યાધીકરનમ

(૧૨) વર્ણાધિકરનમ

આધ્યાય ૨

(૧) સંજ્ઞાધીકરનમ

(૨) લોહાધિકરનમ

(૩) સંસ્કારાધીકરનમ

(૪) દર્પણાધિકરનમ

(૫) શકત્યધિકરનમ

(૬) યંન્ત્રાધિકરનમ

(૭) તૈલાધિકરનમ

(૮) ઔશધ્યધિકરનમ

(૯) ધાતાધિકરનમ

(૧૦) ભારાધિકરનમ

આધ્યાય ૩

(૧) ભ્રામન્યધિકર

(૨) કાલાધિકરનમ

(૩) વિક્લ્પાધિકર

(૪) સંસ્કારાધિકાર

(૫) પ્રકાશધિકર

(૬) ઉષ્ણાધિકરનમ

(૭) શૈત્યાધિકરનમ

(૮) આન્દોલનાધિક

(૯) તીર્યન્ધાધીકર

(૧૦) વિશ્વતોમુખા

(૧૧) ધુમાધિકરનમ

(૧૨) પ્રાણાધીકર

(૧૩) સન્ધ્યધિકરનમ

આધ્યાય ૪

(૧) આહારાધિકરનમ

(૨) લગાધિકરનમ

(૩) વગાધિકરનમ

(૪) હગાધિકરનમ

(૫) લહગાધિકરનમ

(૬) લવગાધિકરનમ

(૭) લવહગાધિકરનમ

(૮) વાન્તર્ગમનાધી

(૯) અન્તર્લક્ષ્યાધ

(૧૦) બ્રહિર્લક્ષ્યાધ

(૧૧) બ્રાંહ્યાભ્યન્તર્લક્ષ

આ ગ્રંથમાં વિમાન ચાલક (પાયલોટ) માટે ૩૨ રહસ્યો ની જાણકારી જરૂરી ગણાવવામાં આવેલ છે. આ રહસ્યોને જાણી લીધા પછી જ પાયલોટ વિમાન ચલાવવાના અધિકારી બની શકે છે. આ રહસ્ય નીચે જણાવેલ છે/ માંત્રિક, તાંત્રિક, કૃતક, અંતરાલ, ગુઢ, દ્રશ્ય, અદ્રશ્ય, પરોક્ષ, સંકોચ, વિસ્તૃતી, વિરૂપ પરણ, રૂપાંતર, સુરૂપ, જ્યોતિર્ભાવ, તમોનય, પ્રલય, વિમુખ, તારા, મહાશબ્દ વિમોહન, લાડધન, સર્પગમન, ચપલ, સર્વતોમુખ, પરશબ્દગ્રાહક, રૂપકર્ષણ, ક્રિયાગ્રહણ, દિક્પદર્શન, આકાશાકાર, જલદ રૂપ, સ્તબ્ધક, કર્ષણ.

વિમાનના પ્રકાર :

શકત્યુદગમવિમાન એટલે વિદ્યુત થી ચાલનારું વિમાન,

ધ્રુમયાન (ધુમાડો, વરાળ વગેરે થી ચાલનારું)

અશુવાહવિમાન (સૂર્ય કિરણો થી ચાલનારું)

શીખોડભગવિમાન (પારાથી ચાલનારું)

તારામુખવિમાન (ચુમ્બક શક્તિથી ચાલનારું)

મરુત્સખવિમાન (ગેસ વગેરેથી ચાલનારું)

ભૂતવાહવિમાન (પાણી, અગ્નિ અને વાયુ થી ચાલનારું)

ઋગદેવ આ વગેરે ગ્રંથ માં ઓછામાં ઓછા ૨૦૦ વખત વિમાન વિષે ઉલ્લેખ છે.

તેમાં તીમંજિલા, ત્રીભીજ આકાર ના અને ત્રણ પૈડા વિમાન નો ઉલ્લેખ છે જેને અશ્વિનો (વેજ્ઞાનિકો) એ બનાવેલ હશે.

તેમાં સામાન્ય રીતે ત્રણ યાત્રીઓ જઈ શકતા હતા. વિમાનો ની બનાવટ માટે સોનું, રજત અને લોઢા ની ધાતુ નો ઉપયોગ કરવામાં આવેલ હતો અને તેની બન્ને તરફ પાંખ હોતી હતી.

વેદોમાં વિમાનો ના ઘણા આકાર પ્રકારનો ઉલ્લેખ કરવમાં આવે છે.

અહનીહોત્ર વિમાનને બે એન્જીન અને હસ્ત: વિમાન (હાથીના મોઢા જેવું વિમાન) માં બે થી વધુ એન્જીન હતા.

એક બીજા વિમાન નું રૂપ કિંગ ફિશર પક્ષી જેવું હતું.

આવી રીતે ઘણા બીજા જીવો જેવા વિમાન હતા.

તેમાં કોઈ શંકા નથી કે વીસમી સદીની જેમ પહેલા પણ માનવીએ ઉડવાની પ્રેરણા પક્ષીઓમાંથી જ લીધી હશે.

લડાઈ વખતે ઋગવેદ માં જે વિમાનોનો ઉલ્લેખ છે તે આવી રીતે છે.

પાણી યાન – તે વાયુ અને પાણી બન્ને તેલમાં ચાલી શકે છે (ઋગ વેદ ૬.૫૮.૩)

કારા – તે પણ વાયુ અને પાણી બન્ને તેલ થી ચાલી શકે છે (ઋગ વેદ ૯.૧૪.૧)

ત્રિતાલા – આ વિમાનનો આકાર ટીમજિલા છે. (ઋગ વેદ ૩.૧૪.૧)

ત્રિચક્ર રથ – તે ત્રણપૈડા વિમાન આકાશમાં ઉડી શકે છે (ઋગ વેદ ૪.૩૬.૧)

વાયુ રથ – રથના મોઢા જેવું આ વિમાન ગેસ અથવા વાયુ ની શક્તિ થી ચાલે છે (ઋગ વેદ ૫.૪૧.૬ )

વિદ્યુત રથ – આ પ્રકારના રથ વિમાન વિદ્યુત ની શક્તિથી ચાલે છે. (ઋગવેદ ૩.૧૪.૧ )

વિમાન શાસ્ત્ર ગ્રંથ માં પહેલાના ૯૭ બીજા વીમાનાચાર્યો ની વર્ણન છે અને ૨૦ એવી કૃતિઓનું વર્ણન છે જે વિમાનના આકાર પ્રકાર વિષે વિસ્તૃત જાણકારી આપે છે.

અ ગ્રન્થના આઠ ભાગ છે જેમાં વિસ્તૃત માનચિત્રો થી વિમાનોની બનાવટ ઉપરાંત વિમાનોને અગ્નિ અને તૂટવાથી બચાવ ની રીતો પણ લખેલ છે.

ગ્રંથ માં ૩૧ સાધનોનુ વર્ણન છે અને ૧૬ ધાતુઓ નો ઉલ્લેખ છે જે વિમાન નિર્માણ માં ઉપયોગ કરવામાં આવે છે જે વિમાનોના નિર્માણ માટે પુરતી ગણવામાં આવેલ છે કેમ કે તે બધી ધાતુઓ ગરમી સહન કરવાની ક્ષમતા રાખે છે અને વજનમાં હળવી છે.

યંત્ર સર્વસવ : ગ્રંથ પણ ઋષિ ભારદ્વાજ રચિત છે.

તેના ૪૦ ભાગ છે જેમાંથી એક ભાગ ‘વિમાંનીકા પ્રકરણ’ ના આઠ અધ્યાય લગભગ ૧૦૦ વિષય અને ૫૦૦ સૂત્ર છે જેમાં વિમાન વિજ્ઞાન નો ઉલ્લેખ છે.

આ ગ્રંથમાં ઋષિ ભારદ્વાજે વિમાનને ત્રણ વિભાગમાં અલગ કરેલ છે.

અંતરદેશીય – જે એક જગ્યાએથી બીજી જગ્યા ઉપર જાય છે.

આંતરરાષ્ટ્રીય – જે એક દેશમાંથી બીજા દેશમાં જાય છે.

અન્તિક્ષર્ય – જે એક ગ્રહ થી બીજા ગ્રહ સુધી જાય છે.

તેમાંથી વધુ ઉલ્લેખનીય સૈનિક વિમાન થી જેની વિશેષતાઓ વિગતવાર રીતે લખવામાં આવેલ છે અને તે ખુબ આધુનિક સાયન્સફિક્શન લેખક ને પણ આશ્ચર્યચકિત કરી શકે છે.