વાંઝીયાપણું દૂર કરી ગર્ભ ધારણ કરવાના ઉપાય જાણો, કરો આ ત્રણ અચૂક ઉપાય.

વાંઝીયાપણું દુર કરી ગર્ભ ધારણ કરવાના ઉપાય :

વાંઝીયાપણાને કારણે મહિલાઓને ઘણું બધું દુઃખ સહન કરવું પડે છે. તે હમેશા માનસિક રીતે દુ:ખી રહે છે, અને મનમાં ને મનમાં હીનભાવના અનુભવે છે. લાખોની દવા અને ઈલાજ પછી પણ એમણે સંતાન સુખથી વંચિત રહેવું પડે છે. આપણા હજારો વર્ષ જુના આયુર્વેદમાં તેનો ઈલાજ શક્ય છે. આવો જાણીએ શું છે વાંઝીયાપણાને દુર કરવાના સચોટ ઉપાય.

પહેલો ઉપાય :

કસ્તુરી ૨ રત્તી , અફીણ એક ગ્રામ, કેસર એક ગ્રામ, જાયફળ એક ગ્રામ, ભાંગના પાંદડા ૨૫૦ મીલીગ્રામ, જુનો ગોળ છ ગ્રામ, સફેદ કાથો છ ગ્રામ, સોપારી ગુજરાતી ૩ નંગ, લવિંગ ૪ નંગ લઇ લો. આ બધી ઔષધીઓને વાટીને ચાળીને જંગલી બોર જેવી ૧૦ ગોળીઓ બનાવી લેવી.

સેવનની રિત :

માસિક ધર્મ પછી એક એક ગોળી સવાર સાંજ ૫ દિવસ ખવરાવો.

નોંધ : આ યોગના પ્રયોગથી ૪૦-૫૦ વર્ષની સ્ત્રી (જેને માસિક ધર્મ આવી રહેલ હોય) ને પણ વાંજીયાપણું રોગ દુર થઈને ગર્ભ રહેવા લાગે છે. જો પહેલા માસના પ્રયોગથી ગર્ભ ન રહે તો આ પ્રયોગ જ્યાં સુધી ગર્ભ ન રહે એટલે કે બીજા કે ત્રીજા માસ સુધી કરી શકો છો. જો છતાં પણ ન રહે તો અનુક્રમ ૨ અથવા ૩ નો પ્રયોગ કરો.

ઉપાય ક્રમાંક : ૨

મોરના પાંખની વચ્ચે વાળો ભાગ (ઘાટું લીલું) 9 નંગ લઈને ગરમ તાવડી ઉપર શેકીને ઝીણો વાટીને ગોળમાં બરોબર ભેળવીને ગોળીઓ બનાવી લો. માસિક ધર્મ આવનારા દિવસોમાં રોજ એક ગોળી 9 દિવસ સુધી સવારે સૂર્યોદય પહેલા દેશી ગાયના દૂધ સાથે સેવન કરાવો. ત્યાર પછી દંપતી સહવાસ કરે તો ચોક્કસ ગર્ભ રહી જશે. જો પ્રયોગ પહેલા મહિનામાં નિષ્ફળ રહે તો પુનઃ બીજા કે ત્રીજા મહિના સુધી પ્રયોગ કરો.

ઉપાય નંબર : ૩

માસિક ધર્મ પછી રોજ ૮ દિવસ સુધી અસલી નાગેશ્વરનું ચૂર્ણ ૩-૩ ગ્રામ ગાયના ઘી માં ભેળવીને સેવન કરવાથી માત્ર પહેલા કે બીજા મહિનામાં જરૂર ગર્ભ રહી જાય છે. ઔષધીનું સેવન રોજ બે વખત સવાર સાંજ કરાવો.

ઉપાય નંબર : ૪

શીવલિંગીના બીજ નાગોરી અસગંધ, અસલી નાગકેસર, જેઠીમધ, કમલકેસર, અસલી વંશલોચન દરેક ૧૦-૧૦ ગ્રામ, સાકર ૧૦૦ ગ્રામ લેવી. બધી ઔષધીઓને વાટીને ચૂર્ણ બનાવો. માસિક ધર્મ પછી રોજ સવાર, બપોર, સાંજ ૬-૬ ગ્રામના પ્રમાણમાં વાછરડા વાળી ગાયના દૂધ સાથે ઉપયોગ કરવાથી, અને સાથે સ્ત્રી અને પુરુષએ એક મહિના બ્રહ્મચર્યનું પાલન કરવું અને ઔષધી ઉપયોગની ૧૨ મી રાત્રે સહવાસ કરવાથી જરૂર ગર્ભ રહે છે. એક મહિનામાં એક વખત જ સહવાસ કરો. વધુમાં વધુ ચાર માસના પ્રયોગથી જ જરૂર ગર્ભ રહી જાય છે.