વેકેશનમાં ફરવાનો છે પ્લાન? તો રેલવે એ શરૂ કર્યું છે. ભારતના સ્કોટલેન્ડ, મેઘાલયનું ખૂબ જ સસ્તુ પેકેજ, જાણી લો.

આઈઆરસીટીસી : ગુવાહાટી ટૂર પેકેજ 2019 : પેકેજનું નામ ‘ઇસ્ટર્ન સ્કોટલેન્ડ એક્સ ગુવાહાટી’ રાખવામાં આવ્યું છે. પેકેજ હેઠળ પ્રવાસીઓને ગુવાહાટી, શિલાંગ, ચેરાપુંજી અને માવલ્યાન્નાગ લઇ જવામાં આવે છે.

આઈઆરસીટીસી : ગુવાહાટી ટૂર પેકેજ 2019 : ભારતીય રેલ્વે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન એ મેઘાલય ટુર પેકેજની ઓફર કરવામાં આવી છે, જેને ભાગ્યે જ કોઈ અવગણના કરી શકે છે. ‘વાદળાનું નિવાસ’ અથવા ‘પૂર્વનું સ્કોટલેન્ડ’ કહેવાતા મેઘાલય, ભારતનુંએક સુંદર સ્થાન છે. આ ક્ષેત્રની કુદરતી અજાયબીઓને જોવા માટે દુનિયાભર માંથી લોકો આવે છે.

રાજ્યનો મોટા ભાગનો ભાગ લીલા છમ જંગલોમાં ઢંકાયેલું છે. જે લોકો પોતાનો થોડો સમય કુદરતના ખોળામાં પસાર કરવા માંગે છે, તેને એક વખત જરૂર આવવું જોઈએ. કદાચ આ બાબતને ધ્યાનમાં રાખીને આઈઆરસીટીસી એ ‘ઇસ્ટર્ન સ્કોટલેન્ડ એક્સ ગુવાહાટી’ ટુર પેકેજની ઓફર કરવામાં આવી છે.

પેકેજની ડિટેલની વાત કરીએ તો તેનું નામ ‘ઇસ્ટર્ન સ્કોટલેન્ડ એક્સ ગુવાહાટી’ રાખવામાં આવ્યું છે. પેકેજ હેઠળ પ્રવાસીઓને ગુવાહાટી, શિલાંગ, ચેરાપુંજી અને માવલ્યાન્નાંગ લઇ જવામાં આવે છે. આ પ્રવાસ ખરેખર ફેબ્રુઆરીથી લઇને એપ્રિલ સુધી માટે શરૂ કરવામાં આવ્યો છે. દરેક શનિવારે પ્રવાસ શરૂ થાય છે. એક વારમાં મહત્તમ 10 પ્રવાસીઓ જ જઈ શકે છે.

ટૂર પેકેજની કિંમતની વાત કરીએ તો બે લોકો માટે બુકિંગ કરાવવા ઉપર 18,460 રૂપિયા પ્રતિ પ્રવાસી, ત્રણ લોકો માટે બુક કરાવવા ઉપર 14,170 રૂપિયા પ્રતિ પ્રવાસી, ચાર લોકો માટે બુકિંગ કરાવવા ઉપર 15,120 રૂપિયા પ્રતિ પ્રવાસી, છ લોકો માટે બુકિંગ કરાવવા ઉપર 13,180 રૂપિયા પ્રતિ પ્રવાસી, 10 લોકો માટે બુકિંગ કરાવવા ઉપર 12,470 રૂપિયા પ્રતિ પ્રવાસી લાગશે.

ટૂર પેકેજમાં બધા મુખ્ય સ્થળોનું ફરવાનો સમાવેશ થાય છે. પ્રથમ દિવસે પ્રવાસીઓ માટે ઉમંગ તળાવ અથવા બારાપાની, ડોનબોસ્કો મ્યુઝિયમ, લેડી હૈદરી પાર્ક અને મેઘાલયની રાજધાની શિલાંગનું પ્રખ્યાત પોલીસ બજાર લેવામાં આવશે. બીજા દિવસે, પ્રવાસીઓ એલિફન્ટ ઝરણું અને શિલાંગ પીકની સુંદરતાના દર્શન કરશે.

ચેરાપુંજીમાં પ્રવાસીઓને દુવન સિંગ સ્યામ વ્યૂ પોઇન્ટ, મવસ્મઇ ગુફા, મવસ્મઈ ઝરણા, સેવેન સિસ્ટર ઝરણા, નોહકાલીકઈ ઝરણા, રામકૃષ્ણ મિશન સાથે સાથે અન્ય સ્થળોએ પણ લઈ જવામાં આવશે.

તો રાહ કોની જુઓ છો? થઇ જાઓ તૈયાર મેધાલયની સફર માટે, અને કરી નાખો રેલેવેમાં સસ્તું બુકિંગ.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકોને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલ ને તમે તમારા મિત્રો અને સંબંધિઓ ને વધુ માં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવન માં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળા ને મદદ કરવા સમાન છે, કેમ કે તમારા શેર થી જો જોઈ એક વ્યક્તિ જીવન માં ઉપયોગ માં આવી જાય તો પણ ઘણું પુણ્ય નું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મન થી શક્ય હોય એટલા લોકો ને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.