આ રીતે ફક્ત 1 રૂપિયાના ખર્ચમાં તમે જાતે જ બનાવી શકો છો વેજ મન્ચાઉ સૂપ, અને કરી શકો છો કમાણી

ઘણા બધા લોકોને સૂપ પીવાનું પસંદ હોય છે. એવામાં વેજ મન્ચાઉ સૂપ વધારે લોકપ્રિય છે. પણ જણાવી દઈએ કે, રેસ્ટોરન્ટ અને હોટલમાં તમે આ સૂપ પીવા જાવ તો તમે તેના વધારે પડતા પૈસા ચૂકવીને આવી જાવ છો. ચાલો તમને એક સવાલ પૂછીએ કે, શું તમે જાણો છો કે, 200 ml વેજ મન્ચાઉ સૂપ બનાવવામાં કેટલો ખર્ચ થાય છે?

જો નહિ ખબર, તો જણાવી દઈએ કે, ઘરના રસોડામાં આ સૂપ બનાવવામાં આવે તો ખુબ મુશ્કેલીથી 1 રૂપિયો ખર્ચ થાય. જી હા, 1 રૂપિયાના ખર્ચમાં તમે 200 ml વેજ મન્ચાઉ સૂપ બનાવી શકાય છે. આ વાત સાંભળી તમને થશે આવું કઈ રીતે શક્ય છે? તો આવો તમને એના વિષે જણાવી દઈએ.

પહેલા તો આ સૂપ બનાવવા માટેની જોઈતી સામગ્રી વિષે જાણી લો. તેના માટે 1 ટેબલ સ્પૂન તેલ, 10 રૂપિયાના શાકભાજી, 1 ચમચી સફેદ વિનેગર, 1 ચમચી સોયા સોસ, 3 ચમચી કોર્ન ફ્લોર, અને 20 લીટર વેજિટેબલ સ્ટોક અથવા સાદું પાણી.

આટલી વસ્તુઓની મદદથી તમે 20 લીટર સૂપ તૈયાર કરી શકો છો. આને કેવી બનાવવું તેની જાણકારી નીચે આપવામાં આવી છે. તમે આજ 200 ml સૂપ રેસ્ટોરેન્ટમાં 40 રૂપિયાથી 80 રૂપિયામાં ખરીદીને પીવો છો. જોકે તેને ઘરે બનાવવામાં આવે તો ખુબ જ ઓછો ખર્ચ આવે છે.

જણાવી દઈએ કે, તમે પોતાના ઘરના રસોડામાં આજ સૂપ બનાવીને તમે થર્મોકોલના ગ્લાસમાં 10 રૂપિયામાં વેચી શકો છો, અને નવો બિઝનેસ કરીને સારી એવી કમાણી કરી શકો છો. એટલું જ નહીં તમે આ પ્રોસેસમાં થોડો ફેરફાર કરી તેમાં 2 કિલો ટામેટાની પ્યુરી નાખી દો, તો ટોમેટો સૂપ બની જશે. અને એને તમે થોડા વધારે ભાવમાં વેચી શકો છો. આવો તમને વેજ મન્ચાઉ સૂપ બનાવવાની રીત જણાવી દઈએ.

જરૂરી સામગ્રી (ફક્ત ઘરના સભ્યો માટે સૂપ બને એ માટે, વધારે બનાવવા માટે તેની પ્રમાણ વધારવું.)

1/2 કપ મશરૂમ (ઝીણા કાપેલા),

1/2 કપ ગાજર (ઝીણા કાપેલા),

1/2 કપ કોબી (ઝીણી સમારેલી),

1/2 કપ લીલી ડુંગરી (ઝીણી સમારેલી),

1/2 કપ કેપ્સિકમ (ઝીણા કાપેલા),

2 ટેબલસ્પુન લસણ કાપેલું,

1 ટેબલસ્પુન સેલરી કાપેલી,

1 ટેબલસ્પુન આદુ કાપેલું,

1 ટેબલસ્પુન લીલા મરચા કાપેલા,

3 ટેબલસ્પુન કોર્નફ્લોર,

1 ટેબલસ્પુનડાર્ક સોયા સોસ,

1 ટેબલસ્પુન ચીલી સોસ,

2 ટેબલસ્પુન તલનું તેલ,

1 ટેબલસ્પુન વીનેગર,

2 ટેબલસ્પુન લીલી ડુંગરીના પાંદડા કાપેલા.

તો વેજ મન્ચાઉ સૂપ બનાવવા માટે સૌથી પહેલા એક પેનમાં 1 ટેબલસ્પુન તેલ ગરમ કરીને, તેમાં મરચા, આદુ, લસણ વગેરે નાખીને સાંતળી લો. પછી તેમાં બધા જ લીલા કાપેલા શાકભાજી નાખીને તેને સાંતળી લો. ત્યારબાદ તેમાં સોયા સોસ, મીઠું, ચીલી સોસ વગેરે નાખીને એક સરખું ભેળવી લેવું. ત્યારબાદ તેમાં વેજીટેબલ સ્ટોક વોટર નાખીને ઉકાળી લો. એ બરોબર ઉકળે ત્યારે તેમાં 1/2 કપ પાણીમાં 3 ટેબલસ્પુન કોર્નફ્લોર ઓગાળી લો. પછી તેને ઉકળતા સૂપમાં ભેળવી લો. તેમાં છેલ્લે વીનેગર નાખીને તે સૂપ ગરમા ગરમ સર્વ કરો.

સ્ટોક વોટર બનાવવાની રીત :

જરૂરી સામગ્રી :

5 કપ પાણી,

1 ડુંગરી,

2 કળી લસણ,

1 દાંડી સેલરી,

ગાજરના કટકા,

4 થી 5 મરી.

પહેલી વાર બનાવતા હોય તો શીખવા માટે આટલી સામગ્રી લેવી પછી વધારે પ્રમાણમાં બનાવવા માટે તેનું પ્રમાણ વધારવું. તો સ્ટોક વોટર બનાવવા માટે પાણી ગરમ કરવા મુકો અને તે ઉકળે એટલે તેમાં તેમાં ડુંગરી, ગાજર, મરી અને સેલરી વગેરે ઉમેરીને એને 15 મિનીટ સુધી ઢાંકીને ઉકાળો. ત્યાર પછી તેને ગાળીને આ સ્ટોક વોટર સૂપ બનાવતા સમયે વાપરવું.

આ રીતે ઘણા ઓછા ખર્ચે સૂપ બનાવીને 10 રૂપિયામાં વેજ મન્ચાઉ સૂપ, 15 રૂપિયામાં ટોમેટો સૂપ અને સ્વીટ કોર્ન સૂપ બનાવીને વેચીને તમે સારી કમાણી કરી શકો છો.