વિભિન્ન પ્રકારના ઢોસા બનાવવાની વિધિ, સાથે ઢોસા પાતળા અને કરકરા બનાવાની ટીપ્સ પણ છે.

ઢોંસા સાઉથ ઇન્ડિયન ડીશ છે. ઢોંસાને તમે નાસ્તા, લંચ કે ડીનરમાં ખાઈ શકો છો. ઢોંસા ઘણા પ્રકારના બનાવવામાં આવે છે. જેવા કે પેપર, પનીર, ઓન્યન, મૈસુર, મસાલા વગેરે.

કહેવામાં તો મસાલા ઢોંસા એક સાઉથ ઇન્ડિયન ડીશ છે, પણ તે આખા દેશમાં પસંદ કરવામાં આવે છે, તો આવો આ મનગમતી વાનગીને ઘરમાં બનાવતા શીખીએ.

મસાલા ઢોંસા ખાવામાં ઘણા જ સ્વાદિષ્ટ ઓછા તેલમાં સરળતાથી બનાવવાતી, પરંતુ કાર્બોહાઈડ્રેટસ અને પ્રોટીનથી ભરપુર ભોજન છે. લગભગ તમામ શહેરોમાં દક્ષીણ ભારતીય રેસ્ટોરન્ટમાં ઢોંસા પોતાની પારંપરિક સ્વાદ અને મહેક સાથે મળી જાય છે.

ઢોંસા ઘણા પ્રકારના બનાવવામાં આવે છે, જેમ કે સાદા ઢોંસા, મસાલા ઢોંસા, પેપર ઢોંસા અને પનીર ઢોંસા વગેરે. ઢોંસા અને સંભાર તમે તમારા લંચ કે ડીનર કોઈ પણ ખાવા કે રજાના દિવસે કે નાસ્તામાં ક્યારે પણ બનાવીને ખાઈ શકો છો, તે તમને હંમેશા પસંદ આવશે. તેને તમે સંભાર, નારીયેલની ચટણી, મગફળીની ચટણી સાથે ખાઈ શકો છો, તો આવો અમે મસાલા ઢોંસા બનાવવાનું શરુ કરો.

જરૂરી સામગ્રી :

ઢોંસા માટે મિશ્રણ તૈયાર કરવા માટે :

ચોખા – ૩ કપ

અડદની દાળ – ૧ કપ

મેથી દાણા – એક નાની ચમચી

બેકિંગ સોડા – ૩/૪ નાની ચમચી

મીઠું – સ્વાદ મુજબ કે એક નાની ચમચી

તેલ – ઢોંસા શેકવા માટે

ઢોંસા માટે મસાલો તૈયાર કરવા માટે :

બટેટા – ૪૦૦ ગ્રામ (૬-૭ માધ્યમ આકારના)

વટાણા – એક નાની વાટકી (ફોલેલા લીલા દાણા)

તેલ – ૨ ટેબલ સ્પેન

રાઈ – ૧ નાની ચમચી

હળદર – ૧/૪ નાની ચમચી

ધાણા – ૧ નાની ચમચી

લીલા મરચા – ૨-૩ (ઝીણી કાપી લો)

આદુ – દોઢ ઇંચ લાંબા ટુકડા (અધકચરા કરી લો)

મીઠું – સ્વાદ મુજબ (૩/૪ નાની ચમચી)

આમચૂર પાવડર – એકના ચોથા ભાગની નાની ચમચી

લાલ મરચા – એકના ચોથા ભાગની નાની ચમચીથી ઓછા

બનાવવાની રીત :

અડદની દાળ અને મેથીને સાફ કરો, ધોવો અને ૪ કલાક કે આખી રાત માટે પાણીમાં પલાળી રાખો. ચોખાને સાફ કરો, ધોવો અને જુદા ગ્લાસમાં એટલા જ સમય માટે પલાળી રાખો.

પલાળેલી દાળ માંથી પાણી કાઢી લો અને ઓછું પાણી નાખીને અડદ દાળ મેથીને એકદમ ઝીણી વાટીને કોઈ મોટા વાસણમાં કાઢી લો.

ચોખાને પણ ઓછા પાણીનો ઉપયોગ કરીને થોડું વાટી લો, બન્નેને ભેળવો અને એટલું ઘાટું મિશ્રણ તૈયાર કરો કે ચમચીથી નાખવાથી એકદમ ધારની જેમ ના પડે.

મિશ્રણને આથો લાવવા માટે મીઠું અને બેકિંગ સોડા નાખીને, ઢાંકીને ગરમ સ્થાન ઉપર ૧૨-૧૪ કલાક માટે મૂકી દો, આથો આવીને બનાવેલું મિશ્રણ પહેલાની અપેક્ષાએ ફૂલીને બમણું થઇ જાય છે. આ મિશ્રણ ઢોંસા બનાવવા માટે તૈયાર છે.

ઢોંસા માટે મસાલો તૈયાર કરવો :

બટેટાને ઉકાળો, ઠંડુ કરો, છોલીને ઝીણા ટુકડામાં તોડી લો.

કડાઈમાં તેલ નાખીને ગરમ કરો, ગરમ તેલમાં રાઈ નાખીને શેકી લો, હળદર પાવડર અને ધણા પાવડર નાખો, લીલા મરચા, આદુ નાખીને ૧ મિનીટ શેકો.

વટાણાના દાણા અને ૨ ટેબલ સ્પુન પાણી નાખીને ભેળવો, ઢાંકીને વટાણાના દાણા નરમ થાય ત્યાં સુધી ચડાવો.

આ મસાલામાં બટેટા, મીઠું, આમચૂર પાવડર, લાલ મરચા પાવડર ભેળવીને ૨ મિનીટ સુધી શેકી લો. અને લીલા ધાણા ભેળવી દો. ઢોંસા માટે મસાલા તૈયાર છે.

જો તમે ડુંગળી નાખવા માગો છો, ત્યારે ૧-૨ ડુંગળી ઝીણી કાપો અને આદુ, લીલા મરચા સાથે નાખીને આછા ગુલાબી થાય ત્યાં સુધી શેકી લો, બીજી બધી વસ્તુઓ ઉપરની રીતે ભેળવીને મસાલો બનાવી લો.

ઢોંસા બનાવો :

મિશ્રણને ચમચાથી હલાવો, વધુ ઘાટું લાગો રહ્યું હોય તો થોડું પાણી ભેળવી લો. (મિશ્રણ પકોડાના ઘોળથી થોડું પાતળું જ હોવું જોઈએ)

નોન સ્ટીક તવા કે લોખંડના ભારે ઢોંસા બનાવવાના તવો આગ ઉપર ગરમ કરવા માટે મુકો. જયારે તવો ગરમ થઇ જાય, આગને ઓછી કરી લો.

ત્યાર પછી કોઈ મોટા ભીના કપડાની મદદથી તવાને લુંછી લો, પહેલી વખત તવા ઉપર થોડું એવું તેલ લગાવીને (તવો માત્ર ચીકણો લાગે, તેલ ન દેખાય) ચીકણો કરી લો.

એક મોટી ચમચી મિશ્રણ તવા વચ્ચે નાખી દો અને ચમચાને ગોળ ગોળ ફેરવતા રહો, ઢોંસાને તવા ઉપર ૧૨-૧૪ ઇંચના વ્યાસમાં પાતળો ફેલાવો. થોડું તેલ ચમચીથી ઢોંસાની ચારે તરફ નાખો. ઓછા તાપ અને વધુ તાપ ઉપર ઢોંસા શેકો, જયારે ઉપરનું પડ શકેલું દેખાવા લાગે ત્યારે નીચેનું પડ પણ બ્રાઉન થઇ ગયું હોય છે, હવે ૧ કે ૨ ચમચી બટેટા મસાલો, ઢોંસા ઉપર મૂકીને ફેલાવી દો અને તવેતાની મદદથી ઢોંસાને કિનારી એથી ઉપાડતા વાળી લો, તવા માંથી ઉપાડીને પ્લેટમાં મુકો.

મસાલા ઢોંસા તૈયાર છે. બીજો ઢોંસો તવા ઉપર નાખતા પહેલા તવાને એક ભીના મોટા કપડાથી સારી રીતે લુછી લો, તવો વધુ ગરમ ન હોવા જોઈએ, તવામાં ઢોંસાને ફેલાવતી વખતે ઠંડો હોવાથી ઢોસો સારી રીતે ફેલાવી શકાય છે, બીજા ઢોંસા માટે ચમચી ભરીને મિશ્રણ કાઢો અને તવા ઉપર પાતળું ફેલાવો, શેકવા માટે પછીથી તે રીત પુનરાવર્તન કરો, બધા ઢોંસા આવી રીતે બનાવવાના છે. ગરમા ગરમ મસાલા ઢોંસા, સંભાર અને મગફળીની ચટણી સાથે પીરસો અને ખાવ.

સાદા ઢોસા બનાવવા માટે :

મિશ્રણને ગરમ તવા ઉપર ઉપરોક્ત રીતે જ ફેલાવવાનું છે, બટેટા મસાલો ઢોસા ઉપર નથી લગાવવાનો, સદા ઢોસા કડછી વડે કીનારીએથી ઉપાડીને વાળો અને પીરસો.

પેપર ઢોસા માટે :

પેપર ઢોસા માટે મિશ્રણને સાદા ઢોસાની ગણતરીએ વધુ પાતળા કરવાના છે, મિશ્રણને તવા ઉપર પણ ઘણું પાતળું ફેલાવવાનું છે અને સાદા ઢોસાની જ જેમ શેકી લેવાના છે.

પનીર ઢોસા માટે :

પનીરને અધકચરા કરીને, સ્વાદ મુજબ મીઠું અને કાપેલા લીલા ધાણા નાખીને ભેળવો અને બટેટા મસાલાને બદલે, ૧ ટેબલ સ્પુન પનીર ઢોસાની ઉપર નાખો અને એવી રીતે જ ઢોસાને વાળીને પીરસો.

સાવચેતીઓ અને થોડી ટીપ્સ :

૧. ઢોસા ફેલાવતા પહેલા પલાળેલા મોટા કપડાથી તવાને જરૂર લુંછી લો, જેથી તવો સાફ થઇ જાય અને થોડો ઠંડો પણ થઇ જાય.

૨. ઢોસા તવાની ઉપર ફેલાવતા પહેલા તવો વધુ ગરમ ન થઇ જાય. જો તવો વધુ ગરમ થઇ જશે તો તમારો ઢોંસો પાતળો નહિ ફેલાય અને વધુ કરકરો નહિ બને.

૩. જેવો ઢોંસો સારી રીતે ફેલાઈ જાય, તાપ થોડો વધુ કરી દેવો, જેથી ઢોસા એકદમ કરકરા થઇ જાય.

૪. ઢોસા ફેરવતા પહેલા તેની નીચેની સપાટી બ્રાઉન થાય સુધી શેકાવા દો.

આ માહિતી જીનાસિખો અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.