વેકેશન માણીને પોતાના દેશમાં આવી રહ્યો હતો વ્યક્તિ, એયરપોર્ટ પર જયારે એક્સ-રે મશીનમાં નાખ્યું સૂટકેસ, તો…

સુટકેશ ખોલવા માટે તૈયાર ન હતા ફરજ ઉપરના કોઈ ઓફિસર, પણ જયારે ખોલી તો બધા રહી ગયા અચંબીત

બાલી ઇન્ડોનેશિયામાં એક રૂસી ટુરીસ્ટને દાણચોરીના કેસમાં ધરપકડ કરવામાં આવ્યો છે. બાલી ઇન્ટરનેશનલ એયરપોર્ટ ઉપર જયારે ટુરીસ્ટે ત્યાં પોતાની સુટકેશ એક્સ-રે મશીનમાં નાખી ત્યારે શંકાની દ્રષ્ટિ તેની ઉપર ગઈ. પહેલા તો ઓફિસરોને લાગ્યું કે અંદર વાંદરો છે. તે ડરથી કોઈ સુટકેશ ખોલવા તૈયાર થઇ રહ્યા ન હતા.

પછી જયારે તેને ખોલવામાં આવી તો સૌ અંદરથી મળેલા ઓરંગુટાન જોઈને ચકિત રહી ગયા. પોલીસે જણાવ્યું કે આ કેસમાં ટુરિસ્ટ જો દોશી જાહેર થયો, તો તેને પાંચ વર્ષની જેલ થઇ શકે છે.

સુટકેશ જોઈને ગઈ શંકા :-

૨૭ વર્ષના રશિયન પ્રવાસી આંદ્રેઈ ઝેસ્તકોવને બાલી ઇન્ટરનેશનલ એયરપોર્ટ ઉપરથી ધરપકડ કરવામાં આવી છે. સુટકેશને એક્સ-રે મશીનની અંદર નાખ્યા પછી ઓફિસરોને તેની ઉપર શંકા ગઈ.

તેમણે જણાવ્યું કે પહેલા તેના સ્ટાફને લાગ્યું કે સુટકેશની અંદર બાસ્કેટ કે વાંદરો છે. વાંદરાના એગ્રેસિવ સ્વભાવને લીધે કોઈ સ્ટાફ તેને ખોલવા માટે તૈયાર થયો નહિ.

દેવાએ જણાવ્યું કે સુટકેશને જયારે એગ્જામીનેશન રૂમમાં લઇ જવામાં આવી અને તેને ખોલવામાં આવી તો બધા ચકિત રહી ગયા. સુટકેશની અંદરથી ઓરાંગટાનનું એક બચ્ચું મળ્યું.

આંદ્રેઈના ઓફિસરો એ જણાવ્યું કે તેમણે ઓરંગટાનને દૂધમાં એલર્જી પિલ્સ ભેળવીને પીવરાવી દીધું હતું. જેને લઇને જાનવર લગભગ ત્રણ કલાક માટે બેભાન થઇ ગયું અને કોન્શીયસનેસ ખોઈ બેઠું.

જકાર્તા પોસ્ટ મુજબ એયરપોર્ટ અથોરેતીના ઓફિસર દેવા દેલાન્તાએ જણાવ્યું કે રૂસી પ્રવાસીએ જાણી જોઈને ઓરંગટાનને લઇ જવા માટે આ અમાનવીય રીત અપનાવી.

જીવની જેમ પાળવા માંગતો હતો. :-

પ્રવાસીએ જણાવ્યું કે તે ઓરંગટુનને જાવા માર્કેટ માંથી ખરીદીને લાવ્યો હતો. તેના માટે તેણે ૨ લાખ રૂપિયા ચૂકવ્યા હતા. તે તેને પોતાના એક દોસ્ત માટે લાવ્યો હતો, જે તેને જીવની જેમ પાળવા માંગતો હતો.

કંજર્વેશનના ઓફિસર કેતુત કેચ્યોર મુજબ તેમની ટીમને સુટકેશ માંથી પ્લાસ્ટિકમાં વીંટેલી એલર્જી પિલ્સ, બે જેકોસ અને પાંચ ગરોળીઓ પણ મળી છે. તે બધા જાનવર જીવતા હતા.

અથોરીટીના ઓફિસરો મુજબ રૂસી પ્રવાસીને જો દોશી ગણવામાં આવે તો તેને પાંચ વર્ષની જેલની સજાનો સામનો કરવો પડી શકે છે. તે સાથે પાંચ લાખ રૂપિયા દંડ પણ ભરવો પડશે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.