ખુબ જ ચમત્કારી છે ‘ૐ નમઃ શિવાય’ મંત્ર, જાણો આ અદ્દભુત મંત્રનો લાભ.

‘ૐ નમઃ શિવાય’ મંત્રનો લાભ જાણીને તમે પણ થઇ જશો ચકિત, આ છે ખુબ જ ચમત્કારી મંત્ર

શિવજીની પૂજા કરતી વખતે તેમની સાથે સંકળાયેલા મંત્રોના જાપ જરૂર કરવામાં આવે છે. મંત્રના જાપ કર્યા વિના શિવજીની પૂજા અધૂરી માનવામાં આવે છે. ‘ૐ નમઃ શિવાય’ ભગવાન શિવનો સૌથી પ્રસિદ્ધ મંત્ર છે અને તેની પૂજા કરતી વખતે આ મંત્રનો જાપ જરૂર કરવામાં આવે છે.

આ મંત્ર ખૂબ જ અસરકારક માનવામાં આવે છે અને આ મંત્રનો જાપ કરવાથી ભગવાન શિવજી દરેક મનોકામના પૂર્ણ કરે છે. ‘ૐ નમઃ શિવાય’ મંત્રનો જાપ કેવી રીતે કરવામાં આવે છે અને ‘ૐ નમઃ શિવાય’ મંત્રના ફાયદા શું છે? તેની માહિતી આ લેખમાં આપવામાં આવી છે. તો આવો જાણીએ આ ચમત્કારિક મંત્ર વિશે.

‘ૐ નમઃ શિવાય’ મંત્ર –

‘ૐ નમઃ શિવાય’નો ઉલ્લેખ શિવ પુરાણમાં કરવામાં આવ્યો છે. શિવ પુરાણમાં આ મંત્રને શિવનો સૌથી પ્રિય મંત્ર ગણાવ્યો છે. શાસ્ત્રો અનુસાર ‘ૐ નમઃ શિવાય’ ગાયત્રી મંત્ર, મહામૃત્યુંજય મંત્ર અને રામ નામના જાપ વ્યક્તિએ જરૂર કરવા જોઈએ. આ મંત્રોના જાપ કરવાથી જીવન સુખમય પસાર થઇ જાય છે.

મંત્રનો અર્થ :-

‘ૐ નમઃ શિવાય’ નો અર્થ છે કે આત્મા દ્વેષ, તૃષ્ણા, સ્વાર્થ, ઈર્ષ્યા, કામ, ક્રોધ, લોભ, મોહ અને માયાથી રહિત થઈને પ્રેમ અને આનંદ સાથે પરિપૂર્ણ થઈને ભગવાનનું મળવું.

‘ૐ નમઃ શિવાય’ મંત્રના ફાયદા :-

આ મંત્રનો જાપ કરવાથી ઘણા પ્રકારના ફાયદા મળે છે. તેથી તમે આ મંત્રના જાપ જરૂર કરો. આવો નજર કરીએ ‘ૐ નમઃ શિવાય’ના ફાયદા વિષે.

આ મંત્રનો જાપ કરવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે. જે લોકો દરરોજ આ મંત્રના જાપ કરે છે, તે લોકોને તે બધું મળી જાય છે, જે તે પ્રાપ્ત કરવા માંગે છે.

સોમવારના દિવસે શિવલિંગ ઉપર જળ ચડાવતી વખતે આ મંત્રનો જાપ કરવામાં આવે, તો મનપસંદ જીવનસાથી મળી જાય છે. તેથી અપરિણીત લોકો ‘ૐ નમઃ શિવાય’ના જાપ જરૂર કરે.

‘ૐ નમઃ શિવાય’ મંત્ર લાભ સ્વાસ્થ્ય સાથે પણ સંકળાયેલો છે. આ મંત્રનો જાપ કરવાથી શરીરનું રક્ષણ ઘણા રોગો સામે થાય છે. સાથે જ જે લોકો કોઈ રોગથી પીડિત છે. જો તે લોકો આ મંત્રનો જાપ કરે. તો તે સ્વસ્થ થઈ જાય છે.

શનિદેવની સાડાસાતી શરૂ થાય ત્યારે આ મંત્રનો જાપ કરવાનો શરૂ કરી દો. આ મંત્રનો જાપ કરવાથી શનિની સાડાસાતી દુર થઇ જશે.

જે લોકોનું મન શાંત નથી રહેતું તે લોકો રોજ રાત્રે સૂતા પહેલા દરરોજ આ મંત્રનો જાપ કરે. આ મંત્રનો જાપ કરવાથી મન શાંત થઇ જાય છે અને તાણ દુર થઇ જાય છે.

‘ૐ નમઃ શિવાય’ મંત્રના ફાયદા ભય સાથે પણ સંબંધિત છે. આ મંત્રનો જાપ કરવાથી ભય દૂર થઇ જાય છે. તેથી, જે લોકોને ખૂબ ડર લાગે છે, તેમણે આ મંત્રના જાપ જરૂર કરવા જોઈએ.

વિદ્યાર્થી જો આ મંત્રના જાપ કરે છે, તો તેમને ગુણ સારા આવે છે.

ઘરમાં વિખવાદ થાય ત્યારે આ મંત્રનો જાપ કરો. દરરોજ આ મંત્રના જાપથી ઝઘડા દૂર થઇ જાય છે અને ઘરમાં શાંતિ સ્થાપિત થઇ જાય છે.

ઘરમાં નકારાત્મક ઉર્જા હોય તો આ મંત્ર (‘ૐ નમઃ શિવાય’)નો જાપ કરી લો. આ મંત્રના જાપ કરતાની સાથે જ નકારાત્મક શક્તિ દુર થઇ જાય છે.

કુંડળીમાં રાહુ ગ્રહના ખોટા સ્થાનમાં રહેવાથી જીવનમાં ઘણા પ્રકારની સમસ્યાઓ ઉભી થાય છે અને કોઈ પણ કાર્ય પુરા નથી થઇ શકતા. જો કે, જો આ મંત્રનો જાપ કરવામાં આવે તો રાહુને કારણે ઉભી થતી મુશ્કેલીઓ સમાપ્ત થઈ જાય છે.

‘ૐ નમઃ શિવાય’ મંત્ર ઉચ્ચારતા પહેલા રાખો આ બાબતોનું ધ્યાન

આ મંત્રના જાપ સવારના સમયે કરવું ઉત્તમ રહે છે. સવારે ઉઠીને સ્નાન કરો અને ત્યાર બાદ પૂજા ગૃહમાં અથવા મંદિરમાં જઈને આ મંત્રનો જાપ કરો.

મંત્રના જાપ કરતી વખતે તમારી આંખો બંધ રાખો અને ત્યાર પછી જ આ મંત્રના જાપ કરો.

મંત્રના પાઠ કરતી વખતે ભગવાન શિવનું જ ધ્યાન કરો. તે મંત્ર પૂર્ણ વાંચ્યા પછી શિવજીનું નામ જરૂર લેવું.

‘ૐ નમઃ શિવાય’ મંત્રના જાપ કરવા માટે જો માળાનો ઉપયોગ કરો છો. તો એ વાતનું ધ્યાન જરૂર રાખો કે માળા ફક્ત રુદ્રાક્ષની જ હોય. કારણ કે શિવજી સાથે સંકળાયેલા મંત્રો માત્ર રુદ્રાક્ષની માળા ઉપર જ જપવામાં આવે છે.

ક્યારે કરવો જોઈએ આ મંત્રનો જાપ

આ મંત્રનો જાપ આમ તો દરરોજ કરી શકો છો. પરંતુ શાસ્ત્રો અનુસાર આ મંત્રનો જાપ શ્રાવણ, મહા માસ અને ભાદરવા મહિનામાં કરવો ખૂબ જ ઉત્તમ રહે છે. તે સમય દરમિયાન આ મંત્રનો જાપ કરવાથી ભગવાન શિવજી તરત જ પ્રસન્ન થઇ જાય છે અને દરેક મનોકામનાને પૂર્ણ કરી દે છે.
કેટલી વાર કરવા જાપ

‘ૐ નમઃ શિવાય’ મંત્રના જાપ ઓછામાં ઓછો 11 વાર કરો. આ મંત્રનો જાપ કરતા પહેલા તમારી પાસે દીવો જરૂર પ્રગટાવો અને ત્યાર પછી જ તે વાંચો. જો શક્ય હોય તો દર સોમવારે મંદિરમાં જઈને પહેલા શિવજીની પૂજા કરો અને ત્યારબાદ આ મંત્રના પાઠ કરો.

‘ૐ નમઃ શિવાય’ ચમત્કારિક મંત્ર છે. આ મંત્રનો જાપ કરવાથી જીવનના તમામ દુઃખો દૂર કરી શકાય છે. તેથી, જો કોઈ પણ પ્રકારની મુશ્કેલી આવે તો બસ આ મંત્રનો જાપ કરો. આ મંત્ર વાચવાથી જ મુશ્કેલી દૂર થઇ જશે. જો કે, એ વાત ધ્યાનમાં રાખો કે આ મંત્રનો પાઠ કરતી વખતે તમારા મગજમાં ફક્ત સારા વિચારો જ આવે અને શુદ્ધ મન સાથે આ મંત્રના જાપ કરો.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.