માતા પિતા પોતાના ઘણા સંતાનોને એક સાથે રાખીને તેનું ભરણ પોષણ કરી લે છે, પરંતુ ઘણા બાળકો પોતાના માતા પિતાને નથી રાખી શકતા. શહેરના ચખલી ચોકમાં પાંચ કલયુગના દીકરાઓએ પોતાના ઘરડા માં અને ૮૬ વર્ષના પિતાને ઝુપડીમાં રહેવા મજબુર કરી દીધા. તેના માતા પિતા છેલ્લા ૧૫ વર્ષથી ઝુપડીમાં જીવી રહ્યા હતા.
પિતાનું નામ હિરાલાલ સાહુ અને તેમણે જણાવ્યું કે ખરીદેલી જમીન ઉપર પાંચ દીકરા સુમરન લાલ, હકૂમ સાહુ, પ્રમોદ સાહુ, ઉમાશંકર અને કીર્તન સાહુએ મળીને એક મકાન બનાવી લીધું છે અને વિકલાંગના અને ઘરડા પિતાને દીકરાઓએ ઘર માંથી બહાર કાઢ્યા, આ ઘટના પછી જ હીરાલાલ સાહુ એ એવું પગલું ભર્યું. જે દરેક માતા પિતા અને બાળકો માટે ઉદાહરણ છે.
વિકલાંગમાં અને ઘરડા પિતાને કરી દીધા ઘર બહાર :-
૮૬ વર્ષના હીરાલાલ પોતાની પત્ની સાથે છેલ્લા ૧૫ વર્ષથી એક ઝુપડીમાં રહે છે. તેમણે ઘણી વખત પોતાના દીકરાઓને વિનંતી કરી કે તેને એ ઘર માં રાખો પરંતુ દીકરા ન માન્યા. માનવું તો દુર કોઈ દીકરા વાત કરવા પણ તૈયાર ન હતા અને જેમ તેમ કરી હીરાલાલ એ હિંમત એકઠી કરીને પોતાના દીકરા વિરુદ્ધ ચીખલી પોલીસ ચોકીમાં પોતાના પાંચ દીકરા સામે કેસ દાખલ કરાવ્યો છે.
ચીખલી પોલીસ એ વૃદ્ધ નાગરિક સુરક્ષા અધિનિયમ ૨૦૦૭ની ધારા ૨૪ અંતર્ગત પાંચે દીકરા ઉપર કેસ દાખલ કરી લીધો અને કાર્યવાહી શરુ કરી દીધી છે. હિરાલાલ પહેલા રાષ્ટ્રીય પ્રેસના કર્મચારી હતા અને તેમણે નોકરી દરમિયાન પોતાના નામ ઉપર જમીન એવું વિચારીને ખરીદી કે ભવિષ્યમાં દીકરા અને પૌત્રો સાથે જીવન ફરીથી પસાર કરીશું. પરંતુ આ જમીન ઉપર દીકરાઓએ તેમની મંજુરી વગર મકાન બનાવી લીધું અને પરિવારના વૃદ્ધ માતા પિતાને ઘર માંથી બહારનો રસ્તો દેખાડી દીધો. કાર્યવાહી થયા પછી હવે હિરાલાલ પોતાની જમીન ઉપર બનેલા મકાનમાં જીવન વિતાવી શકશે. જો કે છેલ્લા ૧૫ વર્ષથી દીકરાઓને કારણે જ ઝુપડીમાં રહેતા હતા.
૮૬ વર્ષના હીરાલાલ પોતાની પત્ની સાથે ૧૫ વર્ષથી એક ઝુપડીમાં રહે છે. તેમણે ઘણી વખત પોલીસમાં ફરિયાદ પછી તેમના ચારે દીકરાઓની ધરપકડ કરી લેવામાં આવી છે. હિરાલાલના એક દીકરો ભોપાલમાં રહે છે. જેથી પોલીસ નથી પહોચી શકી પરંતુ બીજા દીકરાઓની ધરપકડ કરવામાં આવી અને તે બધામાં મહત્વની વાત એ છે કે દીકરાઓને હવે જામીન પણ મળી ગયા છે. જામીન પછી ચારે દીકરાઓએ પોતાના માતા પિતાને ઘરે લઇ જવાની વાત માન્ય રાખી છે.
હીરાલાલ એ કર્યું હતું પીડિતને દાન :-
૧૫ વર્ષથી ઝુપડીમાં રહેવા વાળા હીરાલાલએ પણ ઘણા સારા કામ કર્યા છે, પરંતુ તેનું સૌથી મોટું પરોપકાર કામ ત્યારે થયું જયારે તેમણે કેરળ પુર પીડિતો ને ૭૦ હજાર રૂપિયા દાન કર્યું હતું. જીલ્લા પ્રશાસનના માધ્યમથી તેમણે પોતાની નોકરી દરમિયાન એકઠી કરેલી રકમને પુર પીડિતોને દાન આપ્યું. માતા પિતા માણસની સૌથી મોટી મિલકત હોય છે અને તેને કોઈ પણ હાલતમાં સુખી રાખવા જોઈએ. આ સમાચારમાં આજના નવયુવાનો એ થોડું શીખવું જોઈએ અને તે ઉપરાંત એવા વૃદ્ધો એ ખુલીને સામે આવવાની અપીલ કરતા તે દંપત્તિને આ શિખામણ આપવામાં આવી કે જો તમે પણ તમારા બાળકોથી દુ:ખી છો તો તેમને કાયદા મુજબ હક્ક મળશે.
તમારા વિચાર આ બાબતમાં આવશ્ય જણાવશો. કે કાયદા દ્વારા રક્ષણ મેળવવું કેટલું યોગ્ય છે કારણ કે બની શકે કે માં બાપના આવ કોઈ પગલાથી તેમના બાળકની નજરથી તે હંમેશા માટે ઉતરી શકે. અને કાયદાની બીકે એ આર્થિક રીતે કમને સહાય આપતો રહેશે. પણ મનથી બિલકુલ રાજી નહિ હોય. આના કરતા જો સમાજ કે મોટેરા વ્યક્તિ દ્વારા સમાધાન કરવામાં આવે એ વધુ યોગ્ય છે. તમારું શું માનવું છે આ બાબતમાં કોમેન્ટમાં આવશ્ય જણાવો.