શુક્ર નવા વર્ષ ૨૦૧૯ માં પોતાની રાશી બદલી રહ્યો છે. શુક્રને ભોગ વિલાસનો કારક માનવામાં આવે છે. શુક્ર ગ્રહ ૧ જાન્યુઆરી ૨૦૧૯ ના રોજ તુલા રાશી માંથી વૃશ્ચિક રાશીમાં આવી ગયો છે. હવે અહિયાં ૨૯ જાન્યુઆરી ૨૦૧૯ સુધી અહિયાં રહેશે. તમામ રાશીઓ ઉપર તેના પરિવર્તનની શુભ કે અશુભ અસર જરૂર પડે છે. આવો જાણીએ તમારી રાશી ઉપર તેની અસર.
૧. મેષ રાશી : આ રાશી માટે આઠમાં ભાવમાં શુક્રનો પ્રવેશ ઘણું જ વધુ શુભ પરિણામ નહિ આપે. વિપરીત લિંગથી જાગૃત રહેવાની જરૂર છે. સાસરિયા પક્ષ દ્વારા શુભ સમાચાર મળી શકે છે. શુક્રને શુભ કરવા માટે સફેદ ચંદનનું તિલક માથા ઉપર કરો.
૨. વૃષભ રાશી : રાશી માંથી સાતમાં ભાવમાં શુક્રનો પ્રવેશ પતિ કે પત્ની ઉપર ધન ખર્ચ કરાવી શકે છે. પતિ સાથે સંબંધિત રોગ પરેશાન કરી શકે છે. ક્યાંક બહાર ફરવામાં ખર્ચા વધુ થઇ શકે છે. શુક્રને શુભ કરવા માટે લાલ આસન ઉપર બેસીને શ્રી સૂક્તના પાઠ કરો.
૩. મિથુન રાશી : રાશી માંથી છઠ્ઠા ભાવમાં શુક્રનો પ્રવેશ થોડી બીમારીઓના સંકેત આપી રહ્યો છે. આરોગ્ય ઉપર વધુ ધ્યાન આપો. કોઈ સ્ત્રીના કારણે તમને ધન હાની થઇ શકે છે. સમાજમાં તમારી છાપ બગડી શકે છે. શુક્રને શુભ કરવા માટે દેવી દુર્ગાને ગુલાબી ફૂલની માળા અર્પણ કરો.
૪. કર્ક રાશી : રાશી માંથી પાંચમાં ભાવમાં શુક્રનો પ્રવેશ તમારા પ્રેમ સંબંધોમાં સફળતા અપાવશે. નવા પ્રેમ પ્રસંગ ઉભા થઇ શકે છે. આવકના નવા સ્ત્રોત ખુલશે. સંગીત અને ગ્લેમર સાથે જોડાયેલા ક્ષેત્રમાં તમને સફળતા મળશે. જીવન સાથી સાથે પ્રેમ સંબંધ મીઠા રહેશે. શુક્રને શુભ કરવા માટે ભગવાન શિવને સફેદ ફૂલ અર્પણ કરો.
૫. સિંહ રાશી : રાશી માંથી ચતુર્થ ભાવમાં શુક્રનો પ્રવેશ તમારા ઘરમાં વાહન ઉપર ખર્ચા કરાવી શકે છે. કાર્યક્ષેત્રમાં તમારી પહેલા કરતા છાપ સુધરશે. નવી નવી જોબની ઓફર મળશે. મિત્રો સાથે ફરવા જઈ શકો છો. શુક્રને શુભ કરવા માટે ગળી વસ્તુઓનું દાન કરો.
૬. કન્યા રાશી : રાશી માંથી તૃતીય ભાવમાં શુક્રનો પ્રવેશ તમારા માન સન્માનને વધારશે. નાના નાના પ્રવાસથી તમને લાભ થશે. દરેક મુશ્કેલીનો સામનો ઘણી સરળતાથી કરી શકશો. તમારું સમાજમાં માન સન્માન પહેલાથી સારું રહેશે. શુક્રને શુભ કરવા માટે લક્ષ્મીજીને ખીરનો ભોગ ચડાવો અને નિર્ધન કન્યાઓમાં વહેચો.
૭. તુલા રાશી : રાશી માંથી દ્વિતીય ભાવમાં શુક્રનો પ્રવેશ તમારી ધનની સ્થિતિને ઉત્તમ બનાવશે. ઘરમાં શુભ કાર્ય થવાના યોગ ઉભા થશે. પિતૃક સંપત્તિથી લાભ થઇ શકે છે. તમારી વાણી દ્વારા કોઈપણ કાર્ય સિદ્ધ કરી શકશો. શુક્રને શુભ કરવા માટે ચોખા અને સાકરનું દાન કરો.
૮. વૃશ્ચિક રાશી : વૃશ્ચિક રાશીમાં શુક્રનો પ્રવેશ ભૌતિક સુખ સુવિધાઓ વધારશે. પરંતુ આરોગ્યને લઇને ઘણા દુ:ખી થઇ શકો છો. કોઈ નવા બિઝનેસથી તમને ફાયદો થઇ શકે છે. તમારાથી વિપરીત લિંગના વ્યક્તિઓનું સન્માન કરો. શુક્રને શુભ કરવા માટે પતાશા અને ચોખાનું દાન કરો.
૯. ધનું રાશી : રાશીના ૧૨ માં ઘરમાં શુક્રનો પ્રવેશ આરોગ્યને લઇને થોડા દુ:ખી કરી શકે છે. શરીરમાં હાર્મોન ફેરફારને કારણે તકલીફ થઇ શકે છે. વિદેશ જવાના યોગ ઉભા થશે. તમારા જીવનને ઉત્તમ બનાવવા માટે ખર્ચ કરી શકો છો. શુક્રને શુભ કરવા માટે ગાયના દૂધ માંથી બનેલી ખીર શિવલિંગ ઉપર ચડાવો અને ગરીબ લોકોમાં વહેંચી દો.
૧૦. મકર રાશી : રાશી માંથી ૧૧ માં ઘરમાં શુક્રનો પ્રવેશ ધન ધાન્યમાં વધારો કરશે. વેપાર અને નોકરીમાં લાભ મળશે. શુક્રની અસરથી મિત્રોમાં તમારૂ માન વધશે. જીવનમાં પ્રેમ અને સન્માનમાં વધારો થશે. શુક્રને શુભ કરવા માટે સફેદ રંગના વસ્ત્રોનું દાન કરો.
૧૧. કુંભ રાશી : રાશી માંથી દશમ ભાવમાં શુક્રનો પ્રવેશ તમારા કાર્યક્ષેત્ર ઉપર તમારું અપમાન કરાવી શકે છે. ઘણું સમજી વિચારીને જ કોઈ સ્ત્રી સાથે વાત કરો. કેરિયરમાં ફેરફાર થઇ શકે છે જો કે સારું લાવશે. શુક્રને શુભ કરવા માટે પત્નીનું સન્માન કરો, બની શકે તો કોઈ ગુલાબી વસ્ત્ર દાન કરો.
૧૨. મીન રાશી : રાશી માંથી નવમાં ભાવમાં શુક્રનો પ્રવેશ પિતાનું આરોગ્ય બગાડી શકે છે. નાના ભાઈ બહેનો સાથે સંબંધ ખરાબ થઇ શકે છે. તમે જરૂર કરતા વધુ ખર્ચ કરી શકો છો. નવા વસ્ત્ર અને ઘરેણાને સંભાળીને રાખો. શુક્રને શુભ કરવા માટે જરૂરીયાત વાળી સ્ત્રીઓને સુહાગની વસ્તુ દાન કરો.