શરીરને આકર્ષક અને સુંદર બનાવવા અલગ અલગ અંગો પર કરાવાતા વેક્સિંગના આ છે નુકશાન

વેક્સિંગથી થતા નુકશાનથી રહો સાવચેત :

છોકરીઓ પોતાના શરીરને સુંદર અને આકર્ષક દેખાડવા માટે શરીરના ઘણા અંગોની હેયર વિક્સિંગ કરાવે છે. તેના માટે ઘણી જાતની રીતો ઉપયોગમાં લેવામાં આવે છે. જેમાંથી થોડી રીતો ઘણી પીડાદાયક અને જટિલ પણ હોય છે.

છોકરીઓ અન્ડરઆર્મ્સ અને પ્રાઈવેટ પાર્ટના હેયર રીમુવિંગ ઉપર ખાસ ધ્યાન આપે છે. આજકાલ બીકની વેક્સની ફેશન ખુબ પ્રચલિત છે. છોકરીઓ બીકની લાઈનના વાળને દુર કરવા માટે વેક્સિંગ અને શેવિંગનો સહારો લે છે. તેનાથી ચેપનો ભય ઉભો થવાનો ડર રહે છે.

શોધમાં મળેલ જાણકારી મુજબ એ વાત જાણવા મળે છે, કે જે મહિલાઓ હમેશા બીકની વેક્સ કરે છે તેમાં સેકસ્યુઅલી ટ્રાન્સમીટેડ ડેમેજ એટલે કે એસટીઆઈ થવાનો ભય રહે છે. હાલમાં જ એક અધ્યયનમાં ડર્માંટોલોજો ઓફ જનરલમાં આપવામાં આવેલ હતું. તે મુજબ વેક્સિંગથી સેકસ્યુઅલી ટ્રાન્સમીટેડ ડીસીસ થવાનો ડર વધી જાય છે.

શોધ મુજબ ગુપ્ત અંગનાં વાળ (અંદરના વાળ) દુર કરતી વખતે વાયરસ કે બેક્ટેરિયા શરીરની અંદર જાય છે. એટલે એસટીડીના વધવાનું એક કારણ પ્યુબીક હેયર રીમુવ પણ જણાવવામાં આવેલ છે. અધ્યયન મુજબ, મહિલાઓમાં ગુપ્ત અંગોના વાળને સજાવવા અને સારા રાખવાનું ચલણ ઝડપથી વધી રહેલ છે.

વેક્સિંગ સુરક્ષિત પદ્ધતિ નથી :

વેક્સિંગ સુંદરતા મેળવવાની સુરક્ષિત પદ્ધતિ નથી. ખાસ કરીને વેક્સિંગથી ત્વચા અને તેના આંતરિક બંધારણને નુકશાન પહોચે છે. અભ્યાસમાં એ પણ જાણવા મળેલ છે, કે ખરાબ વેક્સિંગ ટુલ દ્વારા બેક્ટેરિયા ટ્રાન્સફર થાય છે. સાથે જ તે વાત પણ સામે આવેલ છે કે પ્યુબીક હેયર વેક્સિંગ કરવાથી સ્કીન બળવાનું પણ એક કારણ હોય છે. તે પહેલા ઘણી શોધમાં એ વાત સાબિત થયેલ છે, કે બીકની વેક્સિંગથી સેકસ્યુઅલ ટ્રાન્સમીટેડ ડીસીસનો ભય વધી જાય છે.

જો તમે બીકની વેક્સ કરવા જ માગો છો તો આ સાવચેતી જરૂર રાખશો.

વેક્સિંગ કરાવતી વખતે રાખો આ સાવચેતીઓ.

બેક્ટેરીયલ ઇન્ફેકશનથી બચવા માટે વેક્સિંગ કરતી વખતે ઉપયોગમાં લેવામાં આવતા સાધનોને સાફ હોવા ખુબ જરૂરી છે. જો તમે વેક્સિંગ પછી ટાઈટ કપડા પહેરશો તો બળતરા-સોજા જેવી તકલીફ પણ થઇ શકે છે. સારું રહેશે કે વેક્સ પછી કોટનના અંડરવેયર કે પછી ઢીલા કપડા પહેરો. પીરીયડસ પહેલા બ્રાજીલીયન વેક્સિંગ કરાવવાથી દુર રહો. ધ્યાન રાખશો કે તમે જે પાર્લરમાં જાવ છો તે સાફ સફાઈ વાળું હોય અને વેક્સિંગ કરનારી બ્યુટી એક્સપર્ટના હાથ ચોખ્ખા હોય. તેને કોઈપણ જાતનું ઇન્ફેકશન ન હોય.

વેક્સનું તાપમાન યોગ્ય હોવું જોઈએ, નહી તો સ્કીન બળી પણ શકે છે. વેક્સ પહેલા તે નક્કી કરી લો કે સ્ટ્રીપ્સ નવી હોય. તે ઉપરાંત કોટનની સાથે ફર્સ્ટ એડ કીટ અને એન્ટીસેપ્ટિક પણ ત્યાં બાજુમાં જ હોવી જોઈએ. વેક્સિંગ પૂરૂ થયા પછી સ્કીન ચોખ્ખા કપડા કે રૂમાલથી સાફ કરો. સ્કીન સુકાઈ જવાથી કોટન કે પછી ઢીલા કપડા પહેરો. તેના તરત પછી ન્હાઈ લો. ટુવાલથી સાફ કર્યા પછી ઓછામાં ઓછું ૨૪ કલાક માટે ઢીલા કપડા પહેરો.